26 જુલાઈ, 2018નું રાશિફળ : તમારો આજનો દિવસ કેવો રહેશો જાણી લો એક ક્લિક પર

મેષ(Aries):

ગણેશજી તમને ગુસ્સા પર સંયમ રાખવાની સલાહ આપે છે. આર્થિક દ્રષ્ટિકોણથી તમે આજે આવકની સામે વધારે ખર્ચ કરશો. આંખોમાં તકલીફ રહી શકે છે. કોઈ ધાર્મિક સ્થળ અથવા માંગલિક પ્રસંગમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ મળશે.

વૃષભ(Taurus):

આજે શરૂ કરેવા નવા કાર્યો અધૂરા રહી શકે છે. ખાવા-પીવામાં ખાસ ધ્યાન રાખવું. આજે કાર્યભાર વધારે રહેશે. મનમાં કોઈ પણ પ્રકારના નકારાત્મક વિચારોને પ્રવેશ ન કરવા દેવા. પારિવારિક વાતાવરણ સારું રહેશે.

મિથુન(Gemini):

આજનો દિવસ આનંદ પ્રમોદમાં પસાર થશે. આજે તમે ખુશીનો અનુભવ કરશો. મિત્રો તથા પરિવારનો સાથે બહાર જવાનું પ્લાનિંગ થશે. વાહન સુખ મળશે. તમને માન-સમ્માન અને લોકપ્રિયતામાં વૃદ્ધિ થવાના સંકેત છે.

કર્ક(Cancer):

વ્યવસાયમાં આજનો દિવસ લાભદાયી રહેશે. ઓફિસમાં સહકર્મચારીઓનો સહયોગ મળશે. પરિવારજનો સાથે આનંદપૂર્વક સમય પસાર થશે. વ્યવસાયમાં પ્રતિસ્પર્ધિઓ પર વિજય પ્રાપ્ત થશે. કાર્યમાં યશ પ્રાપ્ત થશે.

સિંહ(Lio):

ગણેશજી કહે છે કે આજે સર્જનાત્મતા અને કળા સંબંધી પ્રવૃતિ કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં સારું પ્રદર્શન કરી શકશે. મિત્રો સાથે મુલાકાત થશે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે.

કન્યા (Virgo):

આજનો દિવસ પ્રતિકૂળતાઓથી ભરેલો રહેશે. જીવનસાથી સાથે અનબન થઈ શકે છે. માતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું. સ્થાયી સંપતિના કાર્યમાં સાવધાની રાખવી. આર્થિક લેવડ-દેવડમાં જોખમ ન લેવું.

 તુલા(Libra):

આજનો દિવસ આનંદમાં પસાર થશે. પ્રતિસ્પર્ધિઓનો સામે વિજય પ્રાપ્ત કરી શકશો. પ્રત્યેક કાર્યમાં સફળતા મળશે. સ્વજનો સાથે મુલાકાત થઈ શકે છે. ધાર્મિક પ્રવાસથી મન આનંદનો અનુભવ કરશે.

વૃશ્ચિક(Scorpio):

વધુ પડતા વિચારોને કારણે માનસિક રીતે શિથિલતાનો અનુભવ થશે. તમારી વાણીથી કોઈના મનને દુઃખ લાગી શકે છે. સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું. મનમાં દ્રેષ ન રાખવો.

ધન(Sagittarius):

આજે ધાર્મિક પ્રવાસ થશે. નિર્ધારિક કાર્યો આજે પૂરા કરી શકશો. શારીરિક અને માનસિક સ્વસ્થ્યતા રહેશે. પરિવારમાં માંગલિક પ્રસંગ બનશે. સ્વજનો સાથે થયેલી મુલાકાતથી મન પ્રફુલ્લિત રહેશે.

મકર(Capricorn):

આજે ધાર્મિક અને આધ્યાત્મિક વિષયોમાં રસ રહેશે અને તેની પાછળ ખર્ચ પણ થઈ શકે છે. કોર્ટ-કચેરી સંબંધિક કાર્યો સામે આવી શકે છે. વ્યવસાયિક કાર્યોમાં મુશ્કેલી આવી શકે છે.

કુંભ(Aquarius):

વ્યવસાયિક ક્ષેત્રમાં તમારા માટે આજનો દિવસ લાભદાયી છે. મિત્રો સાથે મુલાકાત થશે. તેમની સાથે નાના પ્રવાહનું આયોજન પણ થઈ શકે છે. નવા કાર્યની શરૂઆત કરવા માટે આજે યોગ્ય દિવસ છે.

મીન(Pisces):

વ્યાવસાયિક દ્રષ્ટિએ આજનો દિવસ લાભદાયી છે. તમારી કાર્યસફળતાને કારણે ઉચ્ચ અધિકારીઓ તમારા પર ખુશ રહેશે. વ્યવસાયમાં પ્રમોશનના યોગ છે. વેપારીઓને વેપાર ધંધામાં લાભ અને પ્રગતિ મળશે. પિતા તરફથી લાભ થશે.

 

Leave a Reply

error: Content is protected !!