જાણો લો આજનું દૈનિક રાશિફળ : જુલાઈનો અંતિમ શનિવાર આ રાશિઓ માટે શુભ

મેષ

આજે ઘરમાં સુખદ ફેરફાર માટે તમે નવી યોજના બનાવી શકશો. કાર્યસ્થળ પર ઉચ્ચ પદાધિકારીઓ સાથે મહત્વપૂર્ણ મુદ્દે વિચાર-વિમર્શ કરશો.

વૃષભ

તમારુ મન ખુશ રહેશે. લાંબા અંતરનો પ્રવાસ કરવાનો અવસર મળશે. ઓફિસ અથવા વ્યવસાયિક સ્થાને કાર્યભાર વદશ. વેપાર-ધંધામં લાભની શક્યતા છે.

મિથુન

આજનો દિવસ પ્રતિકૂળ રહેશે. આજે શરુ કરવામાં આવેલ તમામ નવા કાર્ય અપૂર્ણ રહે તેવી પૂરી શક્યતા છે. ક્રોધ પર સંયમ રાખો અથવા પોતાને જ મોટું નુકસાન કરી દેશો. જોકે કોઈ સ્પર્ધામાં ભાગ લેશો તો જરુર સફળતા મળશે.

કર્ક

આજનો દિવસ આમોદ પ્રમોદમાં વિતશે. ઉત્તમ ભોજન, વાહન સુખનો યોગ છે. તેમજ પ્રતિષ્ઠામાં પણ વધારો થશે. વ્યવસાયિક ક્ષેત્રમાં લાભ મળશે.

સિંહ

આજનો દિવસ મિશ્રિત ફળદાયી રહેશે. ઘરમાં શાંતિનું વાતાવરણ રહેશે. ઓફિસમાં સાથે કામ કરવાવાળા વ્યક્તિઓનો સહયોગ મળશે.

કન્યા

આજે તમે સંતાનોના ભવિષ્યને લઈને પરેશાન થઈ શકો છો. મન વિચલિત રહી શકે છે. આરોગ્યનું વિશેષ ધ્યાન રાખજો. શેર સટ્ટામાં પૈસા લગાવતા પહેલા વિચાર કરવો નુકસાન જઈ શકે છે.

તુલા

તમે માનસિકરૂપે થાક અનુભવી શકો છો. પાણીથી દૂર રહેવું. પારિવારિક અને જમીન-સંપત્તિ મામલે સાવધાની રાખવી.

વૃશ્ચિક

કાર્યમાં સફળતા, આર્થિક લાભ અને ભાગ્યવૃદ્ધિના યોગ છે. તન-મનમાં સ્ફૂર્તિ અને આનંદનો અનુભવ થશે.

ધનુ

આજનો દિવસ મધ્યમ ફળદાયી હશે. પરિવારજનો સાથે મતભેદના લીધે મનભેદ ના થાય તે વાતનું ધ્યાન રાખવું.

મકર

નોકરી-વ્યવસાયમાં અનુકુળ પરિસ્થિતિ રહેશે. આજે તમારું દરેક કાર્ય સરળતાથી પૂરું થશે. માન-સન્માન મળશે. નોકરીમાં પ્રમોશનના યોગ છે.

કુંભ

એકાગ્રતા રહેશે. આવક કરતા ખર્ચ વધુ થશે. આરોગ્ય પર વિશેષ ધ્યાન આપવાની જરુર છે. તમારા મંતવ્ય સાથે પરિવારજનો સહમત ન થાય તેવી સ્થિતિમાં મનમાં અવસાદનો અનુભવ કરશો. બીજાની વાતમાં હસ્તક્ષેપ કરવાનું છોડી દો.

મીન

મિત્રોથી આજે તમને લાભ થશે. તે જ રીતે તમની પાછળ ધનનો વ્યય પણ થશે. સામાજિક કાર્યોમાં અધિક રુચિ રાખશો. ઘરમાં કોઈ શુભ સમાચાર મળતા મન પ્રફુલ્લિત રહેશે.

 

Leave a Reply

error: Content is protected !!