ચંદ્રગ્રહણ દરમિયાનઆ 7 કામ કરો , ક્લિક કરો અને જાણો શું લાભ થશે

ચંદ્રગ્રહણ દરમિયાનકરવા જેવા અમુક કામ

27 જુલાઈની મધ્યરાત્રીએ સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ લાગવા જઈ રહ્યું છે. અગાઉ વાચકોને એ માહિતી તો આપી જ દીધી છે કે ચંદ્રગ્રહણ દરમિયાન કેવાં કામ ન કરવાં જોઈએ જ્યારે આજે તમને જણાવીશું કે ગ્રહણ સમયે કેવાં કામ કરવાથી ફાયદો થાય છે. શાસ્ત્રો અને માન્યતાઓ મુજબ આ ગ્રહણ દરમિયાન કેટલાંક એવાં કામ છે જે કરવાથી તમને બહુ લાભ થઈ શકે છે.

મંત્રનો જાપ કરવો પણ જરૂરી

મંત્ર જાપ અને ગુરુ મંત્ર લેવા માટે ગ્રહણ કાળને વિશેષ મુહૂર્ત માનવામાં આવે છે. શાસ્ત્રો મુજબ આ સમયે ગુરુ મંત્ર લેવો બહુ ફાયદારકારક માનવામાં આવે છે.

કરી શકાય યોગ ધ્યાન

મેડિટેસન અને યોગ સાધના માટે ગ્રહણ કાળને અતિ ઉત્તમ સમય માનવામાં આવે છે. ગ્રહણ દરમિયાન ધ્યાન ધરવાના કાર્યને ઉત્તમ માનવામાં આવ્યું છે.

દાન ક્યારે અને કોને કરવું જોઈએ

ગ્રહણ દરમિયાન આમ તો બહાર નીકળવાની મનાઈ હોય છે પરંતુ આ દરમિયાન ગુરુ, બ્રાહ્મણ અને પુરોહિતોને દાન-દક્ષિણા આપવાનું વિશેષ મહત્વ છે. ગ્રહણ બાદ જરૂરિયાતમંદોને દાન આપવામાં આવે છે.

શિક્ષણનો પ્રારંભ કરવા માટેનો શ્રેષ્ઠ સમય શું હોઈ શકે?

જો તમે તમારા બાળકો માટે શિક્ષણ શરૂ કરવા માગો છો તો ગ્રહણનો દિવસ અને સમય તમારા માટે શુભ રહેશે. અભ્યાસ સાથે જોડાયેલ નવા કામ શરૂ કરવા જેવા કે પુસ્તક લખવું, સંગીત, નૃત્ય, ચિત્રકળાનો આરંભ કરવા માટે આ ઉત્તમ સમય છે.

સ્નાન કરીને કરો શુદ્ધી

આ સમયે સ્નાન કરવું શુભ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે આવું કરવાથી ઉત્તમ આરોગ્યની પ્રાપ્તિ થાય છે.

વાણી પર રાખો સંયમ

ગ્રહણ સમયે વાર્તાલાપમાં ખોટો સમય વ્યય ન કરવો જોઈએ. આ સમયે મૌન સાધવું જ શ્રેષ્ઠ માનવામાં આવે છે.

વિષ્ણુ સહસ્રનામનો પાઠ સાથે બેસીને કરી શકાય

ગ્રહણ સમયે પૂજા-પાઠ અને ભગવાનને સ્પર્શ કરવાની સખત મનાઈ છે. ધાર્મિક આસ્થા છે કે આ સમયે ભગવાનનો સ્પર્શ કરવાથી દોષ લાગે છે. ઘરના મંદિરથી અલગ સ્વચ્છ આસન પર બેસીને તમે ભગવાન વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરી શકો છો.

 

Leave a Reply

error: Content is protected !!