અને જયારે પાકિસ્તાને કહ્યું – કાશ્મીરને બદલે અમને માધુરી દીક્ષિત સોંપી દો

એક સમયે બોલિવૂડમાં સુંદરતાના પર્યાય તરીકે માધુરી દીક્ષિત ગણાતી હતી! માધુરી(ઉર્ફે ‘નેને’)નો જન્મ ૧૫ મે,૧૯૬૭ના રોજ થયેલો. એ રીતે આજે એ લગભગ પચાસ વર્ષની થઇ ચુકી છે. અલબત્ત, આજે પણ એની સુંદરતામાં કોઇ કમી નથી એ તો સાફ જોઇ શકાય છે. પોતાના સમય દરમિયાન એ બોલિવૂડની સૌથી ફેવરીટ અભિનેત્રી અને નૃત્યાંગના રહી ચુકી છે. પોતાના શાનદાર-જાનદાર અભિનયથી બોલિવૂડ પર વર્ષો સુધી એણે રાજ કરેલું, રીતસર રાજ!

એક સમય એવો પણ હતો જ્યારે કહેવાતું કે, માધુરી હસતી તો જાણે આકાશમાંથી પરીઓ કલરવ કરવાને ધરતી પર ઉતરી આવતી! એ સમય હતો જ્યારે માધુરીના હાસ્ય પર કોઇ પણ દિવાના બની જતાં. હાં, આવું પાકિસ્તાન સાથે પણ બનેલું જ્યારે પાકિસ્તાને કશ્મીરને બદલે માધુરીની માંગ કરી હતી…!

કેમ? અજીબ લાગ્યું? વાંચો આખો કિસ્સો :

માધુરી આપો, કાશ્મીર સામે નજર પણ નહી નાખીએ! –

આજે ૫૦ વર્ષની ઉંમરે પણ માધુરીના આટલાં ફેન છે તો એ સમયે લોકો એના કેટલાં દિવાના હશે…! એ વાત અલગ છે અને થોડી જાણકારી ભરી પણ છે કે – માધુરી અભિનેત્રી નહી પણ ડોક્ટર બનવા માંગતી હતી! પણ કિસ્મત આગળ કોઇનું કશું ચાલતું નથી એ તો સાફ છે.

૧૯૯૯ના વખતની વાત છે. કારગિલનું યુધ્ધ એના મહત્ત્વના ચરણોમાં ચાલી રહ્યું હતું. કારગિલ વોરના હિરો એવા વિક્રમ બત્રાએ એક પછી એક એમ કરીને પાકિસ્તાનની પાંચ ચોકીઓ પર તિરંગો ઠોકી બેસાડ્યો હતો. (વિક્રમ બત્રાને ના ઓળખતા હો તો થઇ રહ્યું…!) એક વખત પાકિસ્તાની ઘુસણખોરો સાથે લડાઇ ચાલી રહી હતી. એ વખતે સામસામા ગોળીબાર વખતે એક પાકિસ્તાની સૈનિકે ચીખ નાખીને કહેલું, “અમને માધુરી દીક્ષિત આપી દો, કાશ્મીર પર અમે રહેમદિલ થઇ જશું…!”

આ કિસ્સો એ પછી તો ઘણો જ પ્રસિધ્ધ થયો. માધુરી દીક્ષિતના ચાહકો માત્ર ભારતમાં જ નહી, પાકિસ્તાનમાં પણ હતાં એ આના પરથી કહી શકાય તેમ છે. આજે પણ ઘણા લોકો આ કિસ્સો જાણે છે.

‘બકેટ લિસ્ટ’માં આવશે નજર –

બોલિવૂડ બાદ હવે માધુરી દીક્ષિત “બકેટ લિસ્ટ” ફિલ્મથી મરાઠી ફિલ્મોમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. ફિલ્મનું પોસ્ટર રીલિઝ થયું છે જેમાં માધુરી હાર્લે ડેવિડસન જેવી સુપરબાઇક ચલાવતી નજરે ચડે છે. એનો દેખાવ જોઇને કોઇ કલ્પી પણ ના શકે કે, તેની ઉંમર ૫૦ વર્ષની છે! ફિલ્મમાં તો એ ટીનેજ ગર્લ તરીકે જ દેખાય છે.

૨૫ મેના રોજ રીલિઝ થનારી આ ફિલ્મનો લોકો ત્વરાથી ઇન્તજાર કરી રહ્યાં છે. ફિલ્મમાં માધુરી દીક્ષિત એક સામાન્ય યુવતીના રૂપમાં નજરે ચડશે, જે પોતાના સપનાંઓ પુરા કરવા એકલી આસમાની ઉડાન ભરતી બતાવાશે. માધુરીની આ પહેલી મરાઠી ફિલ્મ છે. ૯૦ના દશકમાં કરોડો લોકોના દિલ પર રાજ કરનાર ‘ધકધક ગર્લ’ માધુરીએ પોતાના પરીવારની ઇચ્છા મુજબ ૧૯૯૯માં અમેરીકામાં ડોક્ટર તરીકે ફરજ બજાવનાર શ્રીરામ નેને સાથે શાદી કરી હતી. માધુરીને હાલ બે સંતાન છે અને પોતાના પરીવાર બહુ પ્રસન્ન નજરે આવી રહી છે.

Leave a Reply

error: Content is protected !!