1 ઓગસ્ટનું રાશિફળ – કોનો દિવસ રહેશે શુભ, જાણો એક ક્લિક પર

મેષ

આજે ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેશો. કોઈ નિર્ણય લેવામાં મૂંઝવણ અનુભવાઈ શકે છે. રૂપિયાની લેવડ-દેવડ કે આર્થિક વ્યવહાર ન કરવાની ગણેશજીની સલાહ છે. શારીરિક અને માનસિક બેચેની અનુભવાઈ શકે છે. ધાર્મિક કાર્યો પાછળ ખર્ચો થશે.

વૃષભ

આજે વ્યાપારમાં વૃદ્ધિ થવાની સાથે જ વ્યાપારિક સોદાઓ લાભકારક સાબિત થશે. આવકના સાધનોમાં વૃદ્ધિ થશે. વડીલો તથા મિત્રો પાસેથી લાભ થાય. દાંપત્યજીવનમાં સંતોષ અને આનંદ રહેશે. પર્યટનનું આયોજન થશે. વિવાહ થવાના યોગ છે, સંતાન તરફથી શુભ સમાચાર મળશે.

મિથુન

શારીરિક અને માનસિક સુખ જળવાઈ રહેશે. નોકરી-વ્યવસાયમાં લાભ થશે. અધિકારી વર્ગ તરફથી પ્રોત્સાહન મળવાથી ઉત્સાહ વધશે. સામાજિક ક્ષેત્રે પ્રતિષ્ઠા વધશે. પારિવારિક માહોલ આંનદમય રહેશે. સરકારી કાર્ય પૂર્ણ થવામાં સરળતા રહેશે.

કર્ક

આજે આકસ્મિક ધન લાભના યોગ છે. વિદેશ જવા ઈચ્છતા લોકોનો પ્રયાસ સફળ થશે. ધાર્મિક કાર્યો કે યાત્રા પાછળ ધન ખર્ચ થશે. પરિવાર અને સહકર્મિઓ સાથે આનંદમય દિવસ વિતશે.

સિંહ

આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. તબિયત પાછળ ખર્ચો થવાની શક્યતા છે. વિચારો પર નિયંત્રણ રાખવું અને ખોટું ન થાય તેનું ધ્યાન રાખવું. પરિવારના સભ્યો સાથે મનભેદ થઈ શકે છે. અનૈતિક કાર્યોથી બદનામીના યોગ છે.

કન્યા

શારીરિક-માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહેશે. આ સાથે તમે પ્રેમપૂર્ણ સંબંધોથી દ્વવિભૂત રહેશો. ભાઈબહેનો સાથે સારો સમય પસાર કરી શકશો અને તેમના દ્વારા લાભ પણ મળશે. હરીફોની ચાલ નિષ્ફળ રહેશે.

તુલા

આજનો દિવસ માનસિક સ્થિતિ દ્વિધાપૂર્ણ રહેશે, જેનાથી મહત્ત્વપૂર્ણ નિર્ણય ન લેવાની ગણેશજી સલાહ આપે છે. નવા કાર્યનો પ્રારંભ ન કરવો. વાણી પર સંયમ રાખવાથી પરિવારજનો સાથે વાદવિવાદ નહિ થાય.

વૃશ્ચિક

પરિવારજનો સાથે આજનો દિવસ આમોદપ્રમાદમાં વ્યતીત થશે. શારીરિક અને માનસિક પ્રસન્નતા રહેશે. પ્રિય વ્યક્તિઓ સાથે મુલાકાત સફળ અને આનંદદાયક રહેશે. કોઈ શુભ સમાચાર મળશે તથા સ્નેહીજનો તરફથી ઉપહાર મળતા આનંદનો અનુભવ કરશો.

ધન

પારિવારિક સભ્યો સાથે મનમોટાવ થશે. સ્વભાવમાં ક્રોધ અને આવેગ રહેશે, જેને લીધે ઉગ્ર તકરાર થઈ શકે છે. સ્વાસ્થ્ય ખરાબ રહેશે. વાણી અને વ્યવહારમાં સંયમ રાખવાની ગણેશજી સલાહ આપે છે. દુર્ઘટનાથી બચવું.

મકર

તમારા ઘરમાં કોઈ શુભ પ્રસંગના આયોજનની સંભાવના છે. કોઈ વસ્તુની ખરીદી માટે આજે શુભ દિવસ છે. શેરસટ્ટાની પ્રવૃત્તિઓમાં ધનલાભ થશે. મિત્રો, સંબંધીઓ સાથેની મુલાકાત આનંદિત કરશે.

કુંભ

તમારાં તમામ કાર્ય સરળતાપૂર્વક પૂરાં થશે. નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં પરિસ્થિતિ અનુકૂળ રહેશે. તમે માનસિક રીતે રાહત મહેસૂસ કરશો. સ્વાસ્થ્ય સારું રહેશે. માન-સન્માન વધશે.

મીન

આજે તમે તન-મનથી થાક તથા તણાવનો અનુભવ કરશો. સંતાનની સમસ્યા તમને ચિંતિત કરશે. નોકરીમાં ઉચ્ચ પદાધિકારીઓ સાથે વાદવિવાદ થવાથી તેમની નારાજગી સહન કરવી પડશે. હરીફો માથું ઊંચકશે, નકારાત્મક વિચારોથી મન ઘેરાયેલું રહેશે. ધૈર્ય રાખવું.

 

Leave a Reply

error: Content is protected !!