ફોટા જોઇને વિશ્વાસ નહિ કરો કે આ આજકાલ ના યુવાનોની ફેવરીટ એક્ટ્રેસ છે

એક્ટ્રેસ અનુષ્કા શર્માની ગણતરી બોલિવૂડની વર્તમાન સફળત્તમ અભિનેત્રીઓમાં થાય છે. બોલિવૂડના ત્રણે ટોપ એક્ટર્સ અર્થાત્ ત્રણેય ખાન સાથે તેમણે હિટ ફિલ્મો આપી છે.પોતાના અભિનયના દમ પર તેમણે એકલેહાથે પણ ફિલ્મો હિટ સાબિત કરી બતાવી છે. હાલ તો અનુષ્કા શર્મા પોતાના લગ્નને લઇને વધારે ચર્ચામાં હતી.

ઇટાલીની એક વૈભવી રીસોર્ટમાં ક્રિકેટર વિરાટ કોહલી સાથે લગ્ન કરનાર અનુષ્કા હાલ તો પોતાની લાઈફમાં એકદમ સેટ નજર આવે છે પણ અમુક દિવસો એવા પણ હતાં જ્યારે અનુષ્કાને ટકવા માટે રીતસર સંઘર્ષ કરવો પડતો હતો. મોડેલિંગથી પોતાની કેરીયર આરંભનાર અનુષ્કાની લાઇફની કેટલીક અજાણી હક્કીકતો પણ જાણવા જેવી છે.

અનુષ્કાએ ‘બેન્ડ બાજા બારાત’, ‘બદમાશ કંપની’, ‘પટિયાલા હાઉસ’, ‘લેડીઝ વર્સેસ રિકી બહલ’, ‘જબ તક હૈ જાન’, ‘મટરૂ કી બિજલી કા મંડોલા’, ‘એનએચ ૧૦’, ‘યે દિલ હૈ મુશ્કિલ’ સહિત ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે.

૨૦૦૮માં ‘રબને બના દી જોડી’ ફિલ્મથી શાહરૂખ સાથે ડેબ્યૂ કરનાર અનુષ્કાએ પાછલાં નવ વર્ષમાં ઘણા ઉતાર ચડાવ જોયાં છે. પોતાનામાં પણ ઘણા બદલાવ આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે, આ ગાળામાં અનુષ્કાએ પોતાના હોઠોની સર્જરી પણ કરાવેલી, જેની લોકોએ મજાક ઉડાવેલી.

બેંગ્લોરમાંથી ગ્રેજ્યુએશન પુરુ કરીને અનુષ્કાએ મુંબઇની વાટ પકડી. અહીં Elite Model Management કંપની, જે મોડેલિંગ એજન્સી હતી; તેમાં અનુષ્કા જોડાઇ. અને મોડેલિંગ સ્ટાર્ટ કર્યું. અહીઁ મોડેલિંગ દરમિયાનની અનુષ્કાની કેટલીક તસ્વીરો આપ જોઇ શકો છો, જોઇને કદાચ વિશ્વાસ ના પણ આવે કે આ હાલની અનુષ્કા જ છે…!?

એક રોચક વાત પણ સાંભળી લો – અનુષ્કાના કહેવા પ્રમાણે મોડેલિંગમાં રેમ્પ વોક વખતે તે પોતાનું હસવું કોઇ વાતે રોકી શકતી નહી. ખબર નહી કેમ પણ તેને ખડખડાટ દાંત આવવાં માંડતાં! તેમને કહેવામાં આવેલું કે, કોઇ પણ રીતે તમારે હાસ્ય પર કાબૂ વર્તવો પડશે!

અનુષ્કા એક મધ્યમ વર્ગીય આર્મી પરીવારની સંતાન છે. જેમણે મોડેલિંગથી કરીયરની શરૂઆત કરેલી અને આજે બોલિવૂડની માંગ ધરાવતી અભિનેત્રી બની ચુકી છે. વળી, હવે અનુષ્કાએ સિધ્ધીનું એક વધારે સોપાન સર કરતાં ‘NH 10’ ફિલ્મનું નિર્માણ પણ કરેલું છે. આવી રીતે બોલિવૂડની યુવા નિર્માતા તરીકે પણ તે યાદ રહેવાની છે.

ઉલ્લેખ કરવો જરૂરી છે કે, એક્ટિંગ ઉપરાંત અનુષ્કાએ હાલ જ ક્લોથ ડિઝાઇનીંગના ફિલ્ડમાં પણ પગરવ માંડ્યાં છે. તેમણે થોડા વખત પહેલાં જ ‘નુશ’ નામે પોતાની સિગ્નેચર લાઇન લોન્ચ કરી છે.

Leave a Reply

error: Content is protected !!