તમે શ્રી અટલજી વિશે આ વાતો નહીં જાણતા હો – ક્લિક કરી ફોટો સફર કરો અને વાંચો

”કિસી કી બુરાઈ કરકે ચુનાવ જીતને સે અચ્છા હૈ ચુનાવ હાર જાના” આ શબ્દો હતાં ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયીજીનાં. તેઓ રાજકારણમાં માનવીય મૂલ્યોના રક્ષક હતા. તેઓ મસ્તમૌલા હતા. તેઓ નીડર હતા.

એક વખત તેઓ જમવાનું અધૂરું છોડીને હવાઈ યાત્રિકોનો જીવ બચાવવા દોડી ગયા હતા. વાત એમ છે કે એકવાર કોઈક ધુની માણસે અમૌસી એરપોર્ટ પર વિમાનને હાઈજેક કરીને રાખ્યું હતું. એના હાથમાં બૉમ્બ જેવી કંઈક વસ્તું હતી અને એણે શરત મૂકી હતી કે દેશના વડાપ્રધાન શ્રી અટલજી મને મળવા આવશે તો હું આ યાત્રિકોને મુક્ત કરીશ. અટલજી એકદમ બહાદુરીથી આ અજાણ્યા માણસ સુધી પહોંચી ગયા અને બધા વિમાન યાત્રિકોનો જીવ બચાવ્યો હતો. જોકે ત્યારબાદ પોલીસે એ વ્યક્તિને પકડી પાડ્યો હતો અને એની પાસેથી સુતળી બૉમ્બ જેવું કંઈક મળી આવ્યું હતું. શ્રી અટલજી વિશે જાણવા જેવી આવી તો ઘણી બધી વાતો છે. તો ચાલો જાણીએ એમના વિશે કેટલીક અજાણી વાતો…….

● 25 ડિસેમ્બર 1924માં જન્મેલા અટલજીએ ભારત છોડો આંદોલનથી ભારતીય રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.


● અટલજી વડાપ્રધાન તરીકે પોતાનો કાર્યકાળ પૂર્ણ કરનારા પ્રથમ બિનકોંગ્રેસી નેતા હતા.


● તેઓ વર્ષ 1984 થી એક કિડની પર જીવી રહ્યા હતા.

● અટલ બિહારી વાજપેયી ડીમેશિયા નામની ગંભીર બીમારીથી પીડીત હતા.


● પરમાણુ પરિક્ષણમાં પણ તેમનું મહત્વનું યોગદાન છે.


● અટલ બિહારી વાજપેયી એક પ્રખર અને શુદ્ધ નીતિમત્તા ધરાવતા રાજકારણી ઉપરાંત એક હિન્દી કવિ, પત્રકાર અને પ્રખર વક્તા તરીકે પણ જાણીતા હતા.


● 2014માં તેમને દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્ન વડે નવાજવામાં આવ્યા હતા.


● અટલ બિહારી વાજપેયી કુલ 10 વખત લોકસભા સાંસદ રહ્યા.

● તેમણે એક વખત સંયુક્ત રાષ્ટ્ર અધિવેશનમાં હિન્દીમાં ભાષણ આપ્યું હતું અને હિન્દી ભાષાનું ગૌરવ વધાર્યું હતું. વાજપેયી હિન્દીમાં ભાષણ આપનારા પહેલા વિદેશમંત્રી હતા.
● એમને રસોઈ બનાવવાનો ઘણો શોખ હતો જ્યારે પણ તેઓ રસોઈ બનાવતા ત્યારે તેઓ ગઝલ સાંભળતા.


● એક વેબસાઈટનાં દાવા મુજબ એમની કુલ સંપત્તિ 14 કરોડ રૂપિયા જેટલી છે.
● એમણે આજીવન લગ્ન નહોતા કર્યા.

मौत की उमर क्या है? दो पल भी नहीं,
ज़िन्दगी सिलसिला, आज कल की नहीं।

मैं जी भर जिया, मैं मन से मरूँ,
लौटकर आऊँगा, कूच से क्यों डरूँ?

तू दबे पाँव, चोरी-छिपे से न आ,
सामने वार कर फिर मुझे आज़मा।

— अटल बिहारी वाजपेयी

રાષ્ટ્રધર્મ અને રાજધર્મમાં અટલ-અડગ અને અવિરત એવા માં ભારતીના અનોખા સપુત અટલજીને અશ્રુભીની શ્રદ્ધાંજલિ.

Leave a Reply

error: Content is protected !!