આ રહ્યું માસિક રાશિફળ : ઓગસ્ટ 2018, આ 5 રાશિઓને ઘણાં ફાયદા થશે

ગણેશજી જણાવી રહ્યા છે આ મહિના દરમિયાન કઈ રાશિ માટે કેવી પરિસ્થતિ રહેશે. 12માંથી 5 રાશિના લોકો માટે મહિનો લાભદાયી રહેવાનો છે.

મેષ

મહિનાના પહેલા અઠવાડિયે તમારા વિચારો વધારે ચંચળ રહેશે. કોઈ પણ નિર્ણય લેતા પહેલા અન્ય લોકોનું માર્ગદર્શન અથવા સલાહ જરુર લો, તેનાથી ફાયદો થશે. વ્યવહારિક કાર્યો માટે બહાર યાત્રાનો કાર્યક્રમ બનશે. તમારી કોઈ મહત્વપૂર્ણ મીટિંગ અથવા કાર્યમાં સફળતા મળવાની સંભાવના છે. પ્રણયસંબંધમાં સફળતા મળશે. તમે કલાત્મક અંદાજમાં પ્રેમની અભિવ્યક્તિ કરી શકશો. ઉત્તમ ભોજનની પ્રાપ્તિ થશે અને નવા વસ્ત્રોની ખરીદી કરશો.

વૃષભ

નવા મહિનાની શરુઆતમાં તમે એક્ટિવ મોડમાં રહેશો. તમારા ભાવાત્મક સ્વભાવમાં પરિવર્તન જોવા મળશે. આ મહિનામાં સમિકરણ બદલાઈ શકે છે અને તે આપના માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. આ મહિનામાં તમારો કાર્યક્રમ ઘણો વ્યસ્ત રહેશે અને તમારા પોતાના માટે પણ તમે સમય નહીં કાઢી શકો. આ મહિનામાં તમે આ વર્ષ દરમિયાન ઘટી રહેલી ઘટનાઓનું મુલ્યાંકન કરશો અને 2019નું પ્લાનિંગ કરશો. આ મહિનામાં તમારા જૂના સંબંધીઓ અથવા બાળપણના મિત્રો સાથે મુલાકાત થશે.

મિથુન

મહિનાના શરુઆતમાં નબળાઈ લાગશે. ખાસ કરીને ખભાના સ્નાયુઓમાં પીડા, દાંતમાં દર્દ, ગળું છોલાવવાની સભાવના દેખાઈ રહી છે. સમય થોડો ખરાબ રહેશે. દરેક વાતમાં તકલીફ થઈ શકે છે. કોઈ પણ કામમાં ઉતાવળ ના કરો. નજીકની વ્યક્તિ દ્વારા આર્થિક વિષયમાં દગો થઈ શકે છે, સલાહ છે કે આર્થિક લેવડદેવડમાં સાવધાની રાખો. કોઈ કાર્યમાં ઉતાવળ કે મોડું થતું હોય તો સાવધાની રાખો. કોઈ દુર્ઘટનાની સંભાવના છે. મનમાં અશાંતિ બનેલી રહેશે. કામમાં મન નહીં લાગે.

કર્ક

મહિનાના પ્રારંભમાં તમને આર્થિક લાભ થશે અથવા આર્થિક યોજનાઓ બની શકે છે. રોકાણ દ્વારા આવકનો માર્ગ તૈયાર થશે, તમે રોકાણ કરશો. લોકોની સાથે તમારું કમ્યુનિકેશન વધશે અને તેનાથી લાભ થશે. બૌદ્ધિક કાર્યમાં સંલગ્ન થઈ શકશો. નાના પ્રવાસની સંભાવનાઓ છે. સ્વાર્થવૃત્તિમાં ઘટાડો થવાથી તમે અન્ય વ્યક્તિ માટે સેવા કાર્ય કરશો. નોકરી અથવા વ્યવસાયમાં સ્પર્ધાત્મક વાતાવરણ બનશે. કામકાજના પ્રયોજનના લીધે નાના યાત્રા પ્રસંગ બનશે. પ્રવાસ દરમિયાન લાભ થાય તેવા સંબંધો બંધાશે.

સિંહ

કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ, સન્માન તથા સાહસમાં વૃદ્ધિ થશે. તમારા વિરોધીઓ પણ તમારા કાર્યની પ્રશંસા કરશે. ઘરમાં વૃદ્ધ વ્યક્તિના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે. કોઈને આપલું ઉધાર નાણું કે ફસાયેલા રુપિયા પાછા આવશે. તમારી નવું કામ શરુ કરવાની પ્રેરણા જાગૃત થશે. અજાણી વ્યક્તિ સાવધાન રહેવું. શરુઆતના તબક્કામાં તમારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચી શકે છે. તમને ક્યાંકથી અશુભ સમાચાર મળી શકે છે.

કન્યા

મહિનાની શરુઆતમાં તમે રોમાન્સની અનુભૂતિ કરશો. તમારા વિપરિત લિંગવાળી વ્યક્તિ પ્રત્યે આકર્ષણ વધશે અને તમે અન્ય વ્યક્તિઓને આકર્ષિત કરવામાં સફળ થશો. નિશ્ચિત રીતે તમે મુલાકાતો અને નવા સંબંધોમાં વધારે વ્યસ્ત રહેશો. જીવનસાથી સાથે ઉત્તમ સમય પસાર કરશો. જોકે, પંચમ સ્થાનમાં સ્થિત મંગળ અને કેતુની યુતિના કારણે તમારી વાણી અને ક્રોધ પણ નિયંત્રણ રાખવું. તમારા મનમાં શંકા કુશંકાઓ રહી શકે છે. અતિ વ્યસ્તતાના કારણે થાકનો અનુભવ થશે. કોઈ મહત્વપૂર્ણ નિર્ણ લેવાથી બચો.

તુલા

આ મહિનામાં વિપરિત લિંગવાળી વ્યક્તિ પ્રત્યે આકર્ષણ, ભોગ-વિલાસ અને વિલાસિતાપૂર્ણ જીવનશૈલીની લાલસા વધારે રહેશે. આ કારણે વિપરિત લિંગવાળી વ્યક્તિ પાછળ વધારે ખર્ચ થવાની સંભાવના રહેલી છે. ઘરને સુવ્યવસ્થિત કરવામાં સમય પસાર થશે. જૂના પરિચિતો સાથે મુલાકાત થશે. પારિવારિક જવાબદારી સારી રીતે ભજવી શકશો. ઘર માટે કોઈ નવો સામાન ખરીદશો. મહિનાના ઉત્તરાર્ધમાં તમે સામાજિક જવાબદારી પ્રત્યે જાગૃત રહેશો. તમારામાં પરોપકારની ભાવના વધશે, જેના કારણે નિસ્વાર્થ ભાવે મદદ કરશો. કોઈ જરુર મંદની મદદ કરશો..

વૃશ્ચિક

આ મહિને વધારે સમય તમારા મનમાં રોમાન્સની ભાવનાથી તલ્લીન રહેશો. વિવાહ ઈચ્છુક જાતકો માટે આશાવાળો સમય રહેશે. લાભ પ્રાપ્ત કરવા માટે કેટલીક તકો તમારી સમક્ષ આવશે. તમારી વ્યવહાર કુશળતાના કારણે તમે સમયને તમારા પક્ષમાં લઈ શકશો. કોઈ સારી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી શકશો. તમારા જમા ધનમાં વૃદ્ધિ થઈ શકે છે. પ્રોફેશનલ મામલે મહિના દરમિયાન ખર્ચ થશે. કામકાજની ભાગદોડ રહેશે. જોકે, કાર્યને યોગ્ય પરિણામ મળશે. રાજકીય કામ કોઈ અડચણ વગર પૂર્ણ થઈ જશે.

ધન

મહિનાના પહેલા ભાગમાં કેટલીક કઠણાઈઓ આવી શકે છે. સરકારી અને કાયદાકીય તકલીફોમાં તમે ફસાઈ શકો છો. ટેક્સ અને સરકારી તપાસ સબંધિત કાર્યોમાં સમય ખરાબ થઈ શકે છે. પૈતૃક સંપત્તિ સંબંધિત સમસ્યા માટે આશાઓથી ભરેલો સમય નહી રહે. આવકમાં વૃદ્ધિ માટે કોઈ યોજના પર વિચાર કરશો અને અમલમાં મૂકશો. યાત્રા દરમિયાન કષ્ટ આવી શકે છે. જીવનમાં કોઈ પ્રકારની મુશ્કેલી આવી શકે છે. જમીન મકાનમાં રોકાણ કરશો. બીજા પર આંધણો વિશ્વાસ કરવાની ભૂલ કરવાના બદલે સંપૂર્ણ રીતે સમજી વિચારીને આગળનું પગલું ભરજો.

મકર

આ મહિને તમે વિદેશ જવાના કે અંતરિયાળ વિસ્તારની યાત્રા કરવાનો વિચાર કરશો, તમારી ઈચ્છા ફળીભૂત થઈ શકે છે. તમને કલાત્મક વિષયો, પેઈન્ટિંગ, ક્રાફ્ટિંગ વગેરેનો શોખ છે અથવા તેની સાથે જોડાયેલા રહેવાથી ઉત્તમ લાભ થવાની સંભાવના દેખાઈ રહી છે. સર્જનાત્મક વિષયોના ઉચ્ચ અધ્યયનમાં ઉત્તમ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી શકશો. ભાગ્યનો પણ સાથ મળશે. દાંપત્યજીવનમાં મોટો પ્રશ્ન ઉભો થશે. જે જાતકોને બ્લડપ્રેશરની તકલીફ છે તેમણે સાવધાની રાખવી પડશે. મોટી ઉંમરની વ્યક્તિએ પોતાનું ધ્યાન રાખવું.

કુંભ

આ મહિનાની શરુઆતમાં કોઈ એક સંતાન પાછળ ખર્ચ વધી શકે છે. સંતાનના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. સટ્ટાબાજી સંબંધિત કામ સાથે જોડાયેલા જાતકો કામ પ્રત્યે સતર્ક રહે. ખોટી જગ્યાએ નાણાંનું રોકાણ ના થઈ જાય તેનું ધ્યાન રાખવું. ટીમ વર્કથી કામ કરવાનું હોય ત્યાં વધારે ગુસ્સે થવાના બદલે વિનમ્રતાથી કામને સરળ બનાવો. તમને શરદી, કફ જેવી બીમારી થઈ શકે છે. સ્કીન એલર્જી, ગુપ્તભાગોની સમસ્યા, સ્નાયુઓ સંબંધિત સમસ્યાથી પરેશાન થઈ શકો છો.

મીન

આ મહિને તમારો સરળ અને આનંદપૂર્ણ સ્વભાવ જીવનની પૂરી મજા લેવામાં સહોયગી બની શકે છે. આ મહિને તકલીફએ છે કે, સૂર્ય-રાહુની સાથે છે જેના કારણે વાસ્તવિકમાં તમારે રમવા માટે મેદાન મેળવવા માટે એટલે કે પોતાની ભૂમિકા ભજવવા માટે વધારે મહેનત કરવી પડશે. પણ ચિંતા ના કરો, ગણેશજીના આશિર્વાદથી તમે સ્થિતિને સંભાળી શકશો. આ મહિને શક્ય હોય તો લોન, ક્રેડિટ કાર્ડના ઉપયોગથી દૂર રહેવું ઉત્તમ છે. નાની-નાની વાતો તમને પરેશાન કરી શકે છે. કલ્યાણ કેન્દ્ર, હોસ્પિટલ, ધાર્મિક સ્થળો પર જવાના કાર્યક્રમ બનશે.

 

Leave a Reply

error: Content is protected !!