કરીના એ આ સુપ્રસિદ્ધ અભિનેતા ને પોતાનો ભાઈ છે એવું કહેલું – ક્લિક કરી હકીકત વાંચો

કરીના કપૂરની ગણતરી બોલિવૂડની સફળત્તમ અભિનેત્રીઓમાં થાય છે. પાંચ વર્ષ સુધી ચાલેલા લાંબા અફેર બાદ તેમણે ૨૦૧૨માં સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યાં. લગ્ન પછી કરીનાએ વધુ પડતી ફિલ્મો કરી નથી. જો કે, કરીના બોલિવૂડના લગભગ બધાં ડાયરેક્ટર અને હરેક એક્ટર સાથે કામ કરી ચૂકી છે.

સ્વાભાવિક છે કે, ફિલ્મોમાં હિરોઇને એક્ટર સાથે રોમાન્ટીક સીન પણ કરવા પડતાં હોય છે. અમુક ફિલ્મો તો આખેઆખી આવા સીન પર જ દર્શકોની નજરો રૂપી હોડીથી ભવસાગર તરી જતી હોય છે! પણ અત્યારે તો મોસ્ટલી બધી જ ફિલ્મોમાં એકાદ રોમાન્સ સીન તો હોય જ છે. કરીનાના કિસ્સામાં, ત્યારે લગભગ બધાં લોકો સ્તબ્ધ રહી ગયેલાં જ્યારે તેમણે એક એક્ટર સાથે કોઇપણ રોમાન્ટીક સીન કરવાનો સાફ નનૈયો ભણી દીધેલો! જાણો છો કોણ એ અભિનેતા હતો જેની સાથે કરીના રોમાન્સ કરવા માંગતી નહોતી? નહી! તો જાણી લો :

એ એક્ટર એટલે અભિષેક બચ્ચન..! અને જે ફિલ્મ હતી તે કરીનાના કરીયરની પ્રથમ ફિલ્મ ‘રિફ્યૂજી’ હતી. ૨૦૦૦માં જે.પી.દત્તાની આ ફિલ્મ દ્વારા કરીનાએ ફિલ્મી દુનિયામાં ડેબ્યૂ કરેલ. ફિલ્મના શૂટીંગ દરમિયાન કરીનાએ અભિષેક સાથે રોમાન્ટીક સીન કરવાની ના પાડી દીધી હતી.

ઉલ્લેખનીય છે કે, કરીના અને સૈફ અલી ખાનના લગ્નને પાંચ વર્ષ જેટલો સમય વીતી ચુક્યો છે. બંને વચ્ચે ઉંમરમાં ઘણું અંતર હોવા છતાં તેમણે શાદી કરેલી અને આજે તેમને તૈમૂર નામનો ‘જગફેમસ’ પુત્ર પણ છે. ‘રિફ્યૂજી’ ફિલ્મમાં અભિષેક સાથે રોમાન્સ સીન ભજવવાની ના પાડતા કરીનાએ જણાવેલ કે, “તે મારા ભાઈ જેવો છે. હું તેની સાથે કેવી રીતે રોમાન્સ કરી શકું?”

‘રિફ્યુજી’ ફિલ્મમાં અભિષેક-કરીના ઉપરાંત, જેકી શ્રોફ, સુનીલ શેટ્ટી અને અનુપમ ખેર જેવા સ્ટાર્સ પણ હતાં. અલબત્ત, ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કશું ઉકાળી શકી નહોતી પણ કરીના માટે તે ફળદાયી સાબિત થયેલી. આ ફિલ્મ માટે તેમને ‘બેસ્ટ ડેબ્યૂ એક્ટ્રેસ’નો ફિલ્મ ફેયર મળેલો.

કરીનાએ કરેલી આ વાતનો ખુલાસો અભિષેક બચ્ચને કરેલો. સિમી ગ્રેવાલના એક શોમાં કરીના પહોંચેલી ત્યારે સિમીએ અભિષેકને વિડીયો કોલ કરેલો. જેમાં આ વાતનો ખુલાસો અભિષેકે કરેલો કે, કરીના પોતાને ભાઇ સમાન માનતી હોઇ તેણે રોમાન્ટીક સીન આપવાનો ઇન્કાર કરી દીધેલો અને આ બાબતે ડાયરેક્ટર સાથે પણ વાત કરી હતી.

આ એપિસોડ પણ હાલ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. ‘રિફ્યુજી’ ફિલ્મ ભલે બોક્સ ઓફિસ પણ ખાસ કમાણી ના કરી શકી હોય પણ તેના ગીતો લોકો આજે પણ પસંદ કરે છે. ઉલ્લેખનીય છે કે, લગ્ન બાદ બોલિવૂડ તરફ બહુ ધ્યાન ના આપનાર કરીના હમણાં જ તેની ‘વીરે દિ વેડીંગ’ ફિલ્મ દ્વારા કમબેક કરી ચૂકી છે. ફિલ્મમાં તેની સાથે સોનમ કપૂર પણ છે.

Leave a Reply

error: Content is protected !!