ખુશી કપૂરનો આ ફોટોશૂટ જોઇને લાગશે કે નાની બહેન જહાનવી ને ટક્કર મારે છે

સદાબહાર અભિનેત્રી શ્રીદેવીના નિધનના સમાચાર થોડા સમય પહેલાં બોલિવૂડ જગતમાં આંચકો આપી ગયેલા એ વાત હજુ બધાંને યાદ છે. ઉલ્લેખનીય છે કે, શ્રીદેવની બે દિકરીઓ પણ હવે ધીમેધીમે આ શોકમાંથી બહાર આવી રહી છે. બોની કપૂર સાથે લગ્ન બાદ શ્રીદેવીએ જાહ્નવી કપૂર અને ખુશી કપૂરને જન્મ આપેલ. આજે આ બંને યુવતીઓ પ્રખ્યાતી પ્રાપ્ત કરી ચુકેલ છે.

જાહ્નવી કપૂર ફરીવાર ફિલ્મોના શૂટીંગમાં વ્યસ્ત થઇ ચુકેલ છે પણ હવે શ્રીદેવીની નાની દિકરી ખુશી કપૂર પણ આજકાલ સોશિયલ મીડિયા પર બહુ ચર્ચામાં છે. તેમણે તાજેતરમાં કરાવેલ ફોટોશૂટ તેમની પ્રખ્યાતી માટે કારક બનેલ છે. લોકો ચર્ચા કરવા લાગ્યાં છે કે, ખુશી કપૂર ગ્લેમરસના મામલે જાહ્નવી કપૂરને પણ પાછળ છોડી દે તેવી સાબિત થઇ ચુકી છે! ખુશી કપૂરે તાજેતરમાં કરાવેલ ગ્લેમરસ ફોટોશૂટ એની ગ્લેમરસ તસ્વીરો પર ચાર ચાંદ લગાવે છે. ચારે તરફ ખુશી કપૂરના ફોટોશૂટની ચર્ચા છે ત્યારે ચાલો જાણીએ શ્રીદેવીની આ નાની પુત્રીના એ રાઝનું રહસ્ય –

જાહ્નવી કપૂર પોતાની ફિલ્મોના શૂટીંગમાં વ્યસ્ત થઇ ચુકી છે તો ખુશી પણ પોતાના ભણતર પર ફોકસ કરી રહી છે. હાં, તેમને મોડેલીંગ ફિલ્ડનો શોખ હોઇ ઘણીવાર ગ્લેમરસ ફોટોશૂટ કરાવે છે. હાલમાં જ તેણે કરાવેલ ફોટોશૂટ એમને ગ્લેમરસનો નવો અવતાર કહી શકાવવા સમર્થ છે. ફિલ્મોમાં એન્ટ્રી વિશે ખુશીને પુછવામાં આવતાં તે હસીને કહી દે છે કે, હમણાં તો ભણવાનું કરું છું – બોલિવૂડનું પછી વિચારીશ!

શ્રીદેવીના મૃત્યુ પછી હવે કપૂર ખાનદાનમાં બગડેલા સબંધો સંધાવા લાગ્યાં છે. અર્જુન કપૂર પણ હવે જાહ્નવી અને ખુશીની ચિંતા માથે લઇને ફરતાં નજર આવી રહ્યાં છે. હમણાં જ એમની બહેનને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી તો અર્જુને ખાઇપીને ટ્રોલર્સને લતાડ્યાં છે. લાગે છે ભાઇ-બહેનોની નજીકતા હવે થશે. શ્રીદેવી જીવિત હોત તો આ સંધાયેલા સંબધો જોઇ કદાચ ખુશ થાત!

ખુશી કપૂર હાલમાં કરાવેલ ફોટોશૂટમાં એની સુંદરતા આપ જોઇ શકો છો. આ ડ્રેસમાં તે ઘણી ગ્લેમરસ લાગી રહી છે. લોકોની માન્યતા મુજબ, ભણતર પુર્ણ કરીને તે ચોક્કસ પણે બોલિવૂડમાં એન્ટ્રી મારશે. હવે તેની ફેન ફોલોઇંગ પણ વધી રહી છે. ખુશીનો લૂક જોઇને હરેક વ્યક્તિ કહી શકે કે, તે ઘણી ગ્લેમરસ દેખાઇ રહી છે.

ખુશીના આ લૂકની પ્રશંસા થઇ રહી છે. એ જ રીતે જે ડ્રેસ એણે પહેર્યો છે એ પણ બિલકુલ એને ફિટ બેસે છે. અને એવો જ પોઝ પણ છે. આ પોઝને લઇને ઇન્સટાગ્રામ પર એના ફોલોવર્સ ટૂંક સમયમાં જ વધી ચુક્યાં છે. જાણકારી મુજબ ખુશી પોતાનું ભવિષ્ય મોડેલિંગ ફિલ્ડમાં કરવા માંગે છે. એવામાં એ જોવું દિલચસ્પ રહેશે કે, એ માત્ર મોડેલિંગ જ કરી રહેશે કે બોલિવૂડમાં પણ કારકિર્દી બનાવશે!

Leave a Reply

error: Content is protected !!