પાકિસ્તાની છોકરીઓ ભારતીય છોકરાઓ સાથે લગ્ન કરવાનું પસંદ કરે છે – કારણ વાંચવા જેવું છે

હાલમાં જ એક થોડો વિચિત્ર અને માનવામાં ના આવે એવો ખુલાસો થયો છે. વાત જાણે એમ છે કે, એવી સાબિતી મળી છે કે લગભગ હરેક પાકિસ્તાની યુવતી હિન્દુસ્તાની યુવાન સાથે લગ્ન કરવા માંગે છે! ઘણાં અખબારો અને અન્ય એજન્સીઓ દ્વારા કરવામાં આવેલા સર્વે પરથી આ તથ્ય બહાર આવ્યું છે. સર્વેના કહેવા પ્રમાણે, હરેક પાકિસ્તાની યુવતીના સપનાંનો રાજકુમાર હિન્દુસ્તાની યુવક જ હોય છે.

આ કારણથી હિન્દુસ્તાની યુવકો હોય છે પ્રથમ પસંદ –

સર્વે દ્વારા ચોક્કસ ચોંકાવનારી બાબતો સામે આવી છે તો આ બાબતનું કારણ શું છે એ પણ સર્વેમાં જણાવવામાં આવેલ છે. પ્રથમ કારણ આ પ્રકારે છે કે, હિન્દુસ્તાની સાસુ પાકિસ્તાની સાસુ કરતાં વધારે પ્રેમ આપનારી હોય છે. આમ તો ટીવી સિરીયલોમાં જોવા પ્રમાણે હિન્દુસ્તાની સાસુઓ પણ કઠોર હોય છે પણ પાક.સાસુઓ તો વહુની પાસે પગ દબાવવા જેવા કામને જલીલ સમજે છે. આ કારણ હોય શકે પાકિસ્તાની યુવતીઓની પસંદ હિન્દુસ્તાન હોવાનું.

બીજું કારણ અલબત્ત પતિ જ છે. ભારતીય પતિઓ યુવતીઓની સારી રીતે સંભાળ રાખનાર હોય છે. આ સબંધ જ સર્વોપરી માનનારા હોય છે. જ્યારે પાકિસ્તાનમાં યુવતીની ફરજ છે કે, તે પોતાના પતિને ખુશ રાખે. પોતાની સમસ્યાઓ મનમાં જ રાખીને પતિને ગમતું જ તે કરે. આ એક પ્રકારની ફરજ પણ બતાવવામાં આવી છે. સ્વાભાવિક છે કે, જ્યારે ફિલ્મોમાં તે ભારતીય પતિને જોતી હશે ત્યારે પોતાના પાકિસ્તાની હોવા પર પસ્તાવો થતો હશે!

પાકિસ્તાનમાં છે દહેજરૂપી દાનવ –

દહેજની પ્રથા હાલના યુગમાં દાનવી પ્રથા ગણાય છે. અલબત્ત, ભારતમાં પણ એ પ્રથા હતી અને હજુ અમુક છેવાડાના ઇલાકાઓમાં છે જ્યાં હજુ સુધારાનો વાયુ વાયો નથી. પરંતુ એ પાકિસ્તાન જેટલું નહી. પાકિસ્તાનમાં આ પ્રથા કંઇક વધારે પડતી જ અમલી છે. અહીં શાદી વખતે કન્યાપક્ષે વરપક્ષ દ્વારા મોં માંગેલી રકમ દેવી પડે છે. એમાંયે જો ઓછું રહી ગયું હોય તો શાદીના વર્ષો બાદ પણ પતિ ગમે ત્યારે તલાક આપી દે એનું કંઇ નક્કી નહી.

ચોથું કારણ છે ફેમિલી પ્લાનીંગ. ભારતમાં નાનું કુટુંબ-સુખી કુટુંબની વિભાવનાને ભલે લોકો સમજતાં થયા છે પણ પાકિસ્તાનમાં હજી પણ પત્નીને સંતાનો પેદા કરવાના મશીન તરીકે સમજવામાં આવે છે. આ જ કારણ છે કે, અહીં ૨૫ વર્ષની યુવતી પણ ૫ સંતાનોની માં હોય છે!

એ પછીનું પાંચમું કારણ છે હિન્દુસ્તાની યુવકોની શિક્ષા અને એના વિચાર. હિન્દુસ્તાની યુવકો ભણવાની સાથે પોતાના ભવિષ્યનું પ્લાનિંગ પણ બનાવે છે. જ્યારે ઘણાં પાકિસ્તાની યુવકો મોટા થઇને કોઇને ત્યાં નોકર રહે છે અથવા તો ટેક્સી ચલાવે છે.

ઉપર્યુક્ત કારણોને લીધે એવું માનવામાં આવે છે કે, પાકિસ્તાની યુવતીઓની વધારે પડતી પસંદ હિન્દુસ્તાની યુવકો જ હોય છે.

Leave a Reply

error: Content is protected !!