આવી હોય છે ધનવાન લોકોની હસ્તરેખા – જાણી લો તમારે ધનપ્રાપ્તિ નશીબમાં છે કે નહિ

કોઇપણ વ્યક્તિના હાથની હથેળીમાં અંકિત થયેલી રેખાઓ પરથી તે વ્યક્તિના ભૂત,ભવિષ્ય અને વર્તમાનનો અંદાજો તારવી શકાય છે. આ છે હસ્તરેખા જ્યોતિષ. સરળ શબ્દોમાં કહો કે, હસ્તરેખા જ્યોતિષ એટલે ભવિષ્ય જણાવવાની પ્રાચાની પધ્ધતિ.

હરેક વ્યક્તિના હાથમાં હથેળીની રેખાઓ સમાન રીતે પથરાયેલી નથી હોતી. તમે જોયું જ હશે કે, કોઇ વ્યક્તિની હથેળીમાં અમુક રેખા હોય છે એ જ રેખા બીજા વ્યક્તિની હથેળીમાં હોતી પણ નથી. હસ્તરેખાઓ જીવનના અલગ-અલગ ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરે છે. આ રેખાઓમાં ભાગ્ય રેખા, પ્રેમ રેખા, જીવન રેખા ઇત્યાદિ મુખ્ય છે.

આજે અમે તમને જણાવી રહ્યાં છીએ એવી રેખાઓ વિશે જે દરેક વ્યક્તિના હાથમાં નથી હોતી. હોય છે તો એવા વ્યક્તિના હાથમાં જે પોતાની લવ લાઈફ માટે સંવેદનશીલ અને અસુરક્ષિત હોય પણ એમના જીવનમાં ધન પ્રાપ્તિના પુષ્કળ યોગ રહેલાં હોય! તમે આ રેખાઓ જોઇને અંદાજો લગાવી શકશો કે તમારા જીવનમાં ધનપ્રાપ્તિના યોગ છે કે નહી. સવાલ એ થાય કે, એવી કઇ રેખાઓ છે? તો જાણી લો નીચેનો માહિતીરૂપી જવાબ :

હથેળીમાં ‘X’ રેખાની હાજરી હોવી –

ઘણા લોકોના હાથની હથેળીમાં એક રેખા બીજી રેખાને કાપતી પસાર થતી હોય છે. આથી ‘X’નું નિશાન બને છે. જો આપના પરીવારમાં પણ એવી કોઇ વ્યક્તિ છે તો સમજી લેજો એ ઘણી જ નસીબદાર છે. એને પૈસાની કોઇ કમી રહેવાની નથી. ધનની કૃપા એની પર ઉતરવાની છે. આવા લોકો ખુબ જ શાંત સ્વભાવના અને સ્વપ્નમાં પણ કોઇનું હલકું ના વિચારનાર હોય છે. એમને પરીવાર અને લગ્નજીવનમાં પણ ભરપૂર પ્રેમ મળે છે. વળી, એમની પાસે જમીન જાયદાદની કોઇ કમી નથી હોતી.

હાથની રેખાઓમાં ‘M’ ચિહ્ન બનવું –

અધિકત્તર વ્યક્તિઓના હાથમાં ‘M’ આકારનું ચિહ્ન બનતું જ હોય છે. આવા લોકો થોડા અલગ પ્રકૃતિના હોય છે. તેઓ એટલા જીદ્દી હોય છે કે, પોતે એકવાર જે કરવા ધારી લીધું તે ધારી લીધું! પછી એ કોઇનું સાંભળતા નથી. માત્ર પોતાના બનાવેલા રસ્તા પર જ તે ચાલવાનું પસંદ કરે છે. ભલે એ રસ્તો ચાહે લાખ મુસીબતવાળો કેમ ના હોય? હાં, એક દિવસ દિમાગના અભાવમાં અને જીદ્દ પરની અડગતામાં આ માણસો સફળ જરૂર થાય છે. પોતાના બળ પર પૈસો બનાવીને દુનિયાને દેખાડી જરૂર દે છે. સાંસારીક રીતે તે રોમાન્ટિક હોય છે.

હથેળીમાં ત્રિકોણનું ચિહ્ન બનવું –

જે વ્યક્તિના હાથની હથેળીમાં જીવનરેખા અને મસ્તિષ્ક રેખા સમન્વય સાંધીને ત્રિકોણનું નિશાન બનાવે છે તે વ્યક્તિના જીવનમાં ધનનો પ્રભાવ વધે છે. આવા લોકો આત્મવિશ્વાસથી ભરપૂર હોય છે. સમય સમય પર તેમને ધનની પ્રાપ્તિ થતી રહે છે. આ લોકો પોતાના સાથીને અને પરીવારને બેહદ પ્રેમ કરનારા હોય છે. ટૂંકમાં, આવા વ્યક્તિઓ એકદંરે સુખી લાઇફ જીવે છે.

હથેળીમાં શનિ પર્વતનું નિશાન હોવું –

ઘણાં લોકોની હથેળીમાં ઉપરની તરફ મધ્ય આંગળીઓની નીચે બે કે તેથી વધારે રેખાઓ મળીને શનિ પર્વત જેવું ચિહ્ન બનાવે છે. આવા લોકોને જીવનમાં સુખ અને શાંતિથી પ્રભાવી પ્રાપ્તિ થાય છે. બહુ દયાળુ કિસ્મના આ લોકો ઘણાં દયાળુ હોય છે અને દાન-પુણ્યમાં માને છે. કોઇનું દિલ દુભાવનાર આ વ્યક્તિઓ ઘણાં દયાળુ સ્વભાવના અને બધાંનું સન્માન કરનારા હોય છે.

Leave a Reply

error: Content is protected !!