આખરે તબ્બુએ રાઝ ખોલ્યું – આ બોલીવુડ એક્ટરને કારણે હજુ અપરણિત છે

પ્રસિધ્ધી વધે એમ વિવાદો વધે એ કથન બોલિવૂડમાં સત્ય ઠરે છે. ઘણા એક્ટરો માટે કાયમ વિવાદોના વાદળ છવાયેલા હોય છે તો ઘણા ક્યારેક જાણતા કે અજાણતા જ વિવાદોમાં ઘેરાય જાય છે. અમુક લોકોને દેખાડવા માટે વિવાદોમાં ઘેરાય છે કે, મારી પણ કોઇ નોંધ લે! બોલિવૂડ અભિનેત્રીઓ વધારે પોતાના સબંધોને લઇને વિવાદોમાં સપડાતી હોય છે. એવા બયાનો આપે છે જે વિવાદો ઉભા કરવાને કારણભૂત હોય છે.

તબ્બૂએ ૨૫ વર્ષ બાદ કહ્યું પોતાના કુંવારાપણનું રાજ! –

તબ્બુ વર્તમાન બોલિવૂડ જગતની મશહૂર અભિનેત્રીઓમાંની એક છે. અનેક કલાકારો સાથે એમણે સ્ટેજ શેર કરેલ છે, ફિલ્મો આપેલ છે. ‘હૈદર’ ફિલ્મમાં તેણે કરેલ જબરદસ્ત પર્ફોમન્સ દ્વારા એ સાબિત કરી આપેલ કે, ફિલ્મોથી દુર રહેવા છતાં એનામાં અભિનય ક્ષમતા હેમખેમ છે. નાનકડા રોલથી માંડીને લીડ રોલ સુધી તબ્બુ પોતાની ભૂમિકા બરાબર નિભાવી જાણે છે.

તબ્બૂની ઘણા ફિલ્મી એક્ટરો સાથે કેમેસ્ટ્રી ચાલી હતી. અમુક કિસ્સા તો ચર્ચામાં પણ રહ્યાં હતાં. એકંદરે ઘણા સમયથી બોલિવૂડમાં કામ કરનારી તબ્બૂએ હજી સુધી લગ્ન નથી કર્યા. ઉલ્લેખનીય છે કે, તેની ઉંમર હાલ ૪૫ વર્ષ છે. તબ્બૂ સાથેની સમવયસ્ક લગભગ બધી અભિનેત્રીઓ અત્યારે ઘરબા’ર બાંધીને ઠરીઠામ થઇ ચૂકી છે.

શા માટે તબ્બૂએ હજી સુધી લગ્ન નથી કર્યાં? એની ઇચ્છાથી જ કે પછી કોઇ બીજું કારણ પણ તેના માટે જવાબદાર છે? હવે ૨૫ વર્ષ બાદ તબ્બૂએ આ પ્રશ્ન ઉપરથી પડદો હટાવી દીધો છે. આખરે તબ્બૂ રાઝ જણાવી જ દીધું લગ્ન ના કરવાનું :

અજય દેવગણને લીધે નથી કર્યા લગ્ન! –

તબ્બૂએ પોતાના અવિવાહીત હોવાનું કારણ કોઇ બીજાને નહી પણ અજય દેવગણને જ ગણાવેલ છે…! જી હાં, તબ્બૂ અજયને લીધે જ લગ્ન નથી કરી શકી. તબ્બૂ કહે છે કે, તે ઉમ્મીદ કરી છે કે અજય દેવગણે જે મારી સાથે કર્યું એનો કદાચ એને જરાયે અંદાજો હોય! તબ્બૂએ આ વાત એક ઇન્ટરવ્યૂમાં કરેલી.

તબ્બૂએ જણાવેલ કે, તે અજયને પાછલાં ૨૫ વર્ષથી ઓળખે છે. તબ્બૂના કહેવા પ્રમાણે, અજય દેવગણ તેમના કઝીન સમીર આર્યનો પડોશી હોવા ઉપરાંત, પોતાના સારો એવો દોસ્ત પણ છે. અજય દેવગણ તબ્બૂના જીવનમાં એ સમયથી જ છે જ્યારે તબ્બૂએ પોતાના ફિલ્ડમાં આગળ વધવાનું શરૂ કરેલ.

તબ્બૂ જણાવે છે, “અજયે જ અમારા સબંધોની શરૂઆત કરેલી. એ દિવસોમાં મારો કઝીન સમીર અને અજય મારી પણ સતત નજર રાખતા હતાં અને હરેક જગ્યાએ મારી પાછળ આવતા હતાં! જ્યારે પણ કોઇ યુવક મારી સાથે વાત કરવાની કોશિશ કરતો, તે બંને એને ઘસી નાખવાની ધમકી આપી દેતાં. બંને ઘણા બદમાશ હતાં. આજે હું સિંગલ છું તો એનું કારણ અજય જ છે!”

ઇમોશનલ કર દીયા,યાર…! ચાલો ત્યારે આર્ટીકલ સારો લાગ્યો હોય તો તબ્બૂ બહેનના નામે એકાદ મિત્રને પણ શેર કરી દેજો. ધન્યવાદ!

Leave a Reply

error: Content is protected !!