વોટ્સએપ ધારકો આટલું જાણી લો પછી જ શેર કરો ફોટાઓ અને મેસેજ

વોટ્સએપ ધારકો ખાસ ધ્યાન આપો

તમારા માટે આ જાણવું ખાસ જરૂરી છે

★ પેલી ખોવાયેલી માર્કશીટો અને અગત્યના કાગળો એના માલિકો સુધી પહોંચી ગયા છે.

★વરસો પહેલા ખોવાયેલા બાળકો અને વ્યક્તિઓ મળી ગયા છે. એમાં ના ઘણા બાળકો તો આ સીઝન માં પરણી પણ ગયાં.

★ જયારે કોઈ અકસ્માત થાય ત્યારે ત્યાં પહેલા પહોંચનાર દસ માંથી સાત જણ નો પહેલો પ્રશ્ન હોય છે કે “108ને ફોન કર્યો?” અને 108 ટાઇમસર આવે જ છે. અને સ્થાનિક પોલીસ પણ મૃતક કે ઇજાગ્રસ્ત પાસે થી કે વાહન માંથી મળેલ કાગળો પર થી એમના સગાને જાણ કરે જ છે. નકામા લાશોના ફોટા વાયરલ ના કરશો. મોત નો મલાજો જાળવો.

★ દેશ માં મોટી રેલ દુર્ઘટના થાય તો અડધા જ કલાક માં તમામ ન્યુઝ ચેનલ પર ‘બ્રેકીંગ ન્યુઝ’ આવે જ.. એટલે પેલા કોક જુના ટ્રેન એક્સીડેન્ટ ના પડી રહેલ ફોટા વિડિઓ અકસ્માત નું સ્થળ બદલી ને આવે કે ફોરવર્ડ કરવાની ખુજલી ઉપડે તો પહેલા એકવાર ટીવી જોઈ લેજો.

★ નરેન્દ્ર મોદી પાસે બીજા બહુ મહત્વના કામ છે. એ આપણી જેમ આખો દિવસ વોટ્સએપ ને ફેસબુકમાં મોઢું ઘાલી ને નથી બેસી રહેતા. એટલે ” ઇસે ઇતના શેર કરો કી પ્રધાનમન્ત્રી તક પહોંચ જાયે” જેવા શૂરાતન માં આવી ને જેવા તેવા વિડિઓ ફોરવર્ડ ના કરશો.

★વોટ્સએપ કે ફેસબુક પર વિડિઓ કે ફોટો શેર કરવા થી કોઈ ને એક રૂપિયા ની મદદ મળતી નથી. હા, આપણો ડેટા વપરાય છે. એટલે ગરીબ, બીમાર, વૃદ્ધ ના ફોટા ને વિડિઓ આવી લાલચ માં ફોરવર્ડ ના કરશો કે ‘એક શેર કરો તો એને એક રૂપિયો મળે”

★આંખો ઉલાળતી છોકરી, મોટીવેશનલ વક્તાઓ ના (તમને ગમ્યા એટલે બીજાને ગમશે એવુ માની ને) વિડિઓ, બાપની નનામી રોકાવીને કોઈ પંદર લાખની ઉઘરાણી કરે એવી (અવાસ્તવિક) કથાઓ, અને એવું બધું ઘણું જે ખૂબ વાયરલ થાય છે તે તમારાથી પણ વધુ ઉત્સાહીઓ એ અમને મોકલી દીધું હોય છે એટલે વાંચી ને. કે વાંચ્યા વગર ડીલીટ જ કરી દેજો.

★ભારતના તમામ ધર્મગ્રંથો, શાસ્ત્રો, વેદ પુરાણો માં દાન પુણ્ય, દયા કરુણા નો ઉલ્લેખ છે. પણ ક્યાંય વોટ્સએપ કે ફેસબુક નો ઉલ્લેખ નથી. આથી “આ ફોટો કે મેસેજ દસને મોકલો ને સારા સમાચાર મળશે” એ અંધશ્રદ્ધા જ છે. તમારી પાસે જ રાખજો. અમને ના મોકલશો.

★વર્ષો જૂની ઘટનાઓ પર એક્શન લેવાઈ જતા હોય છે ને લોકો ભૂલી પણ ગયા હોય છે.જ્યારે કોક અક્કલમઠો તમને મોકલે તો ખરાઈ કર્યા વગર બીજે ના ધકેલો, વોટ્સએપ માંથી માથું બહાર કાઢીને ટીવી જુઓ, અખબાર વાંચો તો ખબર પડે કે દુનિયામાં શુ ચાલી રહ્યું છે.

★દરેક સારું ગાતી કન્યા મોહંમદ રફીની પૌત્રી ના હોય.. આવી સાત આઠ બાળાઓ ના વિડિઓ રફીસાહેબની પૌત્રીના નામે ફરે છે. પહેલા એનું આધારકાર્ડ જુઓ અને ચેક કરી ને જ ફોરવર્ડ કરો.

★ આ વાંચીને ખોટું લાગ્યું હોય તો તમે પણ આવા જ છો. પણ જો સાચું લાગ્યું હોય ને મારી જેમ તમે પણ આ બુદ્ધિ વગરના ફોરવરડીયાઓ ના ત્રાસ માં થી છૂટવા માગતા હો તો આ મેસેજ માં લખ્યા સિવાય તમને બીજી જે તકલીફ પડી હોય તે ઉમેરી ને મોકલો અને હા માતાજીના સોગંદ વાળા ખાસ ધ્યાન આપે.

Leave a Reply

error: Content is protected !!