બાહુબલીના કટપ્પાનો પુત્ર છે બોલીવુડનો ફેમસ એક્ટર -હેન્ડસમ એટલો કે જોઇને તંગ રહી જાસો

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં હવે એકંદરે બહુ સારી ફિલ્મો બનવા લાગી છે. લોકો બોલિવૂડ મૂવી જેટલો અથવા તો કદાચ એનાથી પણ વધારે રસ સાઉથ મૂવીમાં દર્શાવી રહ્યાં છે. જબરદસ્ત ડાયરેક્શન, ફિલ્મ પ્લોટ અને ફાડુ મારધાડ યુક્ત મસાલાથી સજ્જ ફિલ્મોએ બોલિવૂડની જગ્યાએ ઘણાં ખરા લોકોમાં પ્રસિધ્ધીનું સ્થાન પણ જમાવી લીધું જ છે.

‘બાહુબલી’ ફિલ્મ સાઉથની ગંજાવર સફળતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. બોલિવૂડના પણ તમામ રેકોર્ડ તોડીને આ ફિલ્મ ઓલટાઇમ બ્લોકબસ્ટર રહી છે. એણે કરેલી કમાણી પરથી અંદાજ આવે કે, બોલિવૂડ મૂવીનું કદ પણ એની આગળ બહુ વામણું સાબિત થાય. ડાયરેક્ટરથી માંડીને પ્રત્યેક કલાકારની પ્રદાન બાબતે ફિલ્મએ જડબાતોડ પર્ફોમન્સ આપ્યું છે. બધાં જ કલાકારોની મહેનત રંગ લાવી છે. કલાકારોના લાજવાબ અભિનયને પરીણામે ફિલ્મ તો સુપરહિટ બની જ છે, પણ અભિનેતાઓ પણ દર્શકહ્રદયમાં હંમેશ માટે સ્થાન બનાવી ચુક્યાં છે.

ફિલ્મના એક કિરદારની ચર્ચા હરેકતરફ થઇ હતી. આવા કિરદાર ભારતીય સિનેમામાં બહુ ઓછા થયાં છે. એ એટલે – કટપ્પા! બાહુબલીનો પ્રથમ પાર્ટ રિલીઝ થયાં બાદ હરેકના મનમાં ઉત્સુકતા હતી એ જાણવાની કે, બાહુબલીએ કટપ્પાને શા માટે માર્યો? પણ આખરે બીજા પાર્ટમાં એનો જવાબ મળી પણ ગયો. આજે જો કે, આપણે આ લેખમાં કટપ્પાની નહી પણ એના પુત્રની વાત કરવાની છે. કટપ્પા એટલે કે સત્યરાજને એક પુત્ર પણ છે, જે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનો ખ્યાતનામ અભિનેતા છે.

અત્યંત હેન્ડસમ છે કટપ્પાનો પુત્ર –

 

કટપ્પાના પુત્રનું નામ સિબિરાજ છે. સિબિરાજ તમિલ ઇન્ડસ્ટ્રીઝનો ખ્યાતનામ ચહેરો છે. એક પ્રખ્યાત અભિનેતા છે. બાહુબલી જેવી ફિલ્મોમાં ક્યારેક રૌદ્ર અવતારમાં દેખાતા કટપ્પા/સત્યરાજનો પુત્ર ઘણો શાંત અને સૌમ્ય દેખાય છે. સિબિરાજે એક ઇન્ટરવ્યૂમાં જણાવેલ કે, તે પોતાના પિતાના દેખાડેલા રસ્તે ચાલે છે અને પિતાને જ પોતાના આર્દશ રૂપે માને છે.

આમ તો સિબિરાજના લાખો ફેન છે. દેખાવમાં હેન્ડસમ લાગનાર સિબિરાજની ફિલ્મો પણ લોકો જુએ છે. અહીં કેટલીક તસ્વીરો પ્રસ્તુત છે જેના દ્વારા તમે જોઇ શકશો. ઉલ્લેખનીય છે કે, સત્યરાજને એક દિકરી પણ છે, જેનું નામ દિવ્યા છે. એક ન્યુટ્રીશિયાનિસ્ટ હોઈ તે પોતાની જાતને ફિલ્મી દુનિયાની ચકમક લાઇટથી દુર જ રાખે છે.

બાહુબલી મૂળે તો તમિલ અને તેલુગૂ ભાષામાં બનાવેલી ફિલ્મ છે. જેનું બાદમાં હિંદી ઉપરાંત મલયાલમ જેવી ભાષાઓમાં ડબીંગ કરવામાં આવેલું. ભારતીય ફિલ્મી ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ તરીકે બાહુબલીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યાં છે. જેટલી કમાણી બાહુબલી ૧ અને ૨ ફિલ્મ દ્વારા કરાઇ છે એટલી કોઈ અન્ય ભારતીય ફિલ્મ કરી શકી નથી. ‘બાહુબલી-૨’ ફિલ્મએ પણ સફળતાના બહુઆયામી મુકામો તોડી નાખ્યાં હતાં. એસ.એસ.રાજમૌલી દ્વારા નિર્દેશિત ફિલ્મ બાહુબલી પહેલી વાર ૧૦ જુલાઇ,૨૦૧૫ના રોજ રીલીઝ થઇ હતી. ફિલ્મમાં પ્રભાસ, તમન્ના ભાટીયા, રાણા દગ્ગુબાટી, અનુષ્કા શેટ્ટી મુખ્ય કિયદારમાં છે.

 

અહીઁ સત્યરાજના પુત્ર સિબિરાજની કેટલીક તસ્વીરો પ્રસ્તુત છે, જે આપ જોઇ શકો છો.

 

Leave a Reply

error: Content is protected !!