આ ૮ બોલીવુડ ફિલ્મો પરિવાર સાથે જોતા પહેલા ૧૦૦ વખત વિચારજો

બોલીવૂડ દુનિયાભરમાં વાર્ષિક સૌથી વધારે ફિલ્મો બનાવે છે. નાના બજેટથી લઇને બિગ બજેટની અનેકો ફિલ્મો દરવર્ષે રજૂ થાય છે. અમુક તાળવાભેર ટીઁચાય છે તો અમુક ઉગરી જાય છે અને અમુક અધધ કમાણી પણ કરી જાય છે. દરવર્ષે આટલી માત્રામાં બનતી ફિલ્મોના સબજેક્ટ પણ અલગ-અલગ હોય એ જાણીતી વાત છે.

અમુક ફિલ્મો બાળકોને ધ્યાનમાં રાખીને બને છે, તો અમુક બધાં વર્ગને ધ્યાનમાં રાખીને બનતી હોય છે. માર્કેટમાં એવી પણ ફિલ્મો આવે છે જે એડલ્ટ હોય છે. અર્થાત્ એમાં આવતાં સીન પરીવાર સાથે કે સંતાનો સાથે બેસીને જોઈ શકાય એવા નથી. અલબત્ત, આજની પ્રગતિ અને આધુનિકતા મુજબ તો અમુક લોકો આવી વાતો પર ધ્યાન આપતાં નથી હોતા, પણ હક્કીકત એ છે કે, હજી પણ ઘણા લોકોને ફિલ્મમાં આવતાં રોમાન્સ સીન વિથ ફેમિલી જોવામાં સંકોચ અનુભવાય છે. અને એ બાબત પણ સારી જ છે. ભલે ગમે એટલી આધુનિકતા કેળવાતી હોય સંસ્કાર સાથે છેડછાડ ના થવી જોઈએ, અફકોર્સ મર્યાદા તો સચવાવી જ જોઇએ.

આજે અમે તમને બોલિવૂડની એવી કેટલીક ફિલ્મો વિશે જણાવવા જઈ રહ્યાં છીએ જેને ભૂલથી પણ પરીવાર સાથે બસીને જોવી ન જોઇએ. જાણો કઇ-કઇ ફિલ્મ આવે છે આ લિસ્ટમાં :

પરીવાર સાથે ક્યારેય ના જુઓ આ ફિલ્મો –

જીસ્મ –

જોન અબ્રાહમ અને બિપાશા બાસુની ૨૦૦૩માં આવેલી આ ફિલ્મ દર્શકોમાં વખણાય હતી. ફિલ્મના ગીતો પણ સુપરહિટ થયાં હતાં. પણ નામ પ્રમાણે જ ફિલ્મમાં રોમાન્ટીક સીનોની ભરમાર હતી. એક જાય ને એક આવે! માટે કોઇ સામાન્ય ભારતીય નાગરીક જરૂરથી આ ફિલ્મ ફેમિલી સાથે જોવામાં શરમ અનુભવવાનો.

કામસૂત્ર –

નામ પ્રમાણે જ એડલ્ટ લાગે તેવી આ ફિલ્મમાં મનુષ્ય શરીરના અભિન્ન આવેગ ‘કામ’ વિશે ચર્ચા કરવામાં આવેલી, દર્શાવવામાં આવી છે. આમ તો ફિલ્મમાં સમજવા જેવું ઘણું છે પણ સત્ય એ પણ છે કે, પરીવાર સાથે બેસીને આ ફિલ્મ જોઇ શકાય તેવી છે નહી.

રાગિની MMS –

આમ તો એકતા કપૂર દ્વારા નિર્દેશિત આ હોરર ફિલ્મ છે. ફિલ્મ હિટ પણ રહી છે, જેનું કારણ એનું કન્ટેન્ટ હોવા ઉપરાંત એમાં આવતા રોમાન્ટીક હોટ સીન પણ છે. ફિલ્મ પરીવાર સાથે જોવાય એવી નથી.

મસ્તરામ –

૨૦૧૪માં આવેલી આ ફિલ્મ એક એડલ્ટ સ્ટોરી લખતાં લેખકના જ એક કથાનક પર આધારિત હતી. ફિલ્મમાં એવા અમુક શબ્દો, સીન અને હાવભાવ દર્શાવવામાં આવ્યાં છે કે, તમે પરીવાર સાથે બેસીને ફિલ્મ જોવામાં સંકોચ અનુભવશો.

જીસ્મ-૨ –

‘જીસ્મ’ સફળ રહેવાથી તેની સિરીઝમાં આ આગામી ફિલ્મ આવેલી છે. ફિલ્મમાં સની લિયોની હોવાથી એડલ્ટ સીનો છે. સની લિયોની અને રણદીપ હૂડાના રોમાન્સ સીન આ ફિલ્મમાં છે. ફિલ્મને ‘A’ સર્ટિફિકેટ મળેલું છે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ પરીવાર સાથે બેસીને જોવી લાભપ્રદ નથી.

નશા –

હાલ કેન્સરની સારવાર લઇ રહેલી પૂનમ પાંડે આ પિક્ચરમાં અહમ કિરદાર નિભાવે છે. પૂનમ પાંડેએ ટોપલેસ તસ્વીરો વાઇરલ કરીને ઘણી પ્રસિધ્ધી મેળવી હતી. ફિલ્મમાં પણ કંઇક એવા જ સીન બતાવવામાં આવ્યાં છે. ફિલ્મ પરીવાર સાથે તો નહી પણ જોવી જ ના જોઇએ.( પણ હવે કહી દીધું છે તો તમે રોકાવાના તો છો નહી! )

ગ્રાન્ડ મસ્તી –

આમ તો આ કોમેડી ફિલ્મ જ છે. પણ સેક્યુઅલ કોમેડી આ ફિલ્મનો સબજેક્ટ છે. ફિલ્મમાં દ્વિઅર્થી સંવાદોની ભરમાર છે, સાથે અમુક સીન પણ એવાં દર્શાવવામાં આવ્યાં છે. ફિલ્મ ખુબ વખણાયેલી છતાં, વિથ ફેમિલી કદાચ આપ ના જોઇ શકો એવી ફિલ્મ છે.

આસ્થા –

૧૯૯૭માં આવેલી આ ફિલ્મમાં રેખા અને ઓમ પુરી મુખ્ય ભૂમિકામાં છે. આમ તો ફિલ્મ સારા કન્ટેન્ટ પર બનેલી છે પણ ફિલ્મમાં બોલ્ડ સીનની ઘણાં છે. આથી પરીવાર સાથે બેસીને જોવામાં ચોક્કસપણે સંકોચ અનુભવાય તેવી ફિલ્મ છે.

ઉપરની યાદી વાંચીને તમે ચોક્કસપણે જણાવેલી ફિલ્મો જોવાના એ તો પાક્કું! ના કરવાનું એ કરવાનું એ આપણા લોહીમાં છે..!

Leave a Reply

error: Content is protected !!