ઉપવાસ માટે સ્પેશિયલ ફરાળી ઢોકળા બનાવો – જાણો ફરાળી ઢોકળા બનાવવા ની સરળ રીત

શ્રાવણ મહિનો ચાલે છે, રોજે રોજ કંઇક નવીન ફરાળ હોય તો મોજ જ આવે. ચાલો આજે ફરાળી ઢોકળા ટ્રાય કરીએ. તો ચાલો આજે ફરાળી ઢોકળા બનાવવા માટે તેની રેસીપી આપણી ગુજરાતી ભાષામાં જ જાણી લઇએ..

 

 

ફરાળી ઢોકળા બનાવવા માટે જોઈતી સામગ્રી :

  • મોરિયો – 200 ગ્રામ
  • રાજગરાનો લોટ – 100 ગ્રામ
  • શીંગોડાનો લોટ – 100 ગ્રામ
  • ફરાળી મીઠુ(જરૂર મુજબ)
  • દહી – એક વાડકી
  • સોડા એક ચમચી
  • તળવા માટે તેલ અને જીરુ

 

 

ફરાળી ઢોકળા બનાવવાની રીત :

  • મોરિયાને બે કલાક માટે પલાળી દો.
  • બે કલાક સરખી રીતે પલરી ગયા બાદ દહીં ફેંટીને રાજગિરો અને શીંગોડાનો લોટ ભેળવી દો.
  • અને મોરિયાને વાટીને બધી સામગ્રી મેળવીને મિશ્રણને તૈયાર કરો.
  • ત્યાર બાદ તેમા એક ચમચી સોડા અને મીઠુ નાખીને સારી રીતે ફેટો
  • કૂકરના ડબ્બામાં ભરીને એક સીટી વગાડી લો.
  • સીટી પૂરી થયા બાદ ઠંડુ થાય કે તેના પીસ કરી લો.
  • ત્યાર બાદ તેલ ગરમ કરી જીરુ તતડાવો અને ઢોકળા વધારી દો.
  • ઉપરથી ધાણા ભભરાવીને ઢોકળા પીરસો.

 

 

 

==> જો પોસ્ટ પસંદ અથવા ઉપયોગી થઇ હોય તો શેર કરવાનું ભૂલતા નઈ.

Leave a Reply

error: Content is protected !!