લગ્નની પ્રથમ રાત્રીએ આવી સીલી મિસ્ટેક ના કરશો – પાંચમી ભૂલ લગભગ બધા કરતા હોય છે

હિન્દુ સંસ્કૃતિ મનુષ્ય જીવનના નિત્ય ક્રમથી લઇને જીવન ક્રમ સુધીના ફેલાવામાં અનેક રીત-રીવાજો ધરાવે છે. શાસ્ત્રોક્ત વિધીઓની પરંપરા અહીં વર્ષો થયે ચાલી આવે છે. હિન્દુ સંસ્કૃતિ જ પરંપરાઓ, રીત-રીવાજોથી છવાયેલી છે અને શોભી ઉઠે છે એમ પણ કહેવું ખોટું નથી. અહીં હરેક નાના-મોટા શુભાશુભ દિવસ માટે અલગ-અલગ રીત-રીવાજો છે. જેને સંસ્કૃતિના લોકો નિભાવતા ચાલ્યાં આવે છે.

આ બધા પ્રસંગોમાં કદાચ સૌથી મહત્ત્વનો પ્રસંગ લગ્નનો છે. આપને કદાચ જાણ જ હશે કે, ભારતીય સંસ્કૃતિ લગ્ન એટલે માત્ર ભૌતિક સબંધો એવો અર્થ કદાપિ તારવતી નથી; બલ્કે, અહીં લગ્ન એટલે આત્માઓના પવિત્ર મિલનનો પ્રસંગ છે. મહેંદી મૂકવી, પીઠી ચોળવી જેવી ઘણી રસ્મો લગ્ન દરમિયાન નિભાવવામાં આવે છે. સુહાગરાત પણ એવો જ લગ્નનો હિસ્સો ગણાતો પ્રસંગ છે. લગ્નની પહેલી રાત એટલે સુહાગરાત. તેને લઇને યુવક-યુવતીમાં એક પ્રકારની અનોખી ફિલીંગ છવાયેલી હોય છે. ડર, ક્ષોભ, ઉત્કંઠા વગેરે ભાવો બંનેના મનમાં રહેલા હોય છે. આ જ એ પ્રસંગ છે જ્યારે જોડી એકબીજાને સમજે છે.

આમ જોતાં સુહાગરાતનું મહત્ત્વ ઘણું વધારે છે. સબંધોના તાંતણા અહીંથી જ જોડાય છે. આમ છતાં, આપણા યુવાનો અમુકવાર આ જ પ્રસંગે એવી ભુલો કરી બેસે છે જેના પરીણામો તેઓને આખી જીંદગી ભોગવવા પડે છે! અલબત્ત, આ બધું જાણી જોઇને નહી, જાણકારીના અભાવે થાય છે. તો આજે અમે તમને એવી ભુલો વિશે બતાવવા જઈ રહ્યાં છીએ, જે સુહાગરાતે ભુલથી પણ ન કરવી જોઇએ. આ બાબતે સચેત ના રહો તો પસ્તાવો કદાચ જીંદગીભર પીછો નહી છોડે.

(1) લગ્નજીવનની પ્રથમ રાત્રિ એટલે એકબીજાને સમજવાની, પામવાની રાત્રિ; નહી કે એકબીજા પર દાવો ઠોકવાની, જાસૂસીના પ્રકરણો ખોલવાની! તમે આ પ્રસંગે તમારા સાથીને તેના ભૂતકાળ વિશે સવાલ ના કરો તો જ બહેતર રહેશે. કદાચ બની શકે કે એ સવાલોના જવાબ એ સમયે એ ના આપી શકે અથવા તો તમે એને ભૂતકાળનું સ્મરણ કરાવીને ઉદાસીમાં નાખી શકો એ પણ ગંભીર બાબત છે. માટે બહેતર છે કે, તમારા પાર્ટનરની સાથે તમે ભવિષ્યની-આવતી કાલની ચર્ચા કરો.

(2) એક વાત મગજની તકતી પર કોતરી રાખો કે, કોઇ પણ માણસ મિ.પરફેક્ટનિશ હોઇ શકતો નથી; કોઇમાં કોઇ ખામી તો હોય જ છે…જેવી રીતે તમારામાં છે! સુહાગરાતના પ્રસંગે તમારો સાથી તમારી પાસે પ્રેમ અને સન્માનની આશા રાખે છે. આ પ્રસંગે તમે એમને એમની ભૂલો ગણાવશો, ટોકશો તો એ તમારી મોટી ભૂલ હશે. મોટાભાગના સબંધોમાં બસ આવા જ કારણોથી ટૂટે છે.

(3) લગ્નની પ્રથમ રાત્રિ તમારે તમારા પાર્ટનર સાથે સારી રીતે વિતાવવી જોઇએ. એની દરેક વાત સાંભળવી અને એની હામાં હા પુરાવવી જોઇએ. નહી કે, તમારી વાતો એની પાસે ધરાર મનવવાની જીદ કરવી જોઇએ! આમ કરવાથી તમારી ઇમેજ એમની નજરમાં ચોક્કસપણે ગંદી ઉતરશે.

(4) સ્વાભાવિક છે કે, લગ્નના આરંભમાં બંને નવપરિણીત પોતપોતાના પરીવારને જ બેસ્ટ માનતા હોય છે અને એકબીજાના પરીવારને થોડા ઉતરતા માનતા હોય છે. આ માન્યતા જો કે બદલાય જ જાય છે એની મેળે, પણ એ માટે થોડો સમય લાગે જ. સુહાગરાતે તમે તમારા પાર્ટનરના પરીવારને ઉતરતો બતાવતી દલીલો કરો તો સ્વાભાવિક છે કે, તેને તે ના જ ગમે! માટે તમે તમારા સાથીના પરીવાર વિશે સારું ના બોલો તો કંઈ નહી, ઉતરતું તો ના જ બોલો!

(5) સ્વાભાવિક છે કે, સુહાગરાતે તમારા પર પુષ્પધન્વાના પ્રહારો હાવી હોય છે. પણ જો તમે સબંધો બનાવવામાં વધારે પડતી ઉતાવળ કરશો તો તમારા સાથીની નજરમાં તમે ઉતરતી કક્ષાના સાબિત થશો. માટે પ્રણયફાગનો આનંદ ધીરે-ધીરે લૂંટો.

Leave a Reply

error: Content is protected !!