આ છે જાપાનની સ્કુલના અનોખા નિયમો -વાંચીને તમે પણ ચોંકી જસો

 

કહેવાય છે કે, કોઇ પણ દેશની પ્રગતિનો આધાર એની શિક્ષણ પ્રણાલી પર રહેલો છે. વિશ્વની મહાસત્તાઓ પર નજર નાખશો તો તમને આ વાત તરત સમજાય જશે. જે દેશ બાળકને પાયામાંથી સારી રીતે વ્યવહારીક જ્ઞાન આપી શકે એ દેશ સુપરપાવર બને જ! આજે દાખલો લઇએ જાપાનનો. બીજા વિશ્વયુધ્ધને અંતે થયેલા અમાનુષી જાનમાલ સંહાર પછી કોઈએ કલ્પના પણ નહી કરી હોય કે, જાપાન આટલી ઝડપી ઉન્નતિ સાધી શકશે!

 

કદાચ એનો આધાર જાપાનની સ્કુલી શિક્ષણ પ્રણાલીને ઉપર પણ છે. અહીંની સ્કુલોમાં કેટલાંક એવા અજીબોગરીબ નિયમો છે જેને જાણીને આપણે ચોક્કસ મોંમાં આંગળા નાખી જઈએ. પણ પ્રત્યેક જાપાનીઝ સ્ટુડન્ટ્સને આ નિયમોનું પાલન ફરજીયાતપણે કરવાનું હોય છે. આવો જાણીએ કે આખરે આવા તો ક્યાં નિયમ છે :

 

દરરોજ સવારમાં ૮:૩૦ વાગ્યે બાળકોને સ્કુલે પહોંચી જવાનું હોય છે. સ્કુલમાં કોઈ સફાઈ કામદાર હોતા નથી પણ બાળકોએ જાતે જ આવીને સફાઈ કરવાની રહે છે. આ કામમાં શિક્ષકો પણ તેમની મદદ કરે છે. આમ કરવાથી બાળકોમાં સફાઈ પ્રત્યે સમજદારી અને વફાદારી બાળપણથી જ જાગે છે અને આગળ જતાં તે જાતે સફાઈ કરવા સક્ષમ બને છે.

ક્લાસમાં શિક્ષક આવે અને જાય ત્યારે વિદ્યાર્થીઓ ઝુકીને પ્રણામ કરે છે. જાપાનમાં આ પરંપરા ઘણા પુરાણા સમયથી જ ચાલી આવે છે. મોટાને આવી રીતે આદર આપવાની વિભાવના જ જાપાની બાળકોને આગળ જતાં ઉમ્રકદર બનાવે છે.

જાપાનમાં જૂનિયર હાઇસ્કુલ સુધીના હરેક છાત્રોને સ્કુલમાં જમવાનું હોય છે. જેના માટે તેઓ ઘરેથી ટિફીન લઈ આવે છે. વળી, શિક્ષકો પણ લંચ બ્રેકમાં બાળકો સાથે બેસીને જ ભોજન કરે છે. લંચને જાપાનીઝમાં ‘ક્યૂશોકૂ’ કહેવાય છે. અહીં હરેક બાળક પોતાની સાથે બેસવા માટે મેટ અને પોતાની પ્લેટ લાવે છે અને ભોજન બાદ વાસણ પણ સૌ પોતપોતાની જાતે જ સાફ કરે છે.

જાપાનીઝ છાત્રાઓને વધારે લાંબા વાળ રાખવાનો પ્રતિબંધ છે તો છોકરાઓને પણ કાયમ શેવિંગ વગેરે કરીને સાફસૂથરા રહેવાનું કહેવામાં આવે છે. તેઓ માને છે કે, વધારે લાંબા વાળ ભણતરમાં અગવડ પેદા કરે છે. તદ્દોપરાંત, અહીઁની સ્કુલોમાં છાત્રોને એકદમ સિમ્પલ રીતે રહેવાનું હોય છે. અહીઁ કોઇ વાળ ડાય કરી શકતું નથી, ના મેકઅપ કરાવી શકે કે ના તો નખ પર નેઇલ પોલિશ કરાવી શકે.

અહીઁ જૂનિયર હાઇસ્કુલ સુધી યુનિફોર્મ ફરજીયાત છે. યુનિફોર્મ માટે જાપાની શબ્દ ‘સિફુકૂ’ છે. મજેદાર વાત એ છે કે, ઠંડીના દિવસોમાં સ્ટુડન્ટ યુનિફોર્મની ઉપર મનફાવે એવું સ્વેટર પહેરી શકતા નથી. તેઓ કાળું, નીલું અથવા તો ભુરાં રંગનું સ્વેટર જ પહેરી શકે છે.

જાપાનની લગભગ બધી જ સ્કુલોમાં બાળકને તરવાનું શીખવવામાં આવે છે. જો કોઇ બાળક સારી રીતે તરી ના શકે તો સમજો એને ઉનાળાનું આખું વેકેશન સ્કુલે આવીને તરવાની પ્રેક્ટિસ કરવાની..! ઉનાળાના વેકેશન દરમિયાન પણ અહીઁની સ્કુલોમાં આર્ટ, સાયન્સ, જૂડો જેવી સ્પોર્ટ્સ એક્ટિવિટી ઇત્યાદિ કાર્યો કરાવાય છે, જેમાં સૌ કોઇ રુચિ મુજબ ભાગ લઇ શકે છે.

સ્કુલોમાં પ્રેમલા-પ્રેમલીના લફરાં કરવા દેવામાં આવતા નથી. અહીઁ માત્ર ભણવામાં જ ધ્યાન આપવાનું કહેવામાં આવે છે. એ ઉપરાંત, નાના બાળકોને હોમવર્ક આપવામાં નથી આવતું પણ હાઇસ્કુલમાં ઘણું હોમવર્ક આપવામાં આવે છે. અહીઁ એક વ્યવસ્થા એવી પણ છે કે, ક્લાસમાં તોફાન કરનાર વિદ્યાર્થીને ક્લાસરૂમની બહાર કાઢવામાં આવતા નથી.

અહીઁ શિક્ષકો રજાઓ બહુ ઓછી લે છે. કોઈ એક શિક્ષક કદાચ ના આવી શકે એમ હોય તો એની જગ્યાએ અન્ય એ જ વિષયના શિક્ષક ક્લાસ લેવા આવે છે. વળી અહીઁ માધ્યમિક પછી બાળક પર વિષય પસંદ કરવાનો દબાવ નાખવામાં નથી આવતો કે, પેથીકાકીની બેનનો છોકરો ડોક્ટર છે તો તારે પણ સાયન્સ લઇને બી-ગ્રુપ જ રાખવું પડશે! અહીં શિક્ષકો પણ વિદ્યાર્થીને એનો સબજેક્ટ પસંદ કરવામાં હેલ્પ કરે છે.

મિત્રો, આર્ટીકલ જાણકારીયુક્ત લાગ્યો હોય તો શેર જરૂરથી કરજો. ધન્યવાદ!

Leave a Reply

error: Content is protected !!