ભણેલ ગણેલ પત્નીએ જયારે પતિને શાકભાજી લેવા આ લીસ્ટ આપ્યું …… વાંચીને હસવુ રોકી નહિ શકો

સો ટચની વાત છે કે, મર્દ ઔરત કી બરોબરી નહી કર શકતા! મર્દને તો શું, ઓફિસેથી આવીને થાકી-પાકીને ઘોટાઈ જવું! કામથી કંટાળો આવે અથવા તો રજાના દિવસો હોય ત્યારે ફરવા નીકળી જવું. પણ ઔરત એવું કદી નથી કરી શકતી. ઘડિયાળના કાંટાની સાથોસાથ સવારના પાંચ વાગ્યાંથી એનો દિવસ શરૂ થાય તે રાતે દસ-અગિયાર વાગ્યાં સુધી સતત…! ગૃહકાર્યથી માંડીને બાળકોની સંભાળ અને ઘરે આવેલ મહેમાનોને આવકાર સહિત બધું જ કામ એને કરવું પડે છે. રાત્રે માંડ થાકીપાકી પથારીમાં પડે અને બાળક રડવા માંડે એટલે નીઁદર વેરણ કરી દે બાળક માટે..!

બીજા દેશોમાં તો અલબત્ત જે છે ને જે હોય તે, પણ ભારતમાં સ્ત્રીઓની સ્થિતી આવી હોય છે. કર્મયોગનું જડબેસલાક ઉદાહરણ બેસાડતી ગૃહિણી માટે ‘સ્ત્રીની બુધ્ધિ પગની પાનીએ’ જેવા શબ્દપ્રયોગ કરતાં પહેલાં એક દિવસ એને આરામ આપીને પોતે એનું કામ ઉપાડી જુઓ…સંભવ છે કે, રાતે સનેપાત ઉપડી જાય! પણ સ્ત્રી ક્યારેય એવી ફરીયાદ નથી કરતી.

બજારમાં જઇને શાકભાજી લેવાનું કે હાટડીએ જઇને દાળ તોલાવવાનું કામ સ્ત્રીઓ જ સાચવે છે. આજે હળવા મૂડમાં એક કિસ્સો કહેવાનો છે હાઉસવાઇફ/ગૃહિણી વિશેનો જે તમને હસાવીને લોથપોથ કરી નાખશે એની એક ચોઘડિયાની વોરન્ટી..!

તમે ગૃહિણીઓને બજારમાંથી કરીયાણામાં શું લાવવાનું છે અને શાકમાર્કેટમાંથી બકાલામાં શું-શું લાવવાનું છે એ વિશે લિસ્ટ બનાવતા જોઇ હશે. પણ જ્યારે કોઇ ભણેલી-ગણેલી ગ્રેજ્યુએટ ગૃહિણી લિસ્ટ બનાવે ત્યારે શું થાય? એવું થાય જેવું તમે સપનામાં પણ નહી વિચાર્યું હોય..! ચાલો જાણીએ કે, એ ચીઠ્ઠી/લિસ્ટમાં શું લખેલું હતું :

આપણા હાટુ ભીંડા ને બટેટાં લેતાં આવજો! પણ કેવા ? –

એક ગૃહિણી એવી,એની યાદી જોવા જેવી! એક હાઉસવાઇફે પોતાના પતિ પાસે બજારમાંથી દૂધ વગેરે અને શાકમાર્કેટમાંથી શાકભાજી લાવવા એક લિસ્ટ બનાવી આપ્યું. લિસ્ટ જોતાં કોઇપણ હસવું રોકી ના શકે. અંદાજો મારી શકાય કે, ગૃહિણી માસ્ટર ઇન ઇંગ્લિશ વીથ ડ્રોઇંગ એન્ડ પેન્ટિંગ હશે. કિલોના હિસાબે નવલકથાઓ લખતાં લેખકોની એક-એક વાતને તાણીને ત્રણ ગણી કરવાની આવડત પર એને અહોભાવ હશે અને વિન્ચી, પિકાસો જેવાં ચિત્રકારો સતત એના માનસપટ પર રમતાં હશે!

લિસ્ટ અંગ્રેજીમાં છે અને દરેક ચીજની નીચે એનું પરફેક્ટ કર્સ્ડવાઇઝ વર્ણન છે કે એ ચીજ કેવી હોવી જોઈએ? ભીંડો કેવો હોવો જોઇએ, બટેટું કેવું હોવું જોઇએ…?! એની લાક્ષણિકતાઓ અને ગુણધર્મો તેણે શોર્ટમાં વર્ણવ્યાં છે. જેમ કોઇ કન્યાને એની સખી પૂછે કે, તારે કેવો વર જોઇએ? અને પેલી કોડભરી જેમ ‘કેડે પાતળીયો ને વાને ઘઉં વર્ણો…’ કહીને ભાવિ રાજકુમારની એક-એક ફિઝીકલ પોર્પર્ટીઓ જણાવે છે તેમ! (જો કે, પહેલાંઆવી કોડભરી કન્યાઓના મનોરથો પુરા થતાં, હાલ અમુક કન્યાઓના રાજકુમારની ફિઝીકલ પ્રોપર્ટીઓ જડબેસલાક હોય છે પણ એના જૈવ-રાસાયણિક ગુણધર્મો જ એટલાં ગંધારા હોય છે કે બે વર્ષમાં તો માંડવામાં એન્ઝાઇમની હાજરીમાં બંધાયેલા બોન્ડને તૂટ્યે જ છૂટકો!)

હાઉસવાઇફ એટલેથી ના અટકી. હજી એની પેઇન્ટીંગ આર્ટ હાર્ટમાં મુંઝાતી જ હતી. એણે દરેક ચીજની સામે એનું ચિત્ર પણ દોરી નાખ્યું. કદાચ એની ધારણા હોય કે, એના ભોળારાજા માર્કેટમાં બકાલું ઓળખી નહી શકે..!

સોશિયલ મીડિયા પર આ લિસ્ટ ઘણું વાઇરલ થઇ રહ્યું છે. લોકો સલાહો આપી રહ્યાં છે કે, આ ગૃહિણીને પ્રોડક્ટ મેનેજર બધાવી દેવા જોઇએ! આવી પ્રતિભાઓ ભારતમાં લખલખ પાકે છે…બસ એને કોઇ તારણહાર સાંપડે એટલી જ વાર!

આર્ટીકલ સારો લાગ્યો હોય તો આપના મિત્રો સાથે પણ લિસ્ટ શેર કરજો અને ઘરે જતાં ચાર કિલો ભીઁડા લેતાં જજો..!

Leave a Reply

error: Content is protected !!