મુવી જોવા જાવ અને તમને આટલી સુવિધાઓ તો સિનેમાહોલ માં મળવી જ જોઈએ – જાણી લો તમારા હક

આમ તો બધાંને થિયેટરમાં મૂવી જોવાનું પસંદ હોય છે. મોબાઇલ, લેપટોપ, ટેબ્લેટ કે ટીવી પર મૂવી જોવું અને થિયેટરમાં જઇને જોવું એ બંને માહોલ અલગ છે. બધાં વ્યક્તિ મિત્રો સાથે કોઈને કોઇ વાર અવશ્ય ફિલ્મ જોવા જતા હશે.

પરંતુ આપ જાણતા હશો તેમ, થિયેટરમાં દાખલ થયાં બાદ દર્શકો પર ઘણા પ્રતિબંધો લાગતા હોય છે, અર્થાત્ થિયેટરના નિયમો મુજબ વર્તણૂક કરવાની રહે છે. પણ તમે કદાચ નહી જાણતા હો કે, થિયેટરમાં આપણે/દર્શકોને કેટલાંક અધિકારો પણ મળેલાં છે. તમારે જાણી લેવું જરૂરી છે એના વિશે જેથી તમે જે સેવાઓથી વંચિત રહો એ હવે ના બને! ચાલો જાણીએ થિયેટરમાં પ્રેક્ષકોને ક્યાં-ક્યાં અધિકાર આપવામાં આવે છે? :

તમારી સાથે મનફાવે એમ વર્તન –

આમ તો આજે હરેક ક્ષેત્રમાં વ્યક્તિને પોતાના અધિકાર વિશે જાણ હોવી જ જોઇએ, જેથી બીજાં તેમની સાથે મનફાવે તેવી મનમાની ના કરી શકો. તમારા અધિકાર બાબતે જાગૃકતા ખુદ તમારે જ કેળવવી પડશે. આપ જાણો છો તેમ, થિયેટરમાં દાખલ થયાં બાદ અંદર કોઇ પણ પ્રકારની વસ્તુ લઈ જવા દેવામાં આવતી નથી. પણ જો તમે અમુક અધિકારો વિશે જાણતા હશોતો આપ થિયેટર હોલ મોનિટર સાથે વાતચીત કરીને એમની મનમાની અટકાવી શકશો. એ માટે જ તમારે થિયેટરમાં તમારા અધિકાર જાણવાની જરૂર છે.

અંદર હોવી જોઇએ પાણીની વ્યવસ્થા –

મલ્ટીપ્લેક્સ થિયેટરમાં પાણીની બોટલ અંદર લઈ જવા દેવામાં આવતી હોય છે. પણ રખે કોઈ થિયેટરમાં પાણી અંદર લઈ જવાની મનાઈ કરવામાં આવેલી હોય તો થિયેટર પ્રબંધકની ફરજ પડે છે કે, તેણે અંદર પીવાના શુધ્ધ પાણીની વ્યવસ્થા કરેલી જ હોવી જોઇએ. પણ આવું ન કરીને તે અંદરથી બધાંને પ્યોરીફાઇડ પાણીની બોટલો ખરીદવા મજબૂર કરે તો એ અન્યાય છે.

માલિકોને થયેલો ૧૧,૦૦૦નો દંડ! –

નેશનલ કંઝ્યૂમર ફોરમ દ્વારા એક કેસની સુનાવણી સપ્ટેમ્બર, ૨૦૧૫ના રોજ કરવામાં આવેલી. કેસ ઉપરની જ બાબતને લગતો હતો. બનેલું એવું કે, એક વ્યક્તિને સિનેમાહોલના સંચાલકોએ અંદર પાણીની બોટલ જવા દેવાની મનાઇ ફરમાવી હતી. વ્યક્તિએ ફોરમમાં જઇ ફરીયાદ નોંધાવી અને ફોરમે એ વ્યક્તિના પક્ષમાં ચુકાદો આપ્યો અને કહ્યું કે, સંચાલકો જો પાણી સાથે ના લઈ જવા દે તો એણે અગાઉથી અંદર પાણીની વ્યવસ્થા કરેલી હોવી જોઇએ. ઉપરાંત સંચાલકોને દંડ પણ ફટકાર્યો અને કહેવાય છે કે, પાણીનો બાટલો થિયેટરના માલિકોને રૂપિયા અગિયાર હજારમાં પડ્યો!

ઉપભોક્તા ફોરમમાં કરી શકો ફરીયાદ –

જો એક દર્શક તરીકે તમને લાગે કે, થિયેટર માલિકો તમારા અધિકારો પણ કુહાડો ઠોકી રહ્યાં છે તો ચોક્કસપણે તમે પ્રથમ તો જીલ્લા ઉપભોક્તા ફોરમમાં ફરીયાદ નોંધાવી શકશો. ૧ થી ૫ લાખ સુધીના મામલામાં ફરીયાદ કરવાની ફી ૧૦૦/- અને ૫ લાખથી લઇને ૨૦ લાખ સુધીના મામલાની ફરીયાદ માટે ૫૦૦/- રૂપિયા ફી હોય છે. જો મામલો વીસ લાખથી ઉપરનો હોય તો રાજ્ય ઉપભોક્તા ફોરમમાં ફરીયાદ નોંધાવવી.

થિયેટરમાં મળવી જોઇએ આ સુવિધાઓ –

(1) થિયેટરમાં ટોયલેટ, સ્વચ્છતા અને સુરક્ષા હોવા જ જોઈએ.

(2) અંદર મોંઘા પાણીની બોટલો વેંચીને દર્શકોને લેવા માટે મજબૂર કરતાં સંચાલકો કંઝ્યૂમર પ્રટેક્શન એક્ટ 1986ની કલમનું ઉલ્લંઘન કરે છે. એની સામે ફરીયાદ દર્જ કરાવી શકાય.

(3) બધાં થિયેટરોમાં વોટર પ્યૂરીફાયર અને ડિસ્પોઝેબલ ગ્લાસ રાખવા અનિવાર્ય છે.

(4) આખી ફિલ્મ દરમિયાન અંદર પાણી મળવું જોઈએ. એમની સપ્લાય બંધ ન થવી જોઈએ.

મિત્રો, એવી ઘણી વાતો છે જે આપણે જાણતા નથી હોતા પણ હોય છે આપણે માટે જ! આવી જ અવનવી વાતો જાણવા માટે અમારા પેજને લાઇક કરતાં રહો. અને આ પોસ્ટ સારી લાગી હોય તો આગળ પણ શેર કરજો. ધન્યવાદ!

Leave a Reply

error: Content is protected !!