“તારક મહેતાના ઉલ્ટા ચશ્માં” ના એકટરોના પગાર વાંચીને ચોંકી જશો

આજના સમયમાં લગભગ હરેક ઘરમાં ટીવી સેટ્સ, કેબલ કનેક્શન કે ડાયરેક્ટ ટુ હોમની સુવિધા હશે જ. લગભગ ઘરમાં રાત પડે અને સિરીયલોની પ્રથા શરૂ થઈ જ જતી હશે! આજે તો અનેકવિધ સિરીયલોનો જાણે રાફડો ફાટ્યો છે. અઢળક મનોરંજનને પરીણામે મનોરંજનનો અતિરેક થવાથી ઉલ્ટી થવા જેવી પરિસ્થિતી પણ આવી ગઈ છે!

આમ છતાં અમુક શો આજે પણ થોડા હટકે ટોપિક પર ચાલીને પોતાની લોકપ્રિયતા જાળવી રહ્યાં છે. સાસુ-વહુની માથાખૂટથી અલગ રહીને અમુક સિરીયલ આજે પણ જબરદસ્ત ટીઆરપી રેટ જાળવી રહી છે. સબ ટીવી પર આવતી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરીયલ એવી જ એક ઘણા લાંબા સમયથી અખંડ લોકપ્રિયતા જાળવનાર સિરીયલ બની ગઈ છે.

એનું કારણ એની સદાબહાર કોમેડી અને અલગ-અલગ પાત્રોનો અલમસ્ત અભિનય પણ છે. આજે તો ગોકુલધામ સોસાયટી અને એના રહેવાસીઓથી સૌ કોઇ પરિચીત છે જ. પણ શું તમે જાણો છો કે, તારક મહેતાના કલાકારો રીયલ લાઈફમાં કેવાં છે? શું કરે છે? ક્યાં નામે ઓળખાય છે? આવો આજે જાણીએ એ વિશે રસદાર વાતો :

(1) જેઠાલાલ ઉર્ફ દિલીપ જોશી –

તારક મહેતા સિરીયલમાં જેઠાલાલ તો જાન છે! તેના દમદાર હાસ્યાભિનયને લીધે જ આજે સિરીયલ ચાલી રહી છે. જેઠાલાલનું મૂળ નામ તો દિલીપ જોશી છે. વાસ્તવિક જીવનમાં તૈમની પત્નીનું નામ જયમાલા છે. બે સંતાન પણ છે – નિયતિ અને રિત્વીક. દિલીપ જોશી કાયમના લગભગ અડધો લાખ કમાય છે.

(2) દયાભાભી ઉર્ફે દિશા વાકાણી –

કાયમના લગભગ ચાલીસ હજાર જેટલાં કમાનાર દયાભાભીનું રીયલ નામ તો દિશા વાકાણી છે. જો કે, આજે તો દયાભાભી નામ જ એની પહેચાન બની ચુક્યું છે. એના વાસ્તવિક જીવનથી વધારે યાદ લોકોને આ નામ રહે છે. બાળપણથી જ અભિનય કરવાનો શોખ તેમણે મોટા થઈને પુરો કરી દીધો.

(3) તારક મહેતા ઉર્ફે શૈલેષ લોઢા –

સિરીયલમાં જેઠાલાલના બેસ્ટ ફ્રેન્ડનો રોલ નિભાવનાર તારક મહેતાનું ખરું નામ શૈલેષ લોઢા છે. તેમનો જન્મ રાજસ્થાનના સિરોહી જીલ્લામાં થયેલ. અગાઉ તેઓ કોમેડી શોમાં એક્ટિંગ પણ કરી ચુક્યા છે. વળી, શૈલેષ એક સારા લેખક પણ છે. તેઓ ઘણા પુસ્તક લખી ચુક્યાં છે. લગભગ બત્રીસ હજાર જેટલું વેતન તેઓ રોજ કમાઇ લે છે.

(4) ટપ્પૂ ઉર્ફે ભવ્ય ગાંધી –

શોમાં જેઠાલાલ અને દયાભાભીના પુત્રનો કિરદાર નિભાવનાર ટપ્પુનું ખરું નામ તો ભવ્ય ગાંધી છે. લગભગ દસેક હજાર જેટલી સેલરી કમાનાર ટપ્પૂની પોતાની લાઇફ પણ જરા હટકે છે.

(5) ચંપકલાલ ઉર્ફે અમિત ભટ્ટ –

તારક મહેતામાં બાપુજીના રોલથી ફેમસ થયેલ ચંપકલાલનું સાચું નામ તો અમિત ભટ્ટ છે અને ઉંમરમાં તે જેઠાલાલથી પણ વાસ્તવમાં નાના છે! હાં, અમિત ભટ્ટની ઉંમર ચાલીસ વર્ષની છે. પાછલાં ૧૬ વર્ષથી તેઓ ગુજરાતી અને હિંદી પ્લે પર કામ કરી રહેલ.

મિત્રો, આર્ટીકલ જાણકારી ભર્યો લાગ્યો હોય તો આપના મિત્રોને પણ જરૂરથી શેર કરજો. ધન્યવાદ!

Leave a Reply

error: Content is protected !!