મિથુન ચક્રવર્તીને કચરાપેટીમાંથી મળી હતી આ છોકરી -થોડા સમયમાં લેશે બોલિવૂડમાં એન્ટ્રી

આજે માનવ સમાજની પ્રગતિ સુધારાવાદી થઈ હોવા છતાં અમુક ઇલાકાઓમાં, અમુક લોકો દ્વારા એવાં પણ જઘન્ય કારનામા કરવામાં આવે છે જેના વિશે સાંભળતા જ ઘૃણા થઈ આવે. લોકો આટલી હદે પથ્થર દિલ કઈ રીતે થઈ શકે એ રીતે આપણે વિચારવા મજબૂર બની જઈએ. આજે પણ સમાજમાં સંકુચિત માનસિકતા ધરાવતા અમુક વર્ગ કે લોકોમાં દિકરીને દિકરા સમોવડી માનવામાં આવતી નથી.

અમુક લોકો તો એ હદે ક્રુરતા આચરી બેસે છે કે, દિકરાની ચાહતમાં જો દિકરી જન્મે તો એને કચરામાં ફેંકી દે છે..! હાં, આ કડવું સત્ય છે. અને આ સત્ય બોલિવૂડના એક સમયના કદાવર અભિનેતા ગણાતા મિથુન ચક્રવર્તી સાથે બની ચુક્યું છે.

વાત જાણે એમ છે કે, આજની વર્ષો પહેલાં મિથુન ચક્રવર્તીને એક બાળકી પશ્વિમ બંગાળની સડકો પર કચરાપેટીમાં મળી હતી. મિથુન દાએ તે બાળકીને ગોદ લીધેલી. એનું પાલનપોષણ પણ કરેલું.

સડક પર એ બાળકી પડી હતી, એક કચરાપેટીની બાજુમાં. ખબર નહી કોને એવું જઘન્ય કૃત્ય સુજ્યું હશે! પણ એ બાળકીની હાલત એકદમ નાજુક હતી. આજુબાજુની ગંદકી અને એથી બદતર બની રહેલી એની હાલત જોઇને લોકો દેખ્યું-અણદેખ્યું કરીને આગળ ચાલી જતા! બાળકી આક્રંદ કરતી હતી. કોઇ માણસ એને સરકારી અધિકારીઓને સોંપવાની વાત કરતું તો કોઇ સેવાભાવી સંસ્થાઓને. મિથુન ચક્રવર્તીને આ વાતની ખબર પડતાં એણે બાળકીને ખોળે બેસાડી અને નામ પાડ્યું – “દિશાની”.

 

મિથુનની પત્ની યોગિતા બાલીએ પણ પતિના આ કામમાં પુરો સહયોગ આપ્યો. તે પણ રાત આખી જે-તે સરકારી કાગળિયાં કરવાને દોડતી રહી. યોગિતા ઇચ્છતી હતી કે, તે દિશાનીને પોતાની સગી દિકરીની જેમ જ રાખે. આખરે દિશાની ઘરે આવી અને એક સ્ટાર ડોટરની ભવ્ય જીંદગી તેને મળી. નામ મળ્યું – દિશાની ચક્રવર્તી!

થોડા સમયમાં લેશે બોલિવૂડમાં એન્ટ્રી –

ઉલ્લેખનીય છે કે, આજે તો દિશાની મોટી થઈ ગઈ છે. હવે તે ઘણી સુંદર દેખાય છે અને સ્ટાર કિડ્ઝની જેમ હવે તો લાઇમલાઇટમાં પણ આવી ચુકી છે. જાણકારી મુજબ, હવે તે જલ્દી જ બોલિવૂડમાં એન્ટ્રી મારી શકે છે. સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહેતી દિશાની નિયમિત પોતાની તસ્વીરો શેર કરતી રહે છે. તેના ફ્રેન્ડ્સ પણ તેને લઇને ઘણાં ઉત્સુક છે. ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ સાઇટ પર દિશાની અનેક પોઝમાં ફોટો અપલોડ કરીને ફ્રેન્ડ્સની વાહવાહી પણ મેળવી રહી છે.

ઇન્સ્ટાગ્રામ પર લગભગ ૩૦,૦૦૦ જેટલાં ફોલોવર્સ ધરાવતી દિશાનીએ ન્યુયોર્ક ફિલ્મ એકેડમીમાંથી એક્ટિંગ કોર્સ પૂર્ણ કરી લીધો છે અને હવે તો ત્વરીત કોઇ ફિલ્મ દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી મારી શકે છે. ઉલ્લેખનીય છે કે, મિથુનને અને યોગિતાને ત્રણ પુત્રો પણ છે જેના નામ મહાક્ષય, ઉશ્મે અને નામાશી છે. ચોથી સંતાન પુત્રી દિશાની છે જેને મિથુન દાએ પાલકપિતાની જેમ સાચવી છે.

Leave a Reply

error: Content is protected !!