દીકરાની યાદમાં ઊભી કરી વિશ્વની ટોચની યુનિવર્સીટી કેલીફોર્નિયાની સત્યઘટના

કેલીફોર્નિયામાં રહેતા એક સુખીસંપન્ન દંપતિએ 1884ની સાલમાં પોતાના એકના એક દિકરાને ટાઇફોઇડના કારણે ગુમાવ્યો. આ છોકરો માત્ર15 વર્ષનો હતો. દિકરાના અકાળે
થયેલા અવસાનના કારણે દંપતિ દુ:ખી તો ખુબ થયુ પણ પછી જેવી ભગવાનની ઇચ્છા એમ માનીને સ્વિકારી લીધુ. એમણે નક્કી કર્યુ કે ભલે ભગવાને આપણો એક દિકરો લઇ
લીધો પણ હવે આ કેલીફોર્નિયાના તમામ દિકરા-દિકરીઓ આપણા જ છે એમ માનીને એ બધા માટે કંઇક કરવુ છે.

કેલીફોર્નિયા શહેર :

 

દિકરાએ હાવર્ડમાં એડમિશન લીધુ એને હજુ એક વર્ષ પણ નહોતુ થયુ અને એણે ભણવાની બહુ ઇચ્છા હોવા છતા અધુરા અભ્યાસે વિદાય લીધી. દંપતીએ નક્કી કર્યુ કે આપણે આપણા દિકરાની સ્મૃતિમાં હાવર્ડ યુનિવર્સિટીમાં કંઇક કરીએ જેથી અનેક વિદ્યાર્થીઓને એનો લાભ મળે.દંપતિ હાવર્ડના પ્રેસીડેન્ટને મળવા માટે ગયુ.

 

પ્રેસીડેન્ટને મળતા પહેલા બહુ લાંબો સમય રાહ જોવી પડી. મુલાકાત થઇ તો દંપતિ એ હાવર્ડના પ્રેસીડેન્ટને વિનંતી કરતા કહ્યુ , “સાહેબ , અમારો એકનો એક દિકરો અહિયા અભ્યાસ કરતો હતો. અમે એમની યાદમાં આપની આ યુનિવર્સીટીમાં કંઇક કરવા માંગીએ છીએ.”

 

દંપતિ એના પહેરવેશ પરથી બહુ જ સામાન્ય લાગતુ હતુ આથી પ્રેસીડેન્ટે એમને કહ્યુ , ” તમને ખબરછે આ યુનિવર્સીટીના જુદા- જુદા ભવનો પાછળશું ખર્ચ થયો છે ? બધુ મળીને 7.5 મીલીયન ડોલરની આ સંપતિ છે આટલી મોટી સંપતિની સામે તમે આ યુનિવર્સીટીમાં એવુ તે શું કરી શક્શો કે જેથી તમારા દિકરાની યાદ જળવાય રહે? ” આવેલ દંપતિ એકબીજાની સામે જોઇ રહ્યા.આંખના ઇશારાથી બંને એ કંઇક વાત કરી લીધી અને પ્રેસીડેન્ટનો આભાર માનીનેબહાર નીકળી ગયા.

પ્રેસીડેન્ટે પોતાના સેક્રેટરીને કહ્યુ , ” જોયુને મેં બંનેનેકેવા સમજાવી દીધા? ” પેલા દંપતિએ બહારઆવીને હસતા હસતા એકબીજાનેતાળી આપતા કહ્યુ , ” એક યુનિવર્સીટી ઉભી કરવાનો ખર્ચ બસ આટલો જ છે તો ચાલો દિકરાની યાદમાં એક
યુનિવર્સીટી જ ઉભી કરીએ.”

સ્ટેનફર્ડ યુનિવર્સીટી:

આ દંપતિ હતુ મી. અને મીસીસ સ્ટેનફર્ડ. અને દિકરાની યાદમાં ઉભી કરેલી યુનીવર્સીટી એટલે વિશ્વની ટોચની યુનિવર્સીટીઓ પૈકીની એક
એવી સ્ટેનફર્ડ યુનિવર્સીટી.

મી.સ્ટેનફર્ડ:

મિત્રો , જીવનમાં ક્યારેય કોઇને સામાન્ય ન સમજવા. ઘણીવખત પહેરવેશ કે
રહેણીકરણી પરથી માણસોને માપવાની આપણે ભૂલ કરીએ છીએ.

ગમ્યું તો શેર કરો…

Leave a Reply

error: Content is protected !!