આ દેશમાં બે પત્ની રાખવા પર સરકાર આપશે ઈનામ – વાંચી લો કારણ

ભારતમાં મુસ્લિમો માટે બીજા લગ્ન કરવા સરળ નથી કારણ કે ત્રણ તલાક પર પ્રતિબંધ છે. સાથે જ બીજા લગ્ન કરવા માટે કાયદેસરની તલાક લેવાની પ્રક્રિયા ખૂબ જ લાંબી અને ખર્ચાળ છે. હિન્દુસ્તાન એવો દેશ છે કે જ્યાં બે પત્નિઓ રાખવી અપરાધ ગણવામાં આવે છે, પણ દુનિયામાં એક દેશ એવો પણ છે કે જ્યાં બે પત્નિઓ રાખવા પર સરકાર તમને ઈનામ આપશે. જી હાં, દુનિયામાં એવા ઘણા દેશ છે જ્યાં એકથી વધુ લગ્ન કરવા પર સરકાર પ્રોત્સાહન આપે છે. એમાંથી જ દુનિયાનો એક અમીર ગણાતો દેશ કે જ્યાં તેલનાં ભંડાર છે. એટલે કે સંયુક્ત અરબ અમીરાત જેને લોકો યુ.એ.ઈ. નામથી ઓળખે છે. ત્યાંની સરકારે બે પત્નિઓ રાખનાર લોકોને મકાન ભથ્થું આપવાની ઘોષણા કરી છે. સાથે જ બીજા ઈનામો પણ આપવામાં આવશે.

દરેક ધર્મમાં અને કોર્ટમાં પણ લગ્ન કરવાની વિધિ દરમિયાન પોતાની પત્ની પ્રત્યે વફાદાર રહેવાનું અને પરાઈ સ્ત્રી સામે નહિ જોવાનું વચન આપવામાં આવે છે. પણ અહીંયા એક દેશ પોતે બીજા લગ્નને પ્રોત્સાહન આપવાની વાત કરી રહ્યો છે. જોકે મુસ્લિમ ધર્મની શરીયત મુજબ ચાર નિકાહ માન્ય છે.

વધી રહી છે કુંવારી મહિલાઓની સંખ્યા :


સ્થાનિક મિડિયા અને ખલીજ ટાઈમ્સનાં રિપોર્ટ મુજબ, UAE માં છેલ્લા કેટલાક વર્ષોથી છોકરીઓની સંખ્યામાં ઘણો વધારો થયો છે. એવામાં છોકરાઓની સંખ્યા ઘટી ગઈ છે. જેના લીધે દેશમાં અવિવાહિત છોકરીઓની સંખ્યા વધી રહી છે. આ સમસ્યા જોતા સરકારે પુરૂષોને અપીલ કરી છે કે, તેઓ બીજા નિકાહ પણ કરી લે. જેથી છોકરીઓનું ઘર વસે. આના માટે સરકારે કાયદેસરની એક યોજના પણ બનાવી છે. UAE નાં વિકાસ મંત્રી ડો.અબ્દુલ્લા બેલહૈફ અલ નુઈમીએ ફેડરલ નેશનલ કાઉન્સિલ (FNC) નાં એક પ્રોગ્રામ દરમિયાન આ યોજનાની જાહેરાત કરી હતી.

સરકાર કરશે ઘર વસાવવામાં મદદ :


મંત્રીએ આ યોજનાની માહિતી આપતા કહ્યા કે, એમના મંત્રાલયે નિર્ણય લીધો છે કે જે વ્યક્તિ બે પત્ની રાખશે એને શેખ જાયદ હાઉસીંગ કાર્યક્રમ હેઠળ મકાન ભથ્થું આપવામાં આવશે. જો કે આ ભથ્થું અસલમાં બીજી પત્ની માટે હશે. એટલે કે આ ભથ્થું એક પત્નીવાળા પરિવારને પહેલા મળી રહેલા મકાન ભથ્થા કરતા વધુ હશે. બીજા લગ્ન કરવાથી ડબલ ફાયદો મળશે. વિકાસ મંત્રી અબ્દુલ્લાએ કહ્યું કે બીજી પત્નીને પણ પ્રથમ પત્ની જેટલો જ દરજ્જો આપવામાં આવશે.

બીજી પત્નીને પણ પહેલી જેવી જ માન્યતા :


મંત્રીએ કહ્યું, ‘બીજી પત્નીને પણ એટલો જ હક-હિસ્સો અને સુખ-સગવડો મળવા જોઈએ જેટલા પહેલી પત્નીને મળે.’ એમણે કહ્યું કે મકાન ભથ્થું આપવાથી લોકો બીજા લગ્ન કરવા પ્રોત્સાહિત થશે અને UAE માં અવિવાહિત મહિલાઓની સંખ્યા ઘટશે. મંત્રાલય એવું ઈચ્છે છે કે બીજી પત્નીને પણ પહેલી પત્નીની જેમ સમાન દરજ્જો અને ઘર મળે.

નોંધનીય છે કે, UAE માં કુંવારી છોકરીઓની વધતી સંખ્યાને લઈને FNC નાં સભ્યોએ ચિંતા વ્યક્ત કરી ચુક્યા છે. કેટલાક સભ્યોએ તો એવું પણ કહ્યું છે કે, બીજા લગ્ન ન કરવાથી દેશનું કર્જ વધી રહ્યું છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!