પતિ-પત્નીની ઉંમરમાં અંતર હોવું જરૂરી છે, નહીતર સંબંધો પર આવી ખરાબ અસર થાય છે

સમયની સાથોસાથ માણસે ઘણી ઉન્નતિ કરી છે. આટલી ઝડપથી થઈ રહેલ ઉન્નતિએ માણસ જાતી પર ઘણી અસર કરી છે. એટલું જ નહીં પણ આ બદલાય રહેલ સમયે માણસનાં વિચારો પણ બદલી નાખ્યા છે. આજના જમાનામાં એવી ઘણી વસ્તુઓ છે કે જે માણસ માટે સામાન્ય બની ગઈ છે, જોકે એમાંની ઘણી વસ્તુઓને આજે પણ સમાજમાં પાપ ગણવામાં આવે છે. હકીકતમાં, આજના આ આર્ટિકલમાં અમે પુરૂષ અને સ્ત્રી વચ્ચેના સંબંધો વિશે વાત કરવાના છીએ.

આજની યુવા પેઢી વિશે વાત કરીએ તો, હવે ખુલ્લા વિચારોનો જમાનો છે. હાલના સંજોગોમાં ફિલ્મોએ યુવા પેઢી પર સૌથી વધુ અસર કરી છે. પહેલાના સમયમાં બાળકોના લગ્નનો નિર્ણય પરિવારના બધા સભ્યો ભેગા થઈને લેતા. હવે એવું થઈ ગયું છે કે છોકરો-છોકરી થોડા સમાજણા થાય કે તરત જ જાતે પાર્ટનર શોધવા લાગે છે. આમ, દેશના યુવાનો ધર્મ, જાતિ વગેરે જેવી બાબતોમાં માનતા નથી. હવે યુવાનો પોતાના કુટુંબની વિરૂદ્ધમાં જઈને લગ્ન કરતા ખચકાતા નથી.

પતિ-પત્ની વચ્ચેનો સંબંધ સૌથી અનોખો, નાજુક અને મહત્વપૂર્ણ છે. એવામાં આ સંબંધ ત્યારે જ સફળ થાય કે જ્યારે બે પાત્ર એકબીજાને સમજે અને બન્ને હળીમળીને જીવન વ્યતીત કરે તેમજ બન્ને વચ્ચેની ઉંમરમાં ખાસ અંતર ન હોય. કારણ કે માણસનાં વ્યક્તિત્વ અને ઉંમર વચ્ચે ખાસ કન્નેક્શન હોય છે. એવામાં જો તમારો પાર્ટનર તમારાથી મોટો હશે તો પોતાની જાતને બુદ્ધિશાળી માનશે અને તમને કમજોર માનશે. આ સિવાય તમારા બન્ને વચ્ચે મનમેળ થતા સમય લાગી શકે.

આવી પરિસ્થિતિમાં, જો તમે તમારી ઉંમરનાં વ્યક્તિ સાથે લગ્ન કરો તો બંને વચ્ચે ખૂબ સારી અંડરસ્ટેન્ડિંગ ઉભી થશે અને સરળતાથી એકબીજાનાં મન મળી જશે. લગ્ન સંબંધ જવાબદારી સાથેનો સંબંધ છે. લગ્ન બાદ બન્ને જણને એકબીજા પાસે ઘણી અપેક્ષાઓ હોય છે અને તમે એ અપેક્ષાઓ ત્યારે જ સમજી શકો જ્યારે તમે પુખ્ત હોવ. કારણ કે, ઈચ્છાઓની પૂર્તિ ન થવી એ પણ સંબંધ તોડવાનું એક કારણ છે.

એકબીજાને સમજવા માટે જરૂરી છે કે તમે સામેવાળી વ્યક્તિના ભાવને ઓળખો અને સમજો. પરંતુ, ઘણી વખત ઉંમરમાં વધુ પડતું અંતર હોવાથી સંબંધોમાં સમસ્યાઓ ઉભી થવા લાગે છે. આજે અમે તમને જણાવીશું કે લગ્ન માટે બે પાર્ટનર વચ્ચે ઉંમરમાં કેટલું અંતર હોવું જોઈએ.

તમારી અને તમારા સાથીની ઉંમરમાં ઓછામાં ઓછા એક થી બે વર્ષનો ફર્ક હોવો જોઈએ. કારણ કે, ઉંમરની સાથો સાથ વ્યક્તિનાં વિચારો, સપના અને પસંદ પણ બદલાય જાય છે. એવામાં જો તમે બન્ને સરખી ઉંમરનાં હશો તો બન્નેની પસંદ-નાપસંદ પણ એકસરખી જ રહેશે.

20 થી 22 વર્ષની ઉંમર યુવાનો માટે મસ્તી કરવાની ઉંમર હોય છે. એવામાં વળી, જો તમારો પાર્ટનર તમારા કરતા મોટી ઉંમરનો મળે તો એ તમારી ફીલિંગ્સ, સપના અને પસંદ-નાપસંદને નાદાનીનું નામ આપશે. જેથી બન્ને વચ્ચે નાની-મોટી તકરાર થઈ શકે છે.

એક સર્વે મુજબ પતિ પત્નીની ઉંમરમાં ચાર વર્ષનો તફાવત હોય તો તેમના સંબંધોમાં ઓછા વિખવાદો ઊભા થાય છે. સ્ત્રીઓ તેનાથી બહુ મોટી ઉંમરના પુરૂષને પરણે તો પણ મોટા ભાગના કિસ્સામાં તે પ્રેમને કારણે નહિં પણ પૈસાના કારણે લગ્ન કરતી હોવાનુ સર્વેમાં પ્રકાશમાં આવ્યુ હતુ.

મિત્રો, આજકાલ લગ્ન તૂટવાના સમાચાર સાવ સામાન્ય બની ગયા છે. પરફેક્ટ લગ્ન એ જાણે સપનું થઈ ગયુ છે. લગ્ન સફળ બનાવવા માટે કોઈ ફોર્મ્યુલા નથી પરંતુ એક સંશોધન મુજબ પતિ અને પત્નીની ઉંમર વચ્ચે અમુક અંતર હોય તો તે લગ્ન સફળ થવાના ચાન્સ વધી જાય છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ સમજણ ભરી પોસ્ટ પસંદ આવી હોય તો કમેન્ટ અને શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!