દિવાળી પહેલા કાળી પડી ગયેલી ડોકને કોઈ ખર્ચ વગર આ રીતે ગોરી કરો – શેર કરવા જેવી માહિતી

કાળામાંથી ધોળા બનવાની પ્રક્રિયા આજકાલના યુગમાં તો ગાડરિયા પ્રવાહની માફક ચાલુ છે. લોકો પોતાનો વાન સફેદ બનાવવા માટે મચી પડ્યાં છે. વિવિધ પ્રકારના સૌંદર્ય પ્રસાધનોના થર જમાવી દે છે ચહેરા પર; જેનું પરિણામ અક્ષરશ: શૂન્ય જ મળે છે. ઉલ્ટાનું, ચહેરો તેજહીન બની જાય છે. પણ આ વાત હવે કોઈની સમજમાં આવતી નથી અને આવે છે તોયે એ જાતની પરેજી હવે કોઈમાં રહેતી નથી.

યુવાનો-યુવતીઓ ચહેરાની સુંદરતા બાબતે ઘણાં ચિંતિત હોય છે. વિવિધ પ્રકારની બજારુ ક્રીમો લગાડીને ચહેરાને શ્વેત કરવામાં રીતસર પથારી ફેરવી નાખે છે. ખરેખર વાન તો કુદરતે દીધો હોય એ જ રાખો! છતાં અમુક ઘરગથ્થુ ઉપાયો એવા હોય છે જેને લીધે તમે કાળા પડી ગયેલા વાનની ચમક પાછી મેળવી પણ શકો. આ ઉપાયો કરવા એટલાં માટે જોઈએ કે, એની બહુધા કોઈ આડઅસર પણ થતી નથી. ઘણીવાર એવું બને છે કે, ચહેરા ઉપરાંત ડોકનો વાન પણ કાળો પડી જાય છે. આ માટે વધારે કંઈ કરવાની જરૂર નથી, કે નથી જરૂર ક્રીમોના થર લગાડવાની! જરૂર છે તો બસ નીચે દર્શાવેલા અમુક ઘરગથ્થુ ઉપાયો અજમાવવાની જેના વડે તમે ડોકને ફરીથી ચમકીલી બનાવી શકશો. જાણી લો આ ઉપાયો :

(1) ન્હાવાની દસેક મિનીટ પહેલાં આ ઉપાય અજમાવી શકશો. બે’ક ચમચી જેટલો બેકિંગ સોડા પાણી સાથે મિક્સ કરો. પછી તેને હળવે હાથે ગરદન પર માલીશ કરી દો. દસેક મિનિટ રહેવા દઈ નાહી નાખો. આવું ચાર-પાંચ દિવસ કરવાથી ડોકની કાળાશ દુર થશે.

(2) બીજું, ચણાના લોટમાં થોડું રાઈનું તેલ અને થોડી હળદર મેળવી એની પેસ્ટ તૈયાર કરો. ઉપર જણાવેલા ઉપાય પ્રમાણે જ પેસ્ટ ડોકમાં રગડો અને થોડી વાર બાદ નાહી નાખો.

(3) એલોવીરા(કુંવારપાઠું) કાળાશ દુર કરવા અને ચામડીને સ્વાસ્થયવર્ધક બનાવવા માટે જબરદસ્ત અસરકારક છે. એલોવીરાની જેલ ન્હાવાની થોડી મિનીટો પહેલાં તમે ડોક પર રગડી શકો. જેલ ના હોય તો ઘરના ફળિયામાં કુંવારપાઠાનો છોડ રાખો, એના પર્ણમાંથી જે જેલ નીકળશે એ બેસ્ટ રહેશે. આ ઉપાય એકદમ કારગત કહી શકો.

(4) કાચા પપૈયાંના ગર/મલાઈમાં ગુલાબજળ અને દહીં મેળવીને ડોક પર લગાવવાથી પણ ડોકની કાળાશ દુર થવામાં મહ્દઅંશે ફાયદો થશે.

(5) ‘નેચરલ બ્લીચિંગ’ના ગુણ માટે બહુધા પ્રખ્યાત લીંબુનો ઉપાયોગ પણ તમે ડોકની કાળાશ મીટાવવા કરી શકો. ન્હાવાના થોડા સમય પૂર્વે લીઁબુને હલકે હાથે ડોક પર રગડી દો.

મિત્રો, આર્ટીકલ કેવો લાગ્યો? આશા છે કે, આપને ઘરગથ્થુ ઉપાયો ખાસ પસંદ પડ્યા જ હશે. અહીં દર્શાવેલા ઉપાયોની મોટેભાગે કોઈ જ આડઅસર થતી નથી. હાં, બેકિંગ સોડાનો ઉપયોગ થોડો ઓછો જ કરવો હિતાવહ છે જે અમે આપને અહીં જણાવી જ દઈએ છીએ. ઉપાયો સારા લાગ્યાં હોય તો આપના મિત્રો સાથે પણ શેર કરજો, ધન્યવાદ!

Leave a Reply

error: Content is protected !!