જાણો મોસ્ટ વોન્ટેડ દાઉદ ઈબ્રાહિમ વિશે જાણી-અજાણી વાતો – કેમ એક નમ્ર વ્યક્તિમાંથી ડોન બન્યો

આજે અમે તમને એક એવા વ્યક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જેણે મુંબઈના સામાન્ય છોકરાની જેમ સપના જોયા હતા કે તે સૌથી ધનવાન માણસ બનશે. એણે પોતાના સપના તો પુરા કર્યા પણ બેઈમાની, સટ્ટો અને ગુંડાગીરીથી આગળ આવ્યો. એના માટે કોઈનો જીવ અને ઇમાન કંઈ જ મહત્વનું નહોતું, જો કંઇ મહત્વનું હતું તો એ હતા ફક્ત પૈસા, જેના માટે તે કંઈપણ કરવા તૈયાર હતો. અમે અંડરવર્લ્ડ ડોન અને મોસ્ટ વોન્ટેડ દાઉદ ઈબ્રાહીમની વાત કરી રહ્યા છીએ, જેની પાસે આજે પૈસા તો ઘણા બધા છે પણ માથું ઉંચું કરીને જીવી શકવાની સ્વતંત્રતા નથી. દાઉદ આજે બધી બાજુ નાસતો-ભાગતો ફરે છે.

કહેવાય છે કે પહેલા દાઉદ નમ્ર સ્વભાવનો હતો. જોકે પોતાની જાતને રાજા સમજનાર ગેંગસ્ટરે ગેરકાયદેસર કામ કરીને પોતાની અસલ ઓળખાણ ભૂંસી નાખી. આજે આખી દુનિયાની પોલીસ એની પાછળ પડી છે. ચાલો આજે તમને જણાવીએ દાઉદ વિશે જાણી-અજાણી વાતો.

(1) 27 ડિસેમ્બર 1955 નાં રોજ મહારાષ્ટ્રનાં ખેડ રત્નાગીરીમાં દાઉદ ઈબ્રાહીમનો જન્મ કોંકણી મુસ્લિમ પરિવારમાં થયો. એના પિતા ઈબ્રાહીમ મુંબઈ પોલીસમાં હેડ કોન્સ્ટેબલ અને માતા હાઉસવાઈફ હતા.

(2) દાઉદ ‘ટેમકર’ નામના મહોલ્લામાં રહેતો હતો અને એણે અહેમદ સેલર હાઈ સ્કૂલમાં ધોરણ-10 સુધી અભ્યાસ કરીને ભણવાનું છોડી દીધું હતું. દાઉદનું બાળપણ મુંબઈ શહેરનાં ડોંગરી વિસ્તારમાં વીત્યું. અહીંયાંથી જ તે ઈબ્રાહીમ હાજી મસ્તાનનાં સંપર્કમાં આવ્યો.

(3) દાઉદ ડી-કંપનીનો સરદાર છે. આ કંપની અંતર્ગત એશિયામાં હથિયાર, દવાઓ અને બીજી ઘણી બધી ગેરકાનૂની પ્રવૃતિઓ ચલાવવામાં આવે છે. આ કંપની પાસે એક વિશાળ સામ્રાજ્ય છે જે મુખ્યત્વે દુબઈ, ભારત અને પાકિસ્તાનમાં ફેલાયેલું છે.

(4) દાઉદનાં પિતા એક સાચા અને ઈમાનદાર પોલીસવાળા હતાં અને તેઓ પોતાની ડ્યુટી નિષ્ઠાપૂર્વક કરતા પણ એને નહોતી ખબર કે એનો છોકરો કપાતર પાકશે.

(5) જહાજનાં બિઝનેસમાં દાઉદની મોટી ભાગીદારી હતી અને એ જ પૈસાથી દેશની અંદર વિસ્ફોટક સાધનો અને બીજી તસ્કરીનું કામ કરતો. એ દરેક જણને પૈસા ખવરાવીને ખરીદવાની કોશિશ કરતો.

(6) વર્ષ 1993 માં થયેલ બૉમ્બ બ્લાસ્ટમાં દાઉદનું નામ મુખ્ય હતું પણ તે કોઈના હાથમાં ન આવ્યો. કહેવાય છે કે દાઉદને બોલીવુડ સાથે પણ ગાઢ સંબંધ હતો.

(7) આટલો ભયાનક બસ બ્લાસ્ટ પછી દાઉદ ભાગી ગયો અને પછી એને ભારતનો સૌથી ખૂંખાર ગુન્હેગાર જાહેર કરવામાં આવ્યો. સાથે જ તે મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન બની ગયો. એ સમયે દાઉદ પોતાના પરિવાર સાથે દેશ છોડીને નાસી ગયો અને સંયુક્ત અરબ અમીરાતનો નાગરિક બની ગયો.

(8) દાઉદ ઈબ્રાહીમની દિકરી મહરૂખનાં લગ્ન પાકિસ્તાનનાં ક્રિકેટર જાવેદ મિયાંદાદનાં દિકરા સાથે થયા છે. જેનું પરિણામ એ આવ્યું કે, મિયાંદાદને ભારત આવવા પર તેમજ પાકિસ્તાનનાં કેટલાક શહેરોમાં પ્રવેશ પર પ્રતિબંધ લાગી ગયો.

(9) ઘણા વર્ષો સુધી દાઉદને ટ્રેક કર્યા બાદ તેમજ ભારત દ્વારા અપીલ કરવાથી અમેરિકી રક્ષા દળે આખરે દાઉદને વર્ષ 2003 માં વૈશ્વિક આતંકવાદી ઘોષિત કર્યો હતો.

(10) દાઉદને બોલીવુડ અભિનેત્રી મંદાકિની સાથે પ્રેમ-સંબંધ હતો. આ સિવાય આ ગેંગસ્ટરનાં જીવન પર આધારિત કંપની, ડી, બ્લેક ફ્રાઇડે, શૂટઆઉટ એટ લોખંડવાલા, વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ અને ડી-ડે જેવી ફિલ્મો પણ બની ચુકી છે.

(11) દાઉદને દારૂ, છોકરીઓ અને ઘોડાનો ખૂબ જ શોખ હતો. તે રાજા જેવી જીંદગી જીવવાનું પસંદ કરતો હતો. તે એક નંબરનો લાલચુ હતો તેથી જ તેને આખું હિન્દુસ્તાન નફરત કરે છે.

(12) દુનિયાનો કોઈપણ વ્યક્તિ દાઉદને પકડીને લાવશે એને 25 મિલિયન ડોલરનું ઈનામ આપવામાં આવશે. દુનિયાની દરેક પોલીસ એને શોધી રહી છે. એવું કહેવાય છે કે આજકાલ દાઉદનું સ્વાસ્થ્ય ઠીક નથી.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો કમેન્ટ અને શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!