દિવાળીની પૂજામાં આ 12 વસ્તુઓ સામેલ કરો, માતા લક્ષ્મી જરૂર પ્રસન્ન થશે

હિંદુ ધર્મમાં દિવાળીનું વિશેષ મહત્વ છે અને આ સમય દરમિયાન લોકો માતા લક્ષ્મી અને ગણેશની પૂજા કરે છે. એમની પૂજા દ્વારા લોકો પોતાના ઘર માટે સુખ-સમૃદ્ધિની કામના કરે છે અને આ સમયે તેઓ પુરી સાવધાનીથી પૂજા-અર્ચના કરે છે. દિવાળીની પૂજામાં આ 12 વસ્તુઓ સામેલ કરીને પૂજા કરવાથી ઘરમાં હંમેશા લક્ષ્મીજીનો વાસ રહે છે.

દિવાળીની પૂજામાં આ 12 વસ્તુઓ સામેલ કરો :


દિવાળી માટે જરૂરી પૂજા સામગ્રી જેવી કે, દિવો, પ્રસાદ, કંકુ, ફળ-ફૂલ વગેરે હોય છે, આ સિવાય બીજી 12 વસ્તુઓ પણ છે કે જેને પૂજામાં સામેલ કરવી જોઈએ. જેના વિશે આજે અમે તમને જણાવીશું.

(1) ખીર :


દિવાળીનાં દિવસે લક્ષ્મી પૂજામાં મીઠાઈની સાથોસાથ ઘરમાં બનેલ ખીર પણ રાખવી જોઈએ. શાસ્ત્રો મુજબ, ખીર લક્ષ્મીજીનું પ્રિય વ્યંજન છે. એટલે પ્રસાદમાં ખીર ચોક્કસ રાખવી જોઈએ.

(2) તોરણ :


આંબો, પીપળો અને આસોપાલવનાં પાનની માળાને તોરણ કહેવાય છે. જેને દિવાળીના દિવસે મુખ્ય પ્રવેશ દ્વાર પર બાંધવામાં આવે છે. આના વિશે એવી માન્યતા છે કે, બધા જ દેવી-દેવતાઓ આ તોરણની સુગંધથી આકર્ષિત થઈને ઘરમાં પ્રવેશ કરે છે.

(3) શેરડી :


મહાલક્ષ્મીનું એક રૂપ ગજલક્ષ્મી પણ છે અને આ રૂપમાં દેવી ઐરાવત હાથી પર સવાર હોય છે. લક્ષ્મીજીનાં આ ઐરાવત હાથીની પ્રિય ખાદ્ય વસ્તું શેરડી છે. દિવાળીનાં દિવસે પૂજામાં શેરડી રાખવાથી ઐરાવત પ્રસન્ન રહે છે અને ઐરાવતની પ્રસન્નતાથી મહાલક્ષ્મી પણ પ્રસન્ન થાય છે.

(4) પીળા રંગની કોડી:
લક્ષ્મી પૂજાની થાળીમાં પીળા રંગની કોડી રાખવાની પરંપરા વર્ષો જૂની છે. આ પીળી કોડી ધન અને શ્રી એટલે કે લક્ષ્મીનાં પ્રતીક છે. પૂજા કર્યા પછી આ કોડીને તિજોરીમાં રાખવાથી લક્ષ્મીજીની કૃપા હંમેશા બની રહે છે.

(5) પાન:


દિવાળી પૂજા માટે પાન શુભ ગણાય છે. પાન ખાવાથી જે રીતે આપણાં પેટની શુદ્ધિ થાય છે, પાચનતંત્રને મદદ મળે છે, એવી જ રીતે પૂજામાં પાન રાખવાથી ઘરની શુદ્ધિ થાય છે અને વાતાવરણ સકારાત્મક અને પવિત્ર બને છે.

(6) જ્વારા :


જૂની માન્યતા છે કે દિવાળી પર ઘરમાં જ્વારા રાખવાથી ધનમાં વૃદ્ધિ થાય છે, બધા જ દેવી-દેવતાઓ સાથે માતા અન્નપૂર્ણાની કૃપા પણ પ્રાપ્ત થાય છે. માતા અન્નપૂર્ણા અને લક્ષ્મીની કૃપાથી ઘરમાં કોઈપણ પ્રકારનાં અનાજની કમી નથી રહેતી.

(7) સ્વસ્તિક:


કોઈપણ પૂજામાં સ્વસ્તિક ચોક્કસ બનાવવામાં આવે છે. સ્વસ્તિકની ચાર ભુજા ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ ચારેય દિશાઓને દર્શાવે છે. સાથે જ આ ચારેય ભુજાઓ બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ આશ્રમોનાં પ્રતીક ગણાય છે.

(8) તિલક:


દરેક પૂજામાં તિલક લગાવવામાં આવે છે કારણ કે, મસ્તિષ્કમાં બુદ્ધિ, જ્ઞાન અને શાંતિનો પ્રસાર થાય. કોઈપણ પૂજા તિલક વગર અધૂરી છે. માથા પર જ્યાં તિલક કરવામાં આવે છે ત્યાં આજ્ઞા ચક્ર હોય છે અને આ સ્થાન પર તિલક કરવાથી મનની એકાગ્રતા વધે છે.

(9) ચોખા એટલે કે અક્ષત :
પ્રાચીન સમયથી જ પૂજામાં ચોખાનું ઘણું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. ચોખાને અક્ષત કહેવાય છે એટલે કે જે ખંડિત નથી એવું. એટલે ચોખાને પૂર્ણતાનું પ્રતીક માનવામાં આવે છે. ધાર્મિક કાર્યોમાં ચોખાનો ઉપયોગ એક ધાનનાં રૂપમાં થાય છે. પૂજામાં ચોખા રાખવાનાં સંબંધમાં એક માન્યતા એવી છે કે, આ આપણાં ઘર પર કાળો દાગ પડવા નથી દેતા એટલે કે સમાજમાં આપણી પ્રતિષ્ઠા વધારે છે.

(10) પતાશા અથવા ગોળ :


આ પણ દિવાળી માટે શુભ વસ્તું છે. લક્ષ્મી પૂજા બાદ ગોળ-પતાશાનું દાન કરવાથી ધનમાં વૃદ્ધિ થાય છે. ઘર-પરિવારમાં સુખ અને સમૃદ્ધિ વધે છે. એટલે જ પ્રસાદનાં રૂપમાં ભગવાનને પતાશા અર્પણ કરવામાં આવે છે.

(11) દોરા ધાગા:
લાલ રંગનાં દોરા (નાડાછેળી) ઘણા બધા દોરા ભેગા કરીને બને છે, એટલે આ એકતા અને શક્તિનું પ્રતીક છે, જેને પૂજા વખતે હાથમાં બાંધવામાં આવે છે. આ દોરાને રક્ષા-સૂત્ર પણ કહેવાય છે. આના પ્રભાવથી આપણે ઘણી બધી તકલીફોથી બચી શકીએ.

(12) રંગોળી :


લક્ષ્મી પૂજનનાં સ્થળે, પ્રવેશ દ્વારે અને ઓસરીમાં વિવિધ રંગો વડે ધાર્મિક ચિહ્ન કમળ, સ્વસ્તિક, કળશ, ફૂલ, પાન વગેરે જેવી રંગોળી બનાવવામાં આવે છે. એવું કહેવાય છે કે, દેવી લક્ષ્મી રંગોળી તરફ જલ્દી આકર્ષિત થાય છે.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ ધાર્મિક અને ઉપયોગી પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!