14 વર્ષના ગુજરાતી બાળકે એવું ડ્રોન બનાવ્યું કે તરત જ 5 કરોડનો પ્રોજેકટ મળી ગયો – વાંચો વધુ વિગત

જે ઉંમરમાં બાળકો રમકડાંથી રમતા હોય, એ ઉંમરમાં એક છોકરાએ એવું પરાક્રમ કર્યું કે સરકાર એની મુરીદ બની ગઈ છે અને એની સાથે પ્રોજેક્ટ સાઈન કરી નાખ્યો. હકીકતમાં, આ પરાક્રમ ગુજરાતમાં રહેનાર 14 વર્ષીય હર્ષવર્ધનસિંહ નામનાં બાળકે કર્યું છે. અસલમાં હર્ષવર્ધને ફક્ત 14 વર્ષની ઉંમરમાં એક એવું ડ્રોન બનાવ્યું છે કે જેની મદદથી જમીનની નીચે બિછાવેલા વિસ્ફોટકોને શોધી શકાય અને તેને નિષ્ક્રિય પણ કરી શકાય છે. આ અનોખા ડ્રોનની મદદથી ભારતીય સેનાને ઘણો ફાયદો થશે. એટલે જ ગુજરાત રાજ્ય સરકારે હર્ષવર્ધન સાથે ડ્રોન પ્રોજેકટ માટે પાંચ કરોડની ડિલ કરી છે.

ડિસ્કવરી પ્રોગ્રામ જોઈને ડ્રોન બનાવવાનો આઈડિયા આવ્યો :

હર્ષવર્ધનનાં માતા-પિતા કહે છે કે, એને નાનપણથી જ વિજ્ઞાનમાં ખૂબ રસ છે. એવામાં હર્ષવર્ધન એક વખત ટીવીમાં ડિસ્કવરી સાયન્સ જોઈ રહ્યો હતો. ટીવીમાં એક કાર્યક્રમ આવતો હતો જેમાં અમેરિકી સૈનિકો સુરંગમાં બિછાવેલા વિસ્ફોટકોને શોધીને એને નિષ્ક્રિય કરવાનું કાર્ય કરી રહ્યા હતા. આ કાર્ય દરમિયાન સુરંગમાં વિસ્ફોટ થયો અને ઘણા સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા. હર્ષવર્ધનસિંહને આ ઘટના જોઈને એક આઈડિયા આવ્યો. હર્ષવર્ધનસિંહે એવું ડીવાઈસ બનાવવાનો વિચાર કર્યો કે જેની મદદથી સુરંગમાં બિછાવેલા વિસ્ફોટકોને શોધી શકાય અને તેનો નાશ પણ કરી શકાય. એણે નક્કી કર્યું કે, ભારતીય સૈનિકોની સલામતી માટે મારે કંઈક કરવું છે.

ત્યારબાદ એ દિવસ-રાત આ જ કામમાં લાગી પડ્યો. ઈન્ટરનેટ પરથી ઘણી બધી માહિતી ભેગી કરી અને એની મદદથી એક એવું ડ્રોન બનાવી નાખ્યું કે જે જમીનથી 2 ફુટ ઊંચે ઉડી શકે અને એમાંથી નીકળતા રેડિયો તરંગો વિસ્ફોટક પદાર્થને શોધી કાઢે. સાથે જ આ ડ્રોનની મદદથી લેઝર વડે વિસ્ફોટક સુરંગને નષ્ટ પણ કરી શકાય.

રાજ્ય સરકાર સાથે કર્યો 5 કરોડનો કરાર :


વાઈબ્રન્ટ સમિટમાં ઉદ્યોગપતિઓએ કરોડો રૂપિયાના એગ્રીમેન્ટ સાઈન કર્યા છે. ત્યારે અમદાવાદનો 14 વર્ષનો કિશોર હર્ષવર્ધન ઝાલાએ સૌ કોઇના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. અમદાવદના બાપુનગરમાં રહેતા હર્ષવર્ધન ઝાલાએ 5 કરોડ રૂપિયાનો એગ્રીમેન્ટ સાઇન કર્યો છે. હર્ષવર્ધન ઝાલાએ ડ્રોનની મદદથી જમીનની અંદરની માઈન્સ શોધવા અંગે પ્રોજેક્ટ સાઈન કર્યો છે. ઉલ્લેખનીય છે કે મહાત્મા મંદિર ખાતે યોજાયેલા વાઈબ્રન્ટ સમિટમાં દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ આવ્યા હતા અને કરોડોના MOU કર્યા હતા. તેવામાં 14 વર્ષના આ બાળકે સૌ કોઈમાં આશ્ચર્ય જગાવ્યું છે. જેના કારણે તે આખા ભારતમાં પ્રખ્યાત થઈ ગયો છે.

નોંધનીય છે કે, હર્ષવર્ધનસિંહ ઝાલાએ બનાવેલ ડ્રોનમાં મેકેનિકલ શટર વાળા 21 મેગાપિક્સેલનાં કેમેરા સાથે ઈન્ફ્રારેડ, આર.જી.બી સેન્સર અને થર્મલ મીટર લાગેલા છે. એવામાં ડ્રોન જમીનથી બે ફૂટ ઉપર ઉડતા-ઉડતા 8 સ્કેવર મીટર ક્ષેત્રમાં રેડિયો તરંગો મોકલશે અને આ જ તરંગો વડે લેન્ડ માઈન્સ વિશે જાણકારી પ્રાપ્ત થશે અને બેઝ સ્ટેશનને એનું લોકેશન બતાવશે. સાથે જ આ ડ્રોન લેન્ડ માઈન્સને તબાહ કરવા માટે 50 ગ્રામનો બોમ્બ પણ સાથે લઈને ઉડી શકે છે.

વડાપ્રધાનને મળવાની ઈચ્છા :


હર્ષવર્ધને જણાવ્યું હતું કે, ”સરકારની ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા’ યોજના થકી મને સારો સહકાર મળી રહ્યો છે.” અત્યાર સુધી તે વાઈબ્રન્ટ સાયન્સ સમિટમાં પોતાના ઇનોવેશન્સ માટે અવોર્ડ પણ જીતી ચૂક્યો છે. તેણે મેકર્સ ફેસ્ટ 2016માં પણ ભાગ લીધો હતો.

ખરેખર ! જે લોકોને કંઈક કરવું છે એ લોકો કોઈને કહેતા નથી એ લોકો કરી બતાવે છે..

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ પ્રેરણાત્મક પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરજો જેથી બીજા લોકોને ફાયદો થઈ શકે.

Leave a Reply

error: Content is protected !!