ભારતના આ ઐતિહાસિક કિલ્લામાં સંભાળીને રાખવામાં આવ્યો છે પારસમણી, આ પારસમણીનું રક્ષણ એક જીન્ન કરે છે

નાનપણમાં આપણને ઘણા પ્રકારની વાર્તાઓ કહેવામાં આવતી. તેમાંથી કેટલીક વાર્તાઓ સાચી હતી અને કેટલીક વાર્તાઓ ખોટી. એ બાળપણનાં દિવસોમાં એક વાર્તા પારસમણિ વિશે પણ કહેવામાં આવતી હતી. તમે પણ આ પારસમણી વિશે વારંવાર સાંભળ્યું હશે. આ પારસમણી એટલે એક જાદુઈ પથ્થર. એવું કહેવાય છે કે આ જાદુઈ પથ્થર કોઈપણ ધાતુને સોનું બનાવી દે છે. આ પથ્થરનાં સ્પર્શ માત્રથી કોઈપણ ધાતુ સોનું બની જાય છે.

જો કે આ સાચું છે કે નહીં, તેના વિશે કંઇ પણ કહેવું થોડું મુશ્કેલ છે. આપણે બધાએ બાળપણમાં આના વિશે ઘણી વાર્તાઓ સાંભળી છે જેમાં આ પથ્થરનો ઉલ્લેખ કરવામાં આવતો. આ પથ્થરની ખૂબી વિશે જાણીને દરેક જણ એવું ઈચ્છે કે, કદાચ આ ચમત્કારિક પથ્થર એની પાસે હોત. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે, આપણે જે જાદુઈ પથ્થર વિશે કથાઓ અને વાર્તાઓ સાંભળી છે, એની વાસ્તવિક્તા શું છે? આ પથ્થરનું ખરેખર અસ્તિત્વ છે કે ફક્ત વાર્તાઓમાં જ છે?

કિલ્લામાંથી પથ્થર મેળવવાનું કામ ખૂબ જ અઘરૂ છે:


તમારી માહિતી માટે તમને જણાવી દઈએ કે તમારા આ પ્રશ્નનો જવાબ ”હા” છે. આજે આપણી આ જ દુનિયામાં આ જાદુઈ પથ્થર હાજર છે. આ પથ્થરને એક કિલ્લામાં સાચવીને રાખવામાં આવ્યો છે અને તમને જાણીને નવાઈ લાગશે કે આ કિલ્લો બીજે કંઈ નહિ, પણ ભારતમાં જ છે. તમને જણાવી દઈએ કે આ પથ્થર (પારસમણિ) ભોપાલથી આશરે 50 કિ.મી. દૂર આવેલા એક કિલ્લામાં સુરક્ષિત છે. આ જ કારણ છે કે અહીં દર વર્ષે ઘણા બધા લોકો ખોદકામ માટે પહોંચી જાય છે. પરંતુ આ કિલ્લામાંથી પારસમણી મેળવવો સરળ નથી.

લૂંટાઈ જવાના ડરથી રાજાએ પારસમણીને તળાવમાં ફેંકી દીધો હતો :


તમે વિચારી રહ્યા હશો કે, આખરે ! કિલ્લામાંથી પારસમણી મેળવવો સરળ કેમ નથી? તો તમને જણાવી દઈએ કે, આ પથ્થરની સુરક્ષા બીજું કોઈ નહીં પણ એક જીન કરે છે. જી હાં, આ પથ્થરને એક જીન સાચવે છે. ભોપાલના પર્વતોની ટોચ પર સ્થિત આ કિલ્લો રાયસેનના કિલ્લા તરીકે જાણીતો છે. આ પથ્થર સંબંધિત ઇતિહાસ ખૂબ જ રસપ્રદ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ કિલ્લાનાં રાજા રાયસેન પાસે પારસ પથ્થર હતો, જેના કારણે તેને ઘણા યુદ્ધો પણ લડવા પડ્યા હતા. એક યુદ્ધમાં રાજા હારી ગયા અને પથ્થર લૂંટાઈ જવાના ડરથી તેણે પથ્થરને તળાવમાં ફેંકી દીધો. આ યુદ્ધ દરમિયાન જ રાજાનું અવસાન થયું હતું.

હજુ સુધી સત્ય બહાર નથી આવ્યું :


રાજાના મૃત્યુ પછી કિલ્લો એકદમ ઉજ્જડ થઈ ગયો. એવું કહેવાય છે કે આજે પણ પારસ પથ્થર આ કિલ્લામાં ક્યાંક હાજર છે અને તેનું રક્ષણ એક જીન કરે છે. જોકે ત્યાં કોઈ જીન છે કે નહીં તે અંગે કોઈ પુરાવા નથી, પરંતુ અહીં ઘણા લોકો પથ્થરની શોધમાં આવે છે, તેના ઘણા બધા પુરાવા છે. કેટલાક લોકો અહીં પારસ પથ્થર શોધવા માટે તંત્ર-મંત્ર અને જાદુ-ટોના નો પણ સહારો લે છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે પુરાતત્ત્વ વિભાગ પણ પારસમણિની શોધમાં કાર્યરત છે. પરંતુ તેમને હજી સુધી કંઈ મળ્યું નથી. કેટલાક લોકો એવું પણ કહે છે કે, આ પથ્થરનું રક્ષણ એક જીન કરે છે તેથી અહીં જે પણ પથ્થર શોધવા આવે છે તેઓ પોતાનું માનસિક સંતુલન ગુમાવી દે છે. આખરે ! આ પારસમણિની હકીકત શું છે? એ હજુ સુધી કોઈ જાણી શક્યું નથી.

મિત્રો, તમે પણ આવું કંઈક જાણતા હો તો કમેન્ટ કરજો.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!