આ ગોરીમેમ ભારતની કાળી ચા અમેરિકામાં વેચીને આ મહિલા બની ગઈ કરોડપતિ

આપણે ત્યાં લોકોને સવાર સવારમાં સૌથી પહેલા ચા પીવા જોઈએ. અરે ! ફક્ત સવારે જ નહીં, કેટલાક લોકો તો સવાર, બપોર અને સાંજ એમ ત્રણેય ટાઈમ ચા પીવાનું પસંદ કરે છે. ભારતના લોકોની આદત એવી છે કે ચા વગર એમની સવાર જ નથી પડતી. પણ, શું તમે વિચારી શકો છો કે તમને 5 કે 10 રૂપિયામાં ચા વેચનાર ચાવાળો કરોડપતિ બની શકે છે? નહિ ને? પાંચ-દસ રૂપિયાની ચા વેચવાથી પેટ ભરી શકાય, પણ લખપતિ કે કરોડપતિ ન બની શકાય.

પણ, હાલમાં કેટલાક લોકો એવા પણ સામે આવ્યા છે કે જેમનો ચા વેચવાનો ધંધો એટલો બધો ખીલ્યો છે કે ચા વેચીને તેઓ લખપતિ બનીને સુખ-સુવિધા ભર્યું જીવન જીવી રહ્યા છે. હાલમાં આવી જ એક અમેરિકન મહિલા ચર્ચામાં છે જે કરોડપતિ બની ગઈ છે. જી હાં, ભારતની ચા અમેરિકામાં વેચીને આ મહિલા કરોડપતિ બની ગઈ છે.

ભારતની ચા અમેરિકામાં વેચીને આ મહિલા કરોડપતિ બની:


જો કોઈ ભારતીય ચા વેચીને લખપતિ બની જાય તો એમાં આપણને આટલી નવાઈ નથી લાગતી. પણ શું તમે વિચારી શકો છો કે, કોઈ વિદેશી વ્યક્તિ ભારતની દેશી ચા વેચીને કરોડપતિ બની શકે. હકીકતમાં, ભારતની ચા અમેરિકામાં વેચીને આ મહિલા કરોડપતિ બની ગઈ છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ મહિલા ભારતીય નથી પણ વિદેશી છે.

આ મહિલા અમેરિકાની રહેવાસી છે જે ભારતની દેશી ચા અમેરિકામાં વેચીને કરોડપતિ બની ગઈ છે. આપણાં દેશમાં ચા પીવાવાળા લોકોની સંખ્યા એટલી બધી વધારે છે કે ચા ને રાષ્ટ્રીય પીણું ઘોષિત કરી દેવું જોઈએ. પણ, ખરેખર આ ખૂબ જ નવાઈની વાત છે કે હિન્દુસ્તાનની દેશી ચા સડક પર વેચીને એક અમેરિકન મહિલા અરબપતિ બની ગઈ છે. તો ચાલો જાણીએ વિગતવાર….

શું છે આ મામલો?


આ પરાક્રમ કરનાર મહિલાનું નામ બ્રૂફ એડી છે. એડી અમેરિકામાં રહે છે. એડી ભારતની દેશી ચા અમેરિકામાં વેચીને 35 મિલિયન ડોલર એટલે કે 227 કરોડની માલકિન બની ચુકી છે. એડીનાં કહ્યા મુજબ, તેણી એક વખત ભારત આવી હતી અને તેણીને ચા વેચવાનો આઈડિયા ભારતમાંથી જ મળ્યો. તેણી વર્ષ 2002માં ભારત આવી હતી. ભારત ફરવા આવેલી બ્રૂફ એડીએ પહેલીવાર હિન્દુસ્તાની ચા નો સ્વાદ ચાખ્યો હતો. ત્યારબાદ તેણી જે કોઈપણ દેશમાં ફરવા ગઈ ત્યાં ભારત જેવી ચા શોધતી રહી. પણ, એને કોઈ જગ્યાએ ભારત જેવી ચા નો સ્વાદ ન મળ્યો.

કોલોરાડો પહોંચીને પણ તેણીએ ઘણી જગ્યાએ ભારત જેવી ચા શોધી પણ ન મળી. ત્યારબાદ તેણી ભારતથી ચા ખરીદીને પોતાના ઘરમાં બનાવવા લાગી. થોડા દિવસો બાદ એને બિઝનેસનો આઈડિયા આવ્યો. એડીને થયું કે જ્યારે તેણીને આ ચા આટલી પસંદ છે તો બાકી લોકોને પણ ચોક્કસ ગમશે. એટલે, વર્ષ 2006માં તેણીએ પોતાની કારમાં ચા વેચવાનું શરૂ કર્યું. અમેરિકાનાં લોકો તરત જ એડીની ચા નાં દિવાના થઈ ગયા અને તેણીની જબરદસ્ત ફેન ફોલોવીંગ વધી ગઈ. ધીરે-ધીરે એનું બિઝનેસ વધતું ગયું અને આજે તેણી કરોડપતિ બની ચુકી છે.

મિત્રો, મહેનત, લગન અને કંઈક નવું કરવાની ધગશ હોય તો કોઈપણ કામ નાનું નથી. ચા વેચીને ફક્ત લખપતિ જ નહીં વડાપ્રધાન પણ બની શકાય છે.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો કમેન્ટ અને શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!