આમિર ખાને એક સમયે લોહીથી લખેલો પ્રેમપત્ર – કોણ હતી એ છોકરી જેના પાછળ ગાંડાની જેમ પાગલ હતો આમીર

‘મિસ્ટર પરફેક્ટનિશ’ તરીકે જાણીતા આમિર ખાનથી આજે કોઈ અજાણ નથી. જે-તે ફિલ્મી કિરદારમાં જાન રેડી દેનારી મહેનત અને દરેક લૂકમાં ફિટ આવવા તેના દ્વારા કરાતી કોશિશથી લોકો સારી પેઠે વાકેફ છે. તેમની દરેક ફિલ્મ કોઇ અલગ જ સબજેક્ટ પર હોય છે અને તે કારણથી જ દર્શકો તેની ફિલ્મો વધારે જોવાનું પસંદ કરે છે. કહેવાય છે કે, આમિરની ફિલ્મો ચીલાચાલુ ફિલ્મોથી થોડી હટકે હોય છે.

આમિર ખાનની અંતિમ ફિલ્મ ‘સિક્રેટ સુપરસ્ટાર’ પણ હિટ સાબિત થઇ હતી. ભારતમાં તો એની ચર્ચાઓ વધારે થઇ નથી પણ આ ફિલ્મે ચીન જેવાં દેશમાં કમાણીનો નોખો આયામ ઉભો કરી દીધો છે. આમિર ખાન એવોર્ડ શોમાં પણ બધાં અભિનેતાઓની જેમ વધારે જોવા નથી મળતો. પણ મેળવેલ એવોર્ડ પાછળની એની મહેનત કાબિલેદાદ હોય છે.

આમિરના પહેલાં પ્રેમથી લોકો છે અજાણ –

હાલ તો આમિર ખાન તેમની પત્ની કિરણ રાવ સાથે રહે છે. પણ આમિરના જીવનની એવી ઘણી વાતો પણ છે જે વિશે બહુ ઓછાં લોકો જાણે છે. અહીં આમિર ખાનના જીવન સાથે વણાયેલા એવા કેટલાક તથ્યોને અમે લઇ આવ્યાં છીએ જેના વિશે બહુ જૂજ લોકોને ખ્યાલ છે. કદાચ તમે ચોંકી જશો પણ એ વાત સાચી છે કે, આમિરનો પહેલો પ્રેમ તેની પડોશણ હતી જેને તેણે લોહીથી ચીઠ્ઠી લખી હતી..!

આજે પણ નથી આવી બંનેના સબંધોમાં કડવાશ –

જાણી લો કે, એ પડોશણ બીજી કોઇ નહી પણ આમિરમી પહેલી પત્ની રીના દત્ત જ હતી! થોડા સમય સુધી એકબીજાથી ઇશ્ક લડાવીને બંનેએ લગ્ન કરી લીધેલા. પણ કમનસીબે લગ્નજીવન લાંબું ના ચાલ્યું અને આજથી સોળેક વર્ષ પહેલાં ૨૦૦૨ના રોજ બંનેનું બ્રેકઅપ પણ થઇ ગયું. જો કે, હાલ પણ રીના દત્ત આમિરના ખાન પરીવારનો જ એક ભાગ છે.

હિમ્મત કરીને કર્યું પ્રપોઝ અને પાડી દીધી ના! –

આમિર ખાન કહે છે કે, રીના આજે પણ તેના પરીવારનો જ એક હિસ્સો છે. ભલે કાનૂની નજરે અમે અલગ થઇ ગયાં છતાં આજે પણ એકબીજાના હ્રદયમાં તો અમે છે જ! (છે ને અજૂગતું!) એક ખબર પ્રમાણે, શરૂઆતમાં આમિર અને રીના એકદમ નજીકમાં જ રહેતાં. બંને કલાકો સુધી એકબીજાને બારી વાટે નીરખ્યાં કરતાં. એક દિવસ આમિરે હિંમત એકઠી કરીને રીનાને પ્રપોઝ કરી જ દીધું પણ રીના ડરી ગઇ અને તેણે ના પાડી દીધી..!

કાગળ જોઇને કાબૂ ગુમાવ્યો –

પછી તો આમિરે ઘણી વાર રીનાને રિઝવવાના પ્રયાસ કર્યાં પણ રીના હંમેશા ના જ પાડી દીધી. હવે શું કરવું? પણ એવામાં ભગવાનની દયા તે રીનાએ જ એક દિ’ કહ્યું કે, હું પણ તારા માટે કંઇક એવું જ મહેસુસ કરું છું..! ઢેનઢેણેણે…!! પછી તો શું? આમિરભાઈ જુવાનીના તોરમાં એક દિવસ બધું ભુલીને અભૂતપૂર્વ કરી બેઠા! તેમણે રીનાને લોહીથી પત્ર લખ્યો! રીનાએ આ વાંચ્યો અને ભાવુક થવાને બદલે ગુસ્સે થઈ ગઈ અને હવે પછી આવી હરકત ના કરવાની પણ આમિરને ઠપકી આપી!

તો યે થી આમિર ખાન કી પ્રેમ કહાની કી છોટી સી ઝલક! આર્ટીકલ પસંદ આવ્યો હોય તો શેર જરૂરથી કરજો. અને હાં, આ પોસ્ટનો ઉદ્દેશ્ય એવો નથી કે, તમે પણ તમારી પ્રેયસીને લોહીથી લથબથ ખત લખો! જો લોહી વધતું જ હોય તો રક્તદાન કરો! ધન્યવાદ!

Leave a Reply

error: Content is protected !!