માં, દીકરી, બહેન, પત્ની – એમના માટે આટલુ કરો અને પછી જુવો ચમત્કાર

મહિલા પરીવારનો આધાર ગણાય છે. માતાનાં રૂપમાં આપણને જીવન આપે છે અને પહેલા ડગલાથી માંડીને જીંદગીનાં ઘણા અધ્યાયની શરૂઆત એમના સહારે જ થાય છે. બહેનના રૂપમાં એનો સાથ અને સ્નેહ મળે છે. એક જીવનસાથીનાં રૂપમાં જીવનભર સાથ નિભાવે છે, તો વળી, દિકરીનાં રૂપમાં ચહેરાનું સ્મિત બને છે. નોંધનીય છે કે જીવનનાં દરેક તબક્કે મહિલાઓ મહત્વની ભૂમિકા નિભાવે છે અને સફળતામાં ભાગીદાર બને છે.

એવામાં જરૂરી છે કે બહેતર જીંદગી જીવવા માટે ઘરની મહિલાઓનું સન્માન કરીને એમની કાળજી લેવી. આપણી સાથે જોડાયેલ દરેક સ્ત્રી કોઈપણ પ્રકારની શર્ત કે ફરિયાદ વગર જીવનભર સંબંધ નિભાવે છે અને આપણી દરેક નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખે છે. તેથી આપણી ફરજ છે કે બહેન-દિકરી કે ઘરની દરેક સ્ત્રી સભ્યને સાચવીએ એમની કાળજી લઈએ જેથી ઈશ્વર રાજી થાય અને જો ઈશ્વર રાજી થાય તો આપણા પર એમની અસીમ કૃપા વરસવા લાગશે.

માતાની સંભાળ લો :

બાળકને જન્મ આપનાર માતાનાં ચરણોમાં જન્નત હોય છે. આજકાલની લાઈફસ્ટાઈલમાં બાળકો પોતાની માતાના સહારે મોટા તો થાય છે પણ મોટા થઈને પોતાની માતાને ભૂલી જાય છે. એ માતા કે, જે નવ મહિના દુઃખ વેઠીને, રાત-રાત જાગીને, મળ-મૂત્ર વાળા બાળોતિયા ધોઈને બાળકને ઉછેરે છે અને બાળકો મોટા થઈને એમને તરછોડી દે છે. આવી માનસિકતા બદલવાની જરૂર છે, જોકે તેણી તમને કંઈ કહેશે નહિ પણ તમારી ફરજ છે કે તમે એની કાળજી રાખો, એમનો આદર કરો, એમની સાથે પ્રેમપૂર્વક વર્તન કરો.

બહેનનું માન રાખો :


ભાઈ-બહેનનો સંબંધ સૌથી પવિત્ર અને પ્રેમ ભર્યો સંબંધ છે. નાનપણમાં જે બહેન પોતાના ભાઈ સાથે ટોમ એન્ડ જેરી જેવી લડાઈ કરે એ જ બહેન લગ્ન કરીને જ્યારે સાસરે જાય ત્યારે સૌથી વધુ પોતાના ભાઈને યાદ કરે. ઠેસ વાગે ત્યારે ”ખમ્મા મારા વીરાને” કહીને હંમેશા પોતાના ભાઈ માટે પ્રાર્થના કરતી હોય છે. આપણે પણ આપણી બહેનનું ધ્યાન રાખવું જોઈએ. આપણી ફરજ છે કે એની ભાવનાઓની કદર કરીને એને યોગ્ય સ્નેહ અને માન-સન્માન આપવું જોઈએ.

જીવનસાથીનું મહત્વ સમજો:


પત્ની એ સ્ત્રી છે કે જે તમારા દરેક સુખ-દુઃખમાં ભાગીદાર બનીને જીવનભર તમને સાથ આપે છે. તમારા માટે તેણી પોતાનું ઘર, પરિવાર અને સગા-વ્હાલાઓને છોડીને આવે છે. ત્યાં સુધી કે તેણી પોતાની અટક પણ બદલી નાખે છે. આ વાતનું મહત્વ આપણે સમજવું જોઈએ અને તેણીને દરેક ખુશી અને પ્રેમ આપવો જોઈએ કે જેની તે હકદાર છે. કારણ કે એક મહિલા માટે એનો પતિ જ સર્વસ્વ હોય છે. એવામાં એક પતિ તરીકે આપણી ફરજ છે કે, એની કાળજી રાખવી, યોગ્ય માન-સન્માન આપવું અને પ્રેમ આપવો.

દિકરી વ્હાલનો દરિયો :


એક દિકરી માટે એના પિતા જ સુપરહીરો હોય છે. દરેક દિકરી પોતાના પપ્પાની લાડલી હોય છે. દિકરી પોતાના માતા-પિતાના કાળજાનો કટકો ગણાય છે. આજના જમાનામાં લોકો દિકરાની ચાહત અને દિકરાનાં પ્રેમમાં એટલા બધા ઘેલા થઈ ગયા છે કે દિકરીને ભૂલી જાય છે, એની અવગણના કરવા લાગે છે, જે બિલકુલ યોગ્ય નથી. આપણે બધાએ સમજવાની જરૂર છે કે જે લાડ-પ્રેમ આપણે છોકરાને કરીએ છીએ એવી જ રીતે દિકરીને પણ પોતાના ભાગનો પ્રેમ મળવો જોઈએ. દિકરા-દિકરી વચ્ચેનો તફાવત ભૂલી જઈને પોતાની દિકરીનો ભણાવો, ગણાવો અને આગળ વધવા દો.

મિત્રો, કહેવાય છે કે જ્યાં મહિલાઓને માન-સન્માન આપવામાં આવે છે ત્યાં ઈશ્વર રાજી થઈને પોતાની કૃપા વરસાવે છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ સમજણ-ભરી પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરજો જેથી બીજાને ઉપયોગી થઈ શકે….

Leave a Reply

error: Content is protected !!