મેર સમાજ દ્વારા સંસ્કૃતિની આગવી ઓળખ – લાખોના સોનાના ઘરેણા પહેરી રમાય છે મેરના ગરબા

હાલ પોરબંદર નવરાત્રીના તહેવારમાં પણ આધુનિકતા જોવા મળે છે.ત્યારે મણીયારા માટે દેશ સહિત વિશ્વભરમાં પ્રખ્યાત મેરસમાજે આજે પણ તેમની આ પરંપરા જાળવી રાખી છે.પોરંબદરમાં છેલ્લા ઘણા વર્ષોથી મહેર સુપ્રિમકાઉન્સીલ દ્વારા મેર સમાજ માટે ગરબીનુ આયોજન કરે છે જેમાં મહિલાઓ તેમના જુના પારંપરીક વસ્ત્રોની સાથે લાખો રુપિયાના સોનાથી સજ્જ હોય છે. તો પુરુષો પણ મેરના પારપંરીક કપડા પહેરીને મણીયારો રાસ લેતા નજરે આવે છે.

એવુ કહેવાય છે કે,વર્ષો પહેલા જ્યારે મેર જ્ઞાતિના લોકો ગૌ રક્ષા માટે યુદ્ધ કરવા જતા અને વિજય મેળવ્યા બાદ તેની ખુશી મનાવવા માટે આ મણીયારો રાસ લેવામાં આવતો હતો.પોરબંદર મહેર કાઉન્સીલ દ્વારા પોરબંદરના ચોપાટી મેદાન પર વર્ષોથી ફક્ત મેર સમાજના લોકો માટે નવરાત્રીનુ આયોજન કરવામાં આવે છે.

મણીયારા રાસ રમતી વેળાએ પુરુષો ચોરણી અને આંગણી અને પાઘડી પહેરે છે તો મહિલાઓ ઢારવો અને કાપડા સાથે લાખો રુપિયાના પૌરાણીક દાગીના પહેરીને રમતી જોવા મળે છે.

મહિલાઓ જ્યારે આ મણીયારો રાસ રમે છે ત્યારે તેમનો પોશાક હોય છે ઢારવો,કાપડુ,ઓઢણી અને ડોકમાં ઘરેણા તો કાનમાં વેઢલા સહિતના ભારે તથા ખુબ મોંઘા દાગીના પહેરે છે તો જ્યારે આ મણીયારો રાસ રમવા આવે છે ત્યારે પુરુષો આંગણી ચોરણી અને પાઘડી અને ખેસ પહેરીને રમે છે.

સામાન્ય રીતે આજના જમાના સોનાના ભાવ સાંભળીને લોકો સોનુ લેવાનુ ટાળતા હોય છે.ત્યારે આ ગરબીમાં કોઈપણ પ્રકારના ડર વગર મેરની મહિલાઓ 50-50 તોલા ઘરેણા પહેરીને જ્યારે રાસ લે ત્યારે લોકો જોતા રહી જાય છે.

 

Leave a Reply

error: Content is protected !!