ઓનલાઈન શોપીંગ પર મળતા વળતર કરતા પણ વધુ ફાયદો આ રીતે મેળવી શકાય – ક્લિક કરી વાંચો ટ્રીક્સ

આ ટેકનીક દ્વારા તમે સામાન્ય દિવસોમાં પણ મેળવી શકો છો બેસ્ટ ઓફર્સ અને કેશબેક

યુટિલિટી ડેસ્ક: ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મમાં ઘણીવાર ભારે છૂટ અને કેશબેકની ઓફર્સ આવતી રહે છે. પરંતુ ક્યારેક કેટલાક લોકો આનો ફાયદો ઉઠાવી શકતા નથી. આજે અમે તમને કેટલીક ટિપ્સ આપવા જઇ રહ્યા છીએ, જેની મદદથી તમે સામાન્ય દિવસોમાં પણ પોતાની પસંદગીની પ્રોડક્ટ્સ પર ડિસ્કાઉન્ટ મળવી શકશો.

ઇનકોગ્નિટો મોડમાં કરો ઓનલાઇન શોપિંગ


ઘણા ઇ-કોમર્સ પ્લેટફોર્મ તમારા લોકેશન, ગ્રાઉઝિંગ હિસ્ટ્રી અને શોપિંગ હિસ્ટ્રીને જોઇને પ્રોડક્ટની કિંમત બતાવે છે. જો તમે એક સાઇટથી વારંવાર શોપિંગ કરો છો તો એ વાતની સંભાવના છે કે તમને ખાસ ઓફર ના મળે. આનાથી બચવા માટે હંમેશા ઇનકોગ્નિટિ મોડમાં સર્ફિંગ કરો. સાથે જ તમે પોતાના બ્રાઉઝિંગ હિસ્ટ્રી અને કુકીઝને ક્લિયર કરતા રહો.

કિમત કમ્પેર કરીને શોપીંગ ચાલુ કરો


શોપિંગ કરતા પહેલા હંમેશા બધા જ પ્લેટફોર્મ પર તે પ્રોડક્ટની કિંમતોની સરખામણી કરી લો. આનાથી તમારા ઘણા પૈસા બચશે. એ પણ બની શકે છે કે કોઇ વેબસાઇટ પર તમને કોઇ ખાસ ઓફર મળી જાય. તે સિવાય ઘણી વેબસાઇટ છે જ્યાં તમે અલગ-અલગ વેબસાઇટ પર પ્રોડક્ટની કિંમતોની સરખામણી કરી શકો છો.

બ્રાઉઝર એક્સટેંશન આપશે કૂપન કોડ્સ


ક્રોમ અને ફાયરફોક્સ પર BuyHatke, shopSmart, Aftercoupon India અને Makkhichoose જેવા બ્રાઉઝર એક્સટેંશન જોડી શકાય છે. આ સાઇટ્સ તમારા માટે ડિસ્કાઉન્ટ અને કૂપન કોડની શોધ કરે છે. તમારે કૂપન કોડ માટે અલગ-અલગ વેબસાઇટ પર જવાની જરૂરી નહીં પડે. આમાથી કેટલીક વેબસાઇટ પર તમને ઓફર પ્રાઇસ અલર્ટ પણ મળશે.

સોશિયલ મીડિયાથી બેસ્ટ ઓફર્સની માહિતી મેળવો

જો તમે ઓનલાઇન શોપિંગ પર ઓફર્સ અને ડિસ્કાઉન્ટની જાણકારી લેતા રહો છો તો બ્રાન્ડ્સના સોશિયલ મીડિયા પેજને ફોલો કરતા રહો. આનાથી તમને અલગ-અલગ બ્રાંડ્સ પર ચાલતી ઓફર્સની જાણકારી મળતી રહેશે અને તમે તેનો ફાયદો પણ ઉઠાવી શકશો.

બ્રાઉઝર એક્સટેંશન અપાવી શકે છે કૂપન કોડ્સ
ક્રોમ અને ફાયરફોક્સ બ્રાઉઝર પર કેટલાક એક્સટેંશન જોડીને તમે પોતાનું કામ સરળ કરી શકો છો. આવા એક્સટેંશન ઇન્ટરનેટ પર સરળતાથી મળી જાય છે. આ એક્સટેંશન ડાઉનલોડ કર્યા બાદ તમને પોતાની સ્ક્રીન પર જ ડિસ્કાઉન્ટ અને કૂપન કોડ મળી રહેશે. સાથે જ તમને ઓફર્સ પ્રાઇસ અલર્ટ પણ મળતા રહેશે.

શોપિંગ કાર્ડમાં પ્રોડક્ટ એડ કરી છોડી દો – મળી શકે છે સ્પેશ્યલ ઓફર


જો તમને કોઇ પ્રોડક્ટ પસંદ છે અને તેની હાલમાં જરૂરીયાત નથી તો તમે આને શોપિંગ કાર્ડમાં એડ કરી શકો છો. ત્યારબાદ તેને વગર ખરીદે લોગ આઉટ કરી દો. ઘણીવાર ઘણી વેબસાઇટ આવી પ્રોડક્ટ પર તમને ઓફર આપી શકે છે. જોકે, બધી વેબસાઇટ આવું કરતી નથી.

Leave a Reply

error: Content is protected !!