તમારા પિતાનુ ઘડપણ લાચાર નહી સંતોષકારક બનાઓ -આજના દરેક યુવાનો એ જીવનમાં ઉતારવા જેવી વાત

ઘણી વખત પુત્ર કે પુત્રવધૂ ના મોઢે ઘર ના વડીલો માટે સાંભળીએ છે કે, આ ઉમરે પણ એમને ખાવાના બહુ ચટાકા છે. વડીલો માટે ખુબ સંભળાતો આ વાક્ય છે. ભણાવી ને વિચારશીલ બનાવેલ દિકરો એવુ વિચારે છે કે, હવે પિતા ની પાચન શક્તિ મંદ પડી ગઈ છે ને એમને દરેક વસ્તુ ન ખાવી જોઈએ, દિકરા ની દલીલ એવી હોય છે કે અેમને પહેલા ની જેમ પ્રવૃત્તિઓ ના હોવાના કારણે એ પચાવી ના શકે. મારે એ બધાજ દિકરા-વહુ ને કેહવુ છે કે, આ વાત એમને નકકી કરવા દો ને, વર્ષો એમણે એમના શરીર સાથે કાઢ્યા છે, એમને એમના શરીર ની તાસીર બરાબર ખબર છે, તમે કેવી રીતે નક્કી કરી શકો કે એમને હવે સધશે કે નહી. તકલીફ પડશે તો આપોઆપ બન્દ કરશે. તમે શુ કામ ટોકો છો એમને. ભલે તમે એવુ બતાવતા હોવ કે તમને એમની તબિયત ની ચિન્તા છે, પણ એમને એ વાત નો ખુબ દુઃખ થાય છે.


બીજી વાત, ખાવાના શોખીન તો એ પહેલા પણ હતા, પણ તે વખતે તે વહુ કે દિકરા પર આશ્રિત ન હતા. એ પોતે એટલા સક્ષમ હતા કે એમની નાની-નાની ઈચ્છાઓ પૂરી કરી લેતા હતા એમની પત્ની એટલે તમારી માં એમની પસંદગી થી બરાબર પરિચિત હતી, એટલે સમયાંતરે એમને એમનુ ભાવતુ બનાવી આપતી હતી, પણ હવે એ પત્ની પણ કરી શકે એમ નથી અથવા તો આ દુનિયામાં નથી, એટલે એ પુત્રવધૂ થી અપેક્ષા રાખે છે. એમને શુ ખાઉ છે એની ઈચ્છા વ્યક્ત કરે છે, બનશે કે નહી એની ખાતરી એમને નથી હોતી. બબડતા-બબડતા ને સાસુ ના આગ્રહ થી પણ વહુ થોડા દિવસ મા એ વાનગી બનાવી આપે છે. અને પછી બધાને, ખાસ તો એમના દિકરા (પોતાના વર) ને કહે, પપ્પા ની ડિમાન્ડ પૂરી કરવામાં હુ તો નવરીજ નથી પડતી.


એજ વહુ પોતાને ભાવતી અથવા બાળકો કે પતિ ને ભાવતી વાનગીઓ ઉત્સાહ થી ડીમાન્ડ થાય તે પહેલા હાજર કરી દે છે. જે એમના સાસુ વર્ષો થી એમના વર ને એમના પતિ (દિકરા) માટે કરતા હતા. એવુ તો પિતાએ આપનુ શુ બગાડ્યુ હોય છે કે આટલી સમજ સાથે ની લાગણી તમે દર્શાવી ના શકો.
વડીલો ની હાજરી ધર ના સભ્યો ને બીજી ઘણી બાબતે નડતી હોય છે, તેમાનુ એક એમનુ ખુબ વેહલુ ઉઠવુ પણ છે. અવારનવાર ઘણા ઘરો મા દિકરા-વહુ ના મોઢે આવુ સાંભળ્યુ છે, “રજા ના દિવસે પણ અમને તો શાંતી નથી, પપ્પા સવારે ૫ વાગ્યા ના ઉઠી ખટર-પટર કર્યા કરે છે, ને બધાની ઉંઘ બગાડે છે.” આ કેહતો દિકરો એ ભૂલી જાય છે કે એમના માતા-પિતા તો વર્ષો થી વહેલા ઉઠે છે, ને ઉમર થતા આમ પણ ઉંઘ ઓછી થઈ જાય છે. જે સગવડ તમને આજે છે તે તેમના સમય મા ન હતી. એટલે એ પ્રમાણે એમને દિવસ નો planning કર્યો હોય છે. ભલામાણસ તને ભણાવવા કે ઘર ચલાવવા માટે નોકરી પર જવા તારા પિતા તો વર્ષો થી વેહલા ઉઠતા હતા, ત્યારે તને વાંધો ન હતો.? આજે તમારા આરામ મા ખલેલ ના પડે માટે પિતા નુ વેહલુ ઉઠવુ તમને નડે છે..? કમાલ છે યાર લાગણીઓ ને વિસરાવાની.

શુ નિવૃત્તિ પછી પિતાએ પોતાની ઈચ્છાઓ અને જુની ટેવો ને પણ નિવૃત્ત કરી દેવી જોઈએ? ક્યારે ઉઠવુ, ક્યાં જઉ, શુ ખાઉ, તે બધુજ દિકરા-વહુ ની ઇચ્છા પ્રમાણે કરવાનુ..?
નિવૃત્ત પિતા પ્રત્યે અણગમો કે માન ન રાખનાર દરેક દિકરા ને ધ્યાનમાં રાખવું જોઇએ કે, પિતાએ એમના જીવન ના ૬૦-૭૦ વર્ષ કાઢ્યા છે, ને તમારા કરતા ઘણા વધારે અનુભવી છે, તમે એમની જોડે વાત કરવાનુ ટાડો, એમને avoid કરો, ignore કરો કે આળકતરી રીતે કઇ પણ કેહવાનુ પ્રયત્ન કરો એમને ખ્યાલ આવીજ જાય છે. તમારા હાવ-ભાવ, વાણી-વર્તન થી તમે એમના માટે શુ વિચારો છો અને કેટલુ માન આપો છો, બધુજ સમઝી જાય છે. અને રીતસર એ તમને સહન કરે છે.
આ લખાણ સાથે દરેક પુત્ર ને વિનંતી કરૂ છુ,…
‘તમારા પિતાનુ ઘડપણ લાચાર નહી સંતોષકારક બનાઓ’.

Leave a Reply

error: Content is protected !!