મુસાફરી કે પ્રવાસ કરતા પહેલા આ ચેક લીસ્ટ જરૂર વાંચી લેજો

આ દિવાળી વેકેશનમાં તમે નક્કી ફરવાનો કાર્યક્રમ બનાવ્યો હશે. એક તો તહેવારોનો ઉમંગ અને સાથે ફરવાનો ઉલ્લાસ. તો તમે ચેક લીસ્ટ બનાવ્યું હશે.

શું કરવાનું? શું જોવાનું અને લોજીસ્ટીક્સ. ક્યાં રહેશું અને કેવી રીતે મુસાફરી કરશું. શું ધ્યાનમાં રાખવું પડે?

લોકલ ટ્રાવેલીંગ: ઓટો રીક્ષા, ઉબર કે ઓલા અને કાર રેન્ટ.

ઘણાં એવા સ્થળો છે કે જ્યાં ઉબર કે ઓલા જેવી ટેક્સી સર્વીસ ઉપલબ્ધ નથી હોતી. જેમ કે પ્રખ્યાત પ્રવાસન સ્થળ ગોવા. રીક્ષા અને એમાં પણ પ્રવાસન સ્થાન પર, મીટર તો હશે જ નહી એટલે એ બજેટને અસર કરી શકે છે. તો કાર રેન્ટ પણ ચેક કરી લેવામાં ફાયદો છે. ચેક લીસ્ટમાં આ પ્રમુખ સ્થાને હોવું જોઇએ.

ભોજન: ગુજરાતી ભોજન ક્યાં મળશે? શાકાહારી ભોજનના ઓપ્શન્સ ક્યાં સારા મળી રહેશે? વેલ આદર્શ તો એ છે કે જે તે પ્રદેશમાં હોઇએ એ જ પ્રદેશનું સ્થાનીક ભોજન માણીએ. (શાકાહારી હોય તો એ જ) એના વડે સ્થાનીક સંસ્કૃતી અને પરંપરા વીશે વિસ્તૃત માહિતિ મળશે.

દરેક શહેરના રાત્રી ફુડ બજાર અલગ અલગ વાનગીઓ માટે પ્રખ્યાત હોય છે. લીસ્ટમાં એનો પણ સમાવેશ કરી શકાય.

રહેવા માટે: હોટેલ, હોસ્ટેલ્સ કે એપાર્ટમેન્ટ માટે અનેક ઓપ્શન મળી રહે છે. અને દરેકના બજેટ અનુસાર. ઘણી બધી એપ્લીકેશન અને વેબસાઈટ ઉપલબ્ધ છે. જેમાં તમે બજેટ અનુસાર રૂમ્સ શોધી શકો છો. કેટલુંક હંમેશાં ધ્યાનમાં રાખવું જરૂરી છે. તમે એ સ્થાન પર ક્યારે પહોંચો છો? અને હોટેલમાં ચેક-ઇન ટાઈમ કેટલા વાગ્યાનો છે? જો સમય કરતાં વહેલાં પહોંચવાના હોય તો અગાઉથી હોટેલ મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી લેવી હિતાવહ છે.

કોમ્પ્લીમેન્ટરી બ્રેકફાસ્ટ, ફ્રી વાઈફાઈ અને એરપોર્ટ/રેલ્વે સ્ટેશન પીકઅપ ડ્રોપ છે કે નહી? એ સગવડ સાથે હોય તો આપની કોસ્ટમાં બચત થઈ શકે છે.

હોટેલ શહેરના કેન્દ્ર સ્થાનેથી કેટલી દુર છે? મહત્વના જોવાલાયક સ્થાનો કેટલાં નજીક છે કે દુર. ક્યારેક શહેરના કેન્દ્ર સ્થાનથી દુર હોટેલ પ્રમાણમાં સસ્તા ભાવે મળી શકે છે. પણ પછી દિવસ દરમ્યાન લોકલ મુસાફરીમાં કોસ્ટ વધી જતાં સરવાળે એ મોંઘો સોદો સાબીત થાય છે.

શહેરમાં જોવાલાયક સ્થળોની યાદી અને એ આકર્ષણના સમય: કોઇ પણ નવા સ્થળે જઈએ એ પહેલાં એ શહેરમાં અને આસપાસ શું મહત્વનું આકર્ષણ છે તેની યાદી બનાવવી જરૂરી છે. સાથે ક્યા સમયે એ ખુલશે અને બંધ થશે એ પણ નોંધ રાખવી ફાયદામંદ રહેશે. અમુક મ્યુઝિયમ કે પાર્ક અઠવાડીયાના ચોક્ક્સ દિવસે બંધ રહેતા હોય છે.

તો એ પણ નોંધમાં ઉમેરી શકાય. અમુક સ્થળે કેમેરા કે ફોન માટે અલગથી ફીઝ આપવી પડતી હોય છે. અને અમુક સ્થળે કેમેરા પ્રતિબંધીત હોય છે. તો એક ચેઈન સાથેની બેગ સાથે રાખવાથી લોકર્સની સગવડ હોય ત્યાં આપણા કિંમતી કેમેરા કે મોબાઈલને સાચવી શકાય.

સોર્સ – મિતેશ પાઠક – રખડપટ્ટી (ગુજરાતી ટ્રાવેલર્સ બ્લોગ)

Leave a Reply

error: Content is protected !!