સોનમ કરતાં વધુ ખુબસુરત છે અનિલ કપૂરની મોટી દિકરી, સુંદર અને બોલ્ડ – વાયરલ થયેલા ફોટા જોવા ક્લિક કરો

5 માર્ચ 2018નાં રોજ અનિલ કપૂર અને સુનિતા કપૂરની સૌથી મોટી દિકરી, રિયા કપૂરનો 31મો જન્મ દિવસ હતો. રિયા પોતાની બહેન સોનમ કપૂરની ફિલ્મ, ‘વિરે દી વેડિંગ’ની કો-પ્રોડ્યુસર હતી. રિયા પણ સોનમની જેમ ફેશનેબલ છે. બોલીવુડનાં સૌથી સ્ટાઈલિશ ભાઈ-બહેને એકસાથે મળીને રિશોન નામની એક બ્રાન્ડ લોન્ચ કરી છે. આ જન્મ દિવસનાં પ્રસંગે નાની બહેન સોનમે ઈન્સ્ટાગ્રામ પર પોતાની બહેન રિયાની એક તસ્વીર પોસ્ટ કરી હતી. આ તસ્વીરની પોસ્ટમાં તેણીએ લખ્યું, ” જન્મદિન મુબારક હો. આપ સબસે જ્યાદા પ્યારી હો.” તમને જણાવી દઈએ કે બોલીવુડમાં એક તરફ જ્યાં અનિલ કપૂર, અર્જુન કપૂર અને સોનમ કપૂર હંમેશા લાઈમલાઈટમાં જ રહે છે, તો વળી બીજી બાજુ અનિલ કપૂરની મોટી દિકરી રિયા કપૂર કેમેરાથી હંમેશા દુર રહે છે.

આ છે અનિલ કપૂરની મોટી દિકરી રિયા કપૂર :


રિયા એક સ્ટાઈલિસ્ટ છે અને તેણી પોતાના પિતા અને બહેનને, ‘આઈશા’ અને ‘પ્લેયર’ જેવી ફિલ્મોમાં સ્ટાઇલિશ લુક દેવા માટે જાણીતી છે. તમને જણાવી દઈએ કે કપૂર બહેનોએ કપડાંની ખૂબ જ સ્ટાઇલીશ અને ક્લાસિક બ્રાંડ ઉભી કરી છે. અનિલ કપૂરની બન્ને દિકરીઓ કપડાંની એવી બ્રાન્ડ લાવવાનો પ્લાન બનાવી રહી છે કે જેના કપડા બધા લોકો પહેરી શકે. રિયા ખૂબ જ સુંદર છે એમ છતાં તેણી હંમેશાં કેમેરાથી દૂર રહે છે.

ભાગ મિલ્ખા ભાગ અને રાંજણાની સફળતા બાદ સોનમ પોતાની બહેન સાથે આ પ્રોજેકટ (લાઇન ઓફ ક્લોથિંગ) માટે કામ કરવાની છે. આજે આખા બોલીવુડમાં સોનમ કપૂર પોતાની સ્ટાઈલ માટે જાણીતી છે. તે આજની સૌથી સ્ટાઈલિશ અભિનેત્રીઓમાંની એક છે, જે તેણીની ફિલ્મ આઇશા પરથી ખ્યાલ આવે છે. પણ, આ વાત ખૂબ ઓછા લોકો જાણે છે કે, આ ફિલ્મમાં સોનમની સ્ટાઈલને રિયાએ તૈયાર કરી હતી. તેણી પોતાની બહેન સોનમનાં કપડાં પણ જાતે ડિઝાઇન કરે છે.

વાયરલ થઈ રહ્યા છે બોલ્ડ અને ખૂબસૂરત ફોટો :


સ્ટાઈલિસ્ટ હોવાની સાથોસાથ, રિયા કપૂરે ફિલ્મ ‘વેક અપ સીડ’ માં પણ કામ કર્યું છે. આ ફિલ્મમાં તેણીએ રણબીર કપૂર અને કોંકણા સેન શર્મા જેવા એક્ટર સાથે સહાયક નિર્દેશકનાં રૂપમાં કામ કર્યું છે. રિયાએ આયશા ફિલ્મને પણ પ્રોડ્યુસ કરી છે, જેમાં એની બહેન સોનમ કપૂર અને દેવ ડી નો અભિનેતા અભય દેઓલ લીડ રોલમાં હતાં. રિયા કપૂર વ્યવસાયે ફિલ્મ નિર્માતા પણ છે.

તમને જણાવી દઈએ કે એક તરફ જ્યાં અનિલ કપૂર, અર્જુન કપૂર અને સોનમ કપૂર હંમેશા લાઈમલાઈટમાં જ રહે છે, તો વળી બીજી બાજુ અનિલ કપૂરની મોટી દિકરી રિયા કપૂર લોકોની નજરોથી હંમેશા દુર રહે છે. એ વાત તો આપણે બધા જાણીએ જ છીએ કે, આખી કપૂર ફેમિલી બોલિવુડમાં રોજ કેમેરા સામે નજરે પડે છે. પણ, કપૂર ખાનદાનમાં અનિલ કપૂરની મોટી દિકરી રિયા કપૂર એક માત્ર છે કે જે ગ્લેમરની દુનિયાથી એકદમ દૂર રહીને પોતાના કામમાં વ્યસ્ત રહે છે.

5 માર્ચના રોજ રિયા કપૂરે પોતાનો 31મો જન્મ દિવસ ઉજવ્યો હતો. તમને જણાવી દઈએ કે રિયાનો જન્મ 5 માર્ચ, 1987 નાં રોજ મુંબઈમાં થયો હતો અને તેણી અનિલ કપૂરની સૌથી મોટી દિકરી છે. રિયા સોનમ કપૂર અને હર્ષવર્ધન કપૂર કરતા મોટી છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!