બાળક રમતા રમતા સિક્કો કે બીજું કઈ ગળી જાય ત્યારે શું કરશો? – ક્લિક કરી વાંચો

નાના બાળકોને સાચવવા બહુ અઘરું કામ બની જતું હોય છે. એક તો એ વાતે પણ કે, એમને પુરતી સમજણ ના હોવાથી કઈ વસ્તુ મોંઢામાં નખાય અને કઈ વસ્તુથી દુર રહેવાય એ સમજણશક્તિ કેળવાયેલી હોતી નથી. એવે વખતે કદાચ બાળક કંઈ અપાચ્ય/ધાતુ જેવી વસ્તુ ગળામાં અટકાવી દે તો મા-બાપ સ્વાભાવિક રીતે હાંફળા-ફાંફળા બની જતાં હોય છે. અમુક કોશિશો પછી હાર પણ માની બેસતા હોય છે. પણ ખરેખર આમ ડરવાની જરૂર નથી.

ધારો કે, આપનું બાળક ધાતુનો સિક્કો ગળી ગયું છે અને ગળામાં ફંસાઈ ગયો છે તો તેના ઉપાય માટે આજે અમે કેટલાંક ઘરગથ્થુ નુસ્ખાઓ નીચે જણાવી રહ્યાં છે. ચાલો જાણી લો આ આસાન ઉપાયો અને કેવી રીતે મેળવશો સમસ્યામાંથી છૂટકારો :

ઘરેલુ ઉપાય છે બેસ્ટ –

(1) પ્રથમ તો પોતાના બાળકને આગળની તરફ ઝૂકાવો, પછી બાળકની છાતીને એકહાથે પકડીને ડબાવીને બીજાં હાથે પીઠ પર ધીમે-ધીમે ૫ થી ૬ વાર ઠોક મારો, ધબ્બો મારો. આ પ્રક્રિયા ત્રણ-ચાર વાર અજમાવી જુઓ. આમ કરવાથી બાળકના ગળામાં કફ જમા થશે, જે નીકળતાવેંત અંદર ફસાયેલી ચીજ પણ નીકળી જશે.

(2) બાળકના ગળામાં સિક્કો ફસાયો હોય તો, એના પેટના ઉપરના ભાગને બે હાથોથી દબાવીને મજબૂત રીતે પકડીને એના પર ઝટકા સાથે દબાવ નાખતા રહો. આમ કરવાથી શ્વાસ નીચે જવાને બદલે ઉપરની તરફ જશે જેની સાથે સિક્કો પણ બહાર આવી જશે.

(3) ઉપરના બંને ઉપાયો બાદ એક ઉપાય એ પણ છે કે, તમે બાળકને ઉધરસ લેવાં દો. જ્યારે તેના ગળામાં કફ જમા થશે ત્યારે કદાચ એની સાથે સિક્કો પણ બહાર નીકળી જશે.

આ ઉપરના ઉપાયો અમુક ઘરગથ્થુ નુસ્ખા આધારિત છે. પૂર્ણપણે એવો સંભવ નથી કે, કારગત નીવડી જ શકે. છતાં જો અખતરો કરવામાં આવે તો ઝાઝી કોઇ નુકસાની પણ નથી. જો આમ કરવા છતાં કંઈ પરિણામ ના મળે તો બહેતર છે કે, વહેલી તકે ડોક્ટરનો સંપર્ક કરો.

મિત્રો, આર્ટીકલ ઉપાયોગી અને સારો લાગ્યો હોય તો આપના મિત્રો સાથે શેર કરવાનું ના ભુલતાં. ધન્યવાદ!

Leave a Reply

error: Content is protected !!