6 વર્ષનો છોકરો રોજના એક લાખ રૂપિયા કમાઈ છે – કઈ રીતે જાણવા અહી ક્લિક કરો

કહેવાય છે કે ‘પુત્રના લક્ષણ પારણામાંથી’ અને આ કહેવતને સાર્થક કરી બતાવી છે એક 6 વર્ષના બાળકે. જી હાં, જે ઉંમરમાં બાળકો બોલતા-ચાલતા શીખે છે એ ઉંમરમાં આ નાનકડા છોકરાંએ મોટું પરાક્રમ કરી દેખાડયું છે. આ છોકરો નાની ઉંમરમાં લાખો રૂપિયા કમાઈ રહ્યો છે. કદાચ તમને અમારી વાતો પર વિશ્વાસ નહીં થતો હોય, પણ આ વાત બિલકુલ સાચી છે. તો ચાલો તમે જાતે જ જોઈ લો આ નાનકડા બાળકના મોટા-મોટા કાર્યો.

રસોઈ બનાવવાના શોખે અપાવી સફળતા:


કેરલનાં કોચીમાં રહેનાર નિહાલ રાજ ઉંમરમાં નાનો છે પણ એનું હુન્નર મોટું છે. એની પાસે રસોઈ બનાવવાનું હુન્નર છે. તે પોતાના આ ટેલેન્ટ વડે દરરોજ એક લાખ રૂપિયા કમાઈ છે. તે પોતાના કુકરી શો ને કારણે સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ પ્રખ્યાત છે. નિહાલને રસોઈ બનાવવાનો ઘણો શોખ હતો અને તેના આ જ શોખને લીધે, તેણે આજે નવી સફળતા પ્રાપ્ત કરી છે.

વર્ષ 2015માં યૂ-ટ્યુબ ચેનલ લોન્ચ થઈ :


હકીકતમાં, જ્યારે નિહાલની મમ્મી રસોઈ બનાવતી ત્યારે નિહાલ પણ કિચનમાં ખુરશી લઈને બેસી જતો હતો. એક દિવસ તે તેની મમ્મીને રસોડામાં મદદ કરી રહ્યો હતો તે વખતે તેનાં પપ્પાએ વીડિયો ઉતારી લીધો અને એ વીડિયોને એડિટ કરીને પોતાનાં ફેસબુક એકાઉન્ટ પર શેર કરી દીધો. આ વિડિયોમાં છોકરાનાં ખૂબ વખાણ થયાં એટલે તેનાં પપ્પાએ કિચાટ્યૂબ નામની યુ-ટ્યુબ ચેનલ બનાવવાનો નિર્ણય લીધો. જેના પર નિહાલનાં રસોઈનાં વીડિયો ક્લિપ્સ અપલોડ કરવાનું શરૂ કરી દીધું. નિહાલ રાજની આ યુ-ટ્યુબ ચેનલ જાન્યુઆરી 2015 માં લોન્ચ કરવામાં આવી હતી.

વાત જ્યારે ‘લિટલ શેફ’ ની હોય તો સ્વાભાવિક છે કે દરેક જણ તેની બનાવેલ વાનગીનો ટેસ્ટ કરવા જરૂર માંગશે. પોતાની વાનગીઓને તેમણે યુ-ટ્યુબ પર શેર કરી જે સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થઈ. એની અવનવી રેસિપિઝનાં વિડીયો બનાવીને યુ-ટ્યુબ ચેનલ પર લોન્ચ કરવામાં આવે છે. તેની રેસિપિઝ ઓડિયન્સ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવે છે.

જીતી ચુક્યો છે દેશ-વિદેશનાં કુકરી શો :


નિહાલને અમેરિકન પોપ્યુલર શો ‘એલેન ડી જેનરેસ’ માં પુટ્ટુ નામની એક વાનગી માટે એવોર્ડ પણ મળ્યો છે. તે યુ-ટ્યુબ ચેનલ પર પોતાનો કુકરી શો પણ ચલાવે છે. તે રસોઈ શોમાં એવી વાનગીઓ બનાવે છે કે જે ખૂબ જ ઇનોવેટીવ (નવીન) હોય. નિહાલ ડેઝર્ટ બનાવવામાં ખૂબ જ નિપૂણ છે. ‘મિકી માઉસ મેંગો’ રેસિપી દ્વારા ફેસબુક પર ખૂબ જ લોકપ્રિયતા મળી, ત્યારબાદ લાઇવ શો કરવાનું શરૂ કર્યું. નિહાલ રાજનાં વિડિયો શેર કરવા માટે ફેસબુક પર એક સ્લોટ પણ આપવામાં આવ્યો હતો. આ સ્લોટમાં, તેમને 2000 ડોલર એટલે ​​કે 133521/- રૂપિયા આપવામાં આવ્યા હતા.

નાનકડા છોકરાંનાં ટેલેન્ટને લઈને બનેલ ‘કિચાટ્યુબ’ આજે ખૂબ જ સફળ ચેનલ બની ગઈ છે. આ યુ-ટ્યુબ ચેનલ દ્વારા એમને ઘણા પ્રખ્યાત શેફ સાથે મળવાનો મોકો મળ્યો છે. તેને ઘણા કુકિંગ રિયાલિટી શોમાં આવવાની ઓફર પણ મળી છે. આજ સુધી તે સંજીવ કપૂર, કુણાલ કપૂર જેવા મશહૂર શેફને મળી ચુક્યો છે.

આમ, માત્ર છ વર્ષની વયે જ નિહાલ રાજે આવી આવડત કેળવી લઈ આજનાં કેટલાક શિક્ષિત યુવકોને પણ શરમાવે તે રીતે એક અનોખી આવડતથી પૈસા કેવી રીતે કમાઈ શકાય છે? તેનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. તે તેનાં માતા-પિતાનાં પ્રોત્સાહનથી નાની ઉંમરે આવી સફળતા મેળવી શક્યો છે અને હજુ પણ આ ક્ષેત્રમાં તેની પાસે આગળ વધવાની અનેક તકો છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ પ્રેરણાત્મક પોસ્ટ પસંદ આવી હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!