આ કુદરતી રીત અપનાવીને (ઈમરજન્સી માં) માસિક ધર્મની તારીખ પાછળ ઠાલવવી હિતાવહ

મહિલાઓમાં માસિક ધર્મ એટલે કે પીરિયડ્સ એક કુદરતી પ્રક્રિયા છે અને 14 થી 50 વર્ષની દરેક મહિલાઓએ આમાંથી પસાર થવું પડે છે. મહિલાઓનું શરીર સારી રીતે કામ કરી શકે એ માટે દર મહિને માસિક આવવું જરૂરી છે. આ દરમિયાન હેવી બ્લડ ફ્લોને કારણે ઘણી મુશ્કેલીઓ અને દર્દ થાય છે. ખાસ કરીને પીઠ અને પેટના નીચેના ભાગમાં દર્દ થતું હોય છે. ઉપરાંત અન્ય મુશ્કેલીઓ એવી છે કે, આપણે ત્યાં માસિક દરમિયાન મંદિરમાં અને અન્ય શુભ પ્રસંગોએ મહિલાઓને દૂર રાખવામાં આવે છે. લોકો માસિક ધર્મને કંઈક અલગ નજરથી જુવે છે, જે બિલકુલ યોગ્ય નથી. આ એક અનિવાર્ય એવી કુદરતી પ્રક્રિયા છે. એટલે આ પ્રક્રિયાને સંપૂર્ણ રીતે રોકી તો ન જ શકાય પણ એની તારીખ આગળ-પાછળ કરી શકાય. તેના માટે બજારમાં ઘણી દવાઓ મળે છે પણ તેની આડઅસર થવાનો ભય રહે છે.

વ્હાલી બહેનો, કુદરતી રીતે પણ માસિક ધર્મની તારીખને પાછળ ઠેલવી શકાય છે. તો ચાલો જોઈએ કેટલાંક કુદરતી અને ઘરગથ્થું ઉપાયો :

નીચે દર્શાવેલા ઉપાયોમાંથી કોઈપણ એકનો ઉપયોગ માસિક શરૂ થવાની તારીખના 3 થી 4 દિવસ પહેલાં કરવો.

(1) જિલેટીન- એક કપ જેટલા પાણીમાં જિલેટીનની બે ચમચી નાખીને તેને તરત પી લેવાથી પણ તમે 3-4 કલાક માટે પીરિયડ્સને પાછળ ઠેલવી શકો છો.

(2) અજમાના થોડા પાન લઈ તેને સાફ કરી અને પાણીમાં ઉકાળી લો, આ પાણી હુંફાળું થઈ જાય ત્યારે તેમાં મધ ઉમેરી અને પી જવું.

(3) પાણીમાં લીંબૂ નીચોવીને પીવાથી પીરિયડ્સ મોડું આવે છે. એમાં સાઇટ્રિક એસિડ હોય છે. જેના કારણે પીરિયડ્સ મોડું આવે છે.

(4) એક ગ્લાસ પાણીમાં ત્રણ-ચાર ચમચી વિનેગર નાખીને દિવસમાં 2-3 વખત પીવું જોઈએ. આમ કરવાથી 3-4 દિવસ સુધી પીરિયડ્સની તારીખ પાછળ જશે.

(5) દિવસમાં બે વાર ફુદિનાનો રસ પીવાથી પણ માસિક ધર્મની તારીખ લંબાવી શકાય છે.

(6) ચણાની દાળને દળી તેનો પાવડર તૈયાર કરો, આ એક ચમચી પાવડર એક ગ્લાસ પાણીમાં ઉમેરી સવારે ખાલી પેટ પી લેવો.

માસિક ધર્મ દરમિયાન શું કરવુ અને શું ન કરવું ?

● આ સમય દરમિયાન 7 થી 8 કલાકની પુરતી ઊંઘ લેવી તેમજ મનગમતી પ્રવૃતિઓ કરવી.
● પીરીયડ્સ દરમિયાન ક્યારેય ખાલી પેટ ન રહેવું. ખાલી પેટ રહેવાથી ચીડિયાપણું વધી જાય છે.

● દિવસ દરમિયાન એક સાથે જમવાને બદલે થોડા-થોડા પ્રમાણમાં 5 થી 6 વાર ખાવું. તેનાથી એનર્જી રહે છે.
● માસિક દરમિયાન વ્હાઈટ બ્રેડ, પાસ્તા, ખાંડ, બિસ્કીટ, કેક, વાસી ખોરાક વગેરે જેવા આહારથી દૂર રહેવું.
● પપૈયું ખાવાથી માસિક ધર્મમાં સરળતા રહે છે.


● આર્યન-યુકત આહાર જરૂર લેવો જેથી લીહીની માત્રા વધે ઉપરાંત પીરીયડ્સ દરમિયાન ફાઈબર તેમજ મિનરલ્સ અને વિટામીન મળી રહે તેવા ખોરાકનું સેવન ખુબ જ આવશ્યક છે.

● પીરીયડ્સમાં ખાનપાન ઉપરાંત સાફ-સફાઈનું પણ પૂરતું ધ્યાન રાખવું જોઈએ. જેથી બેક્ટેરીયલ ઇન્ફેકશન ન ફેલાય.

● આ દિવસ દરમિયાન પેટના નીચેના ભાગમાં ગરમ પાણીનો શેક કરવાથી દુઃખાવામાં આરામ મળે છે.

● સામાન્ય રીતે સ્ત્રીઓ પીરીયડ્સ દરમિયાન વારંવાર બાથરૂમ જવાના ડરથી ઓછું પાણી પીતી હોય છે. પણ તે એકદમ ખોટું છે. તે દરમિયાન વધુમાં વધુ પાણી પીવું,જેથી શરીરમાં પાણીની માત્રા જળવાય રહે.

● માસિક સ્ત્રાવ દરમિયાન બરફનું પાણી અથવા ઠંડા પીણાં પીવાનું બંધ કરી દેવું.

ખાસ નોંધ : ઉપરોક્ત જણાવેલ માસિકની તારીખ પાછી ઠેલવવાનાં ઉપાયો અજમાવતા પહેલા એક વખત ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે કારણ કે દરેક મહિલાની તાસીર અલગ-અલગ હોય છે.

Leave a Reply

error: Content is protected !!