આ ભારતીય ક્રિકેટરોએ તલાક-શુદા અને બાળકોવાળી મહિલાઓ સાથે લગ્ન કર્યા છે. આજે જીવી રહ્યા છે સુખી લગ્નજીવન

આજકાલ ભારતીય ક્રિકેટ ટીમ વિરાટ કોહલીનાં નેતૃત્વ હેઠળ શાનદાર પ્રદર્શન કરી રહી છે. ઓસ્ટ્રેલિયા સીરીઝ શરૂ થતાં પહેલાં ભારતીય ક્રિકેટર વિરાટની નવી-નવી દુલ્હન અનુષ્કા શર્મા અને ટીમના ઓપનર ખેલાડી શિખર ધવનની પત્નીનાં ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, શિખર ધવનની
પત્ની પહેલેથી જ પરિણીત હતી અને તેણીને એક પુત્ર પણ હતો. એમ છતાં, તેઓ બંનેએ એકબીજાને પસંદ કર્યા અને લગ્ન કરી લીધા. આજે આ કપલ સુખી જીવન જીવી રહ્યું છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ફક્ત શિખર ધવન જ નહીં પરંતુ આવા ઘણા ક્રિકેટર સ્ટાર્સ છે, જેમણે પરિણિત અથવા તલાક લીધેલ મહિલાઓ સાથે લગ્ન કર્યા છે. તો ચાલો જાણીએ કે આ લિસ્ટમાં કોણ-કોણ શામેલ છે.

(1) શિખર ધવન :


શિખર ધવન ટીમ ઇન્ડિયાના ઓપનર છે. શિખરે વર્ષ 2012 માં આયેશા મુખર્જી નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા. તે બંનેની ઓળખાણ સોશિયલ મીડિયાનાં માધ્યમથી થઈ હતી. એક ઇન્ટરવ્યૂ દરમિયાન શિખરે એ વાતનો ખુલાસો કર્યો હતો કે, તે શરૂઆતમાં આયેશા સાથે વાત કરવાથી ડરતો હતો, તેથી તેણે હરભજન સિંહની મદદ લીધી. હરભજનની મદદથી બંને એકબીજાની નજીક આવ્યા. આજે, શિખર ધવન અને તેની પત્નીના ફોટા ઘણીવાર સોશિયલ મીડિયામાં જોવા મળે છે. તમને જણાવી દઈએ કે શિખર ધવને જ્યારે આયેશા મુખર્જી સાથે લગ્ન કર્યા ત્યારે તેણી બે બાળકોની માતા હતી. ઉપરાંત, આયેશા શિખર કરતાં ઉંમરમાં પણ મોટી છે. એમ છતાં શિખરે તેની સાથે લગ્ન કર્યાં છે અને આજે આ જોડી સુખી લગ્નજીવન માણી રહી છે. આયેશા અને શિખરને પણ એક બાળક છે, તેનું નામ જોરાવર છે.

(2) અનિલ કુંબલે :


તમે કદાચ આ વાત નહીં જાણતા હોવ કે, ટીમ ઈન્ડિયાનાં ભૂતપૂર્વ એવા દિગ્ગજ ખેલાડી અનિલ કુંબલેએ પણ વિવાહિત મહિલા સાથે લગ્ન કર્યા છે. અનિલ કુંબલેની પત્નીનું નામ ચેતના છે. વર્ષ 1999 માં ચેતનાએ તેના પતિથી છૂટાછેડા લીધા હતા. ત્યારબાદ ચેતના અને અનિલ કુંબલે એકબીજાની નજીક આવ્યા અને લગ્ન કરી લીધા. ચેતનાના લગ્ન અનિલ કુંબલે સાથે થયા એ પહેલાં તેણીને એક બાળકી પણ હતી, જેને અનિલ કુંબલેએ અપનાવી લીધી. તમને જણાવીએ કે અનિલ કુંબલે વર્ષ 1990 થી 2008 સુધી ટીમ ઈન્ડિયા માટે ક્રિકેટ રમ્યો હતો. આ દરમિયાન અનિલે 132 ટેસ્ટ મેચ અને 271 વનડે મેચ રમ્યા હતા. ક્રિકેટમાંથી નિવૃત્ત થયા પછી અનિલ કુંબલેને ભારતીય ટીમનાં કોચ બનાવવામાં આવ્યા હતા. જો કે, વિરાટ કોહલી સાથેના કેટલાક વિવાદને લીધે તેમણે રાજીનામું આપ્યું હતું.

(3) મુરલી વિજય :


મુરલી વિજય અને દિનેશ કાર્તિક સારા મિત્રો હતા અને તેઓ બંને ઘણા વર્ષો સુધી તમિલનાડુ માટે રમતા રહ્યા. આ બન્ને વચ્ચે દુશ્મનાવટનું અસલી કારણ દિનેશ કાર્તિકની પત્ની નિકીતા સાથે મુરલી વિજયનું ચોરીછુપીથી ઈલુ-ઈલુ હતું. તમને જણાવી દઈએ કે લગભગ 11 વર્ષ પહેલાં ક્રિકેટર દિનેશ કાર્તિકે તેના બાળપણના પ્રેમ નિકિતા સાથે લગ્ન કર્યા હતાં. દિનેશ કાર્તિકે તેની પત્ની નિકિતાને તેના મિત્ર મુરલી વિજય સાથે પરિચય કરાવ્યો. ત્યાબાદ દિનેશ કાર્તિકને ખબરેય ન પડી કે ક્યારે નિકિતા અને મુરલી વિજય એકબીજાની નજીક આવી ગયા. દિનેશને જ્યારે આ વાતની ખબર પડી ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું અને નિકિતા મુરલી વિજયના બાળકની માતા બનવાની હતી. દિનેશ કાર્તિકને આ વાતથી ઘણો આઘાત લાગ્યો અને તે તેના બાળપણના પ્રેમ અને તેની પત્નીથી અલગ થઈ ગયો. છૂટાછેડા પછી નિકિતાએ મુરલી વિજય સાથે લગ્ન કર્યાં અને બાળકને પણ અપનાવી લીધું.

(4) જવાગલ શ્રીનાથ :


તમને જણાવી દઈએ કે, ટીમ ઈન્ડિયાનાં ભૂતપૂર્વ ઝડપી બોલર જવાગલ શ્રીનાથે માધવી પાત્રાવલી સાથે લગ્ન કર્યાં છે. જવાગલ શ્રીનાથ અને માધવી પાત્રાવલીનાં લગ્ન 13 ડિસેમ્બર 2007 નાં રોજ મુંબઈમાં થયા હતા. મહત્ત્વની વાત એ છે કે જવાગલ સાથે લગ્ન કરતા પહેલા, માધવીનાં લગ્ન થઈ ચુક્યા હતા. પરંતુ, માધવીએ તેના પતિ સાથે છૂટાછેડા લઈ લીધા. માધવી વ્યવસાયે પત્રકાર છે અને આ જ કારણે બંને એકબીજાની નજીક આવ્યા અને લગ્ન કરી લીધા. જ્યારે પણ જવાગલ શ્રીનાથનું નામ સાંભળીયે, એટલે આપણાં મગજમાં એક એવા બોલરની છબી આવે કે જે ભારતનો સૌથી ઝડપી બોલર હતો. શ્રીનાથની ક્રિકેટ કારકિર્દી ખૂબ જ અદભૂત હતી. પોતાની કારકિર્દી દરમિયાન એની બોલિંગ ઝડપ 150 કિલોમીટર / કલાક હતી.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!