દીપિકા-રણવીરના લગ્નના બીજે ક્યાંય ના જોયા હોય એવા ફોટો – બાજીરાવ મસ્તાની પણ એમ છે બાકી…

ઈટાલીમાં દીપિકા તથા રણવિરે 14 નવેમ્બરના રોજ કોંકણી વિધિથી લગ્ન કર્યાં હતાં. હવે બીજા દિવસે એટલે કે 15 નવેમ્બરના રોજ બંને સિંધી વિધિથી લગ્ન કર્યાં હતાં.

કોંકણી વિધિથી થયેલા લગ્નમાં માત્ર 30 મહેમાનો હાજર રહ્યાં હતાં. જેમાં ફેમિલી મેમ્બર્સ, નિકટના સંબંધીઓ તથા ફ્રેન્ડ્સ સામેલ રહ્યાં હતાં. લગ્નમાં દીપિકાએ વ્હાઈટ એન્ડ ગોલ્ડ સાડી પહેરી હતી. રણવિરે દીપિકા સાથે મેચિંગ કર્યું હતું. દુલ્હન તથા દુલ્હા ઘણાં જ ગોર્જીયસ લાગતા હતાં.

સંગીત-મહેંદી તથા સગાઈ લેક કોમોના કાસ્ટા ડિવા રિસોર્ટમાં થઈ હતી. રણવિર-દીપિકા ગેટ પર ઉભા રહીને તમામ મહેમાનોનું સ્વાગત કર્યું હતું અને તમામ મહેમાનોને પોતાના હાથે લખેલી વેલકમ નોટ આપી હતી.

આ નવયુગલે પોતાના લગ્નને લઈને ખુબ જ ગુપ્તતા જાળવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આખરે આ લગ્ન સમારોહની તસવીરો સામે આવી જ ગઈ છે.

15 નવેમ્બરના રોજ સિંધી રિવાજથી લગ્ન કરવામાં આવ્યા હતાં.

લગ્નમાં માત્ર 30-40 મહેમાનો હાજર રહ્યાં હતાં. જેમાં ફેમિલી મેમ્બર્સ, નિકટના સંબંધીઓ તથા ફ્રેન્ડ્સ સામેલ રહ્યાં હતાં.

રણવિરે દીપિકા સાથે મેચિંગ કર્યું હતું. જ્યારે સિંધી વિધિથી થયેલા લગ્નમાં દીપિકા લાલ લહેંગામાં તથા રણવિર વ્હાઈટ કાંજીવરમ શેરવાનીમાં જોવા મળ્યો હતો.

દીપિકા-રણવિરે સાથે સોશ્યિલ મીડિયામાં પોતાના લગ્નની તસવીર શૅર કરી હતી. આ સિવાય ડિઝાઈનર સબ્યાસાચી તથા ફોટોગ્રાફર્સે પણ આ જ ફોટો શૅર કર્યાં હતાં.

Leave a Reply

error: Content is protected !!