આ વ્યકિત ઑફિસ જવા માટે દરરોજ ઍરોપ્લેનમાં મુસાફરી કરે છે, કારણ જાણીને ચોંકી જશો

આમ તો દરેક જણ ઑફિસે જતા હોય છે અને ઑફિસે જવા માટે તમે પણ કાર, બસ અથવા બાઇકનો ઉપયોગ કર્યો હશે. પરંતુ ઑફિસે જવા માટે તમે ક્યારેય “એરોપ્લેન” નો ઉપયોગ કર્યો છે? હવે તમે વિચારી રહ્યા હશો કે ઑફિસ જવા માટે વળી, ઍરોપ્લેનનો ઉપયોગ કોણ કરે? પરંતુ તમને જણાવી દઈએ કે એક એવો વ્યક્તિ છે કે જે દરરોજ ઍરોપ્લેનનો ઉપયોગ કરીને તેની ઓફિસે જાય છે. જી હા, તમે એકદમ સાચું વાંચી રહ્યા છો. તમને આ વાત જાણીને આશ્ચર્ય થશે, પરંતુ આ વાત બિલકુલ સાચી છે.

ખરેખર, આ દુનિયામાં એક માણસ એવો છે કે જે રોજિંદા તેની ઑફિસે ઉડીને જાય છે. તમને આ વાત સાંભળીને થોડું વિચિત્ર લાગ્યું હશે, પરંતુ જે માહિતી અમે તમને આપવાના છીએ તે એકદમ સાચી છે. આ દુનિયામાં એક વ્યક્તિ એવો છે કે જે પોતાની ઑફિસે આવવા-જવા માટે ઍરોપ્લેનનો ઉપયોગ કરે છે. આ વ્યક્તિનું નામ કુર્ત વોન બન્દિસ્કી છે અને તે અમેરિકાના લોસ એન્જલસનાં એક શહેર બરબૈન્કમાં રહે છે, તે “મોટિવ” નામની એક ફિટનેસ ટેક કંપનીનો માલિક છે.

આ વ્યક્તિનો વ્યવસાય એના ઘરેથી લગભગ 600 કિલોમીટર જેટલા અંતરે સ્થિત છે. કુર્ત વોન બન્દિસ્કીની ઓફીસ સેન ફ્રાન્સિસ્કોમાં છે કે જે બરબૈન્કથી આશરે 600 કિલોમીટર દૂર છે પરંતુ આ વ્યક્તિને સમસ્યા એવી છે કે તે તેના ઘરને ત્યાં શિફ્ટ કરી શકતો નથી અને તેની ઓફીસ પણ શિફ્ટ કરી શકે તેમ નથી. જેના કારણે તે દરરોજ એરોપ્લેનનો ઉપયોગ કરે છે, એને આવવા-જવા માટે દરરોજ 6 કલાકનો સમય લાગે છે. તે દૈનિક મુસાફરી માટે બે કાર અને પ્લેનનો ઉપયોગ કરે છે, તે દરરોજ સવારમાં 5 વાગે ઉઠીને તૈયાર થઈ જાય છે અને પોતાની કારથી 20 કિલોમીટરની મુસાફરી કરે છે. એરપોર્ટ પર પહોંચ્યા પછી, તે તેની કાર પાર્કિંગમાં મૂકીને ઍરોપ્લેન પકડે છે. ઍરોપ્લેનમાંથી ઉતર્યા પછી, બીજી કાર લઈને 32 કિલોમીટરની સફર કરીને તે પોતાની ઑફિસ સુધી પહોંચે છે. કુર્ત વોન ઑફિસેથી ઘરે પરત ફરવા માટે પણ આ જ રૂટ અપનાવે છે.

આ વ્યક્તિને તેની ઑફિસે આવવા-જવા માટે જેટલો સમય લાગે છે તે માટે એક મહિનાનો ખર્ચ આશરે દોઢ લાખ રૂપિયા આવે છે. તે પોતાના સફર દરમિયાન ઘણા બધા કાર્યો પુરા કરી લે છે. કુર્ત વોન બન્દિસ્કીને જોઈને તો એવું જ લાગે છે કે તે પોતાના કામ પ્રત્યે પુરી રીતે સમર્પિત છે. એટલે જ તે દરરોજ 1250 કિલોમીટરની મુસાફરી કરે છે. આટલી મુસાફરી અને મહેનત કરવી તે દરેકના બસની વાત નથી.

કુર્ત વોન બન્દિસ્કી વિશે જાણીને તો એવું જ લાગે છે કે જો કોઈ વ્યક્તિ પોતાના કાર્ય પ્રત્યે સંપૂર્ણ રીતે ઈમાનદાર હોય તો તેના કાર્યમાં ગમે એટલા અવરોધો ભલે આવે, વ્યક્તિ દરેક અવરોધનો સામનો કરે છે અને પોતાના કાર્યને સારી રીતે પરિપૂર્ણ કરે છે. ખરેખર, આ ભાઈના કામ પ્રત્યેની ઈમાનદારી અને સમર્પણ જોઈને, આપણે બધાએ પણ એમની પાસેથી કંઈક શીખવું જોઈએ.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!