શૂટિંગ દરમિયાન આ બોલીવુડ કલાકારોએ જોયું હતું ભૂત અને ચુડેલ, ક્લિક કરી જાણો શું થયું હતું એમની સાથે?

આપણામાંથી એવા ઘણા લોકો હશે કે જેમને જીંદગીમાં ક્યારેક ભૂત અથવા પોતાની આસપાસ કોઈ વિશેષ શક્તિ હોવાનો અનુભવ થયો હશે. પણ જો તમને એવું લાગતું હોય કે, ભૂત ફક્ત સામાન્ય લોકોને જ દેખાય, તો એ ભૂલ ભરેલું છે. આપણાં ઘણા બોલિવૂડ સ્ટાર્સ પણ પોતાની આજુબાજુ ભૂતોનો અનુભવ કરી ચુક્યા છે. આ બૉલીવુડ સ્ટાર્સને ભૂત દેખાયા છે. એમણે જ્યારે પોતાની આપવીતી દુનિયાને જણાવી ત્યારે બધા જ હેરાન રહી ગયા. આજે અમે તમને 10 એવા બૉલીવુડ સ્ટાર્સનો પરિચય કરાવીશું કે જેમણે પોતાની જીંદગીમાં ખરેખર ભૂતનો સામનો કર્યો છે.

વરુણ ધવન :


બોલિવૂડ અભિનેતા વરુણ ધવને સનસનીખેજ ખુલાસો કરતા જણાવ્યું હતું કે, તેઓ એક હોટેલમાં હતા, જ્યારે એમને એવું લાગ્યું કે બીજું કોઈક પણ છે. વરુણ પોતાની ફિલ્મ ‘એ.બી.સી.ડી-2’ નાં શૂટિંગ માટે લાસ વેગાસમાં હતાં ત્યારે એમને ભૂત સાથે ભેટો થયો. વરુણે પોતાના રૂમમાં પડછાયો જોયો હતો.

નિલ નીતિન મુકેશ:


નિલ નીતિન મુકેશ પોતાની ફિલ્મ ‘3 જી’ ની શૂટિંગ જે જગ્યાએ કરી રહ્યા હતા, તે જગ્યાને ભૂતિયા કહેવાય છે. નિલે દાવો કર્યો હતો કે રાતના અંધારામાં એક વ્યક્તિ એની પાસે ઉભો હતો. નિલે કહ્યું, ‘પહેલા તો કોઈપણ એની વાત પર વિશ્વાસ નહોતું કરી રહ્યું, પણ પછી તે ધ્રુજવા લાગ્યા ત્યારે યુનિટનાં લોકોને લાગ્યું કે ખરેખર નિલે કંઈક ભૂત-પ્રેત જોયું છે.’

નવાઝુદ્દીન સિદ્દીકી:


સુપર્ણા વર્મા, જેણે નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ ‘આત્મા’નું નિર્દેશન કર્યું હતું, તેણીએ એક એવી ઘટનાનો ખુલાસો કર્યો કે જે સાંભળીને બધા ચોંકી ગયા. નિર્દેશકે જોયું કે જ્યારે તેઓ એક વિશેષ દ્રશ્ય માટે શૂટિંગ કરી રહી હતી, તો પાછળ બારી, બારણાં અને પડદામાં કંઈક હલચલ નજર આવી. નવાઝુદ્દીનની પાછળ ટીંગાડેલ ફોટો ફ્રેમ પણ અચાનક વળી ગઈ.

સોહા અલી ખાન :


સોહા અલી ખાન અને એમની સાથે કામ કરનાર લોકોએ ગુજરાતમાં સ્થિત એક ‘હવેલી’ માં પોતાની ફિલ્મ ‘ગેંગ ઓફ ઘોસ્ટ’ નાં શૂટિંગ દરમિયાન ઘણી ડરામણી ઘટનાઓનો સામનો કર્યો હતો. એની સાથે કામ કરનાર માહી ગિલે તો દાવો કર્યો હતો કે હવેલીના ખાલી ઓરડાઓમાંથી કોઈકની ચીસો અને રૂદન સંભળાય છે. એક યુનિટ મેમ્બરે તો સફેદ વસ્ત્રોમાં એક ડાકણ પણ જોઈ હતી.

રણવીર સિંહ :


રણવીર ક્યારેય ભૂતો પર વિશ્વાસ નહોતો કરતો, પણ ‘બાજીરાવ મસ્તાની’નાં શૂટિંગ દરમિયાન એણે કંઈક અજુગતું અને વિચિત્ર જોયું. રણવીરે કહ્યું કે, ‘આ એક ખૂબ જ વિચિત્ર અનુભવ હતો’, જ્યારે એને ચારેબાજુ પેશવા બાજીરાવ હાજર હોવાનો ભાસ થવા લાગ્યો. રણવીરે આગળ કહ્યું કે, ‘ એક દિવસ સેટની દિવાલો પર ધૂળ જામી ગઈ અને ધૂળે બાજીરાવનો આકાર લઈ લીધો. જેમાં પાઘડી, આંખ, નાક, મૂછ અને હથિયાર વગેરે એકદમ સ્પષ્ટ નજર આવતા હતા’

ઈમરાન હાશમી :


ઈમરાન સાથે પણ એક અલગ ઘટના બની હતી, જ્યારે તેઓ માથેરાનમાં પોતાના દોસ્તો સાથે વેકેશન માણી રહ્યા હતાં. તેમણે એક હોટેલમાં એક રૂમ બુક કરાવ્યો હતો જ્યાં એમના દોસ્તો સિવાય બીજું કોઈ નહોતું. રાત્રી દરમિયાન એમણે જોર જોરથી ચીસો સાંભળી. જ્યારે એમણે આખી હોટેલમાં તપાસ કરી તો એમને કોઈ ન મળ્યું.

બિપાશા બસુ :


જ્યારે બિપાશા બસુ પોતાની ફિલ્મ ‘ગુનાહ’નું શૂટિંગ મુકેશ મિલ ખાતે કરી રહી હતી ત્યારે તેણીને કેટલાક અજીબોગરીબ અનુભવ થયા. ત્યાં સુધી કે નિર્દેશકે પોતાના રૂમની બાલ્કનીમાં પાયલનો અવાજ સાંભળ્યો હતો. થોડા સમય બાદ એક છોકરી કે જે બીજા ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી તેણીએ પણ વિચિત્ર રીતે વ્યવહાર કરવાનું શરૂ કરી દીધું.

સરોજ ખાન :


બોલીવુડ કોરિયોગ્રાફર સરોજ ખાન અને એમની ટીમને ઉટીનાં એક હોટેલમાં કેટલીક અસામાન્ય વસ્તુઓનો સામનો કરવો પડ્યો હતો. એમની પુરી ટીમ આખી રાત સુઈ નહોતી શકી કારણ કે એમને એવું લાગ્યું કે એમનો બેડ હલી રહ્યો હતો. એમણે આ બાબતે હોટેલ સ્ટાફને ફરિયાદ કરવાની કોશિશ કરી, તો ફોન ડેડ હતો.

ગોવિંદા :


ગોવિંદા જ્યારે હોટેલમાં શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે રાત્રે એમને એવું ફિલ થયું કે એની છાતી ઉપર કોઈક મહિલા બેઠી છે. એમણે લાઈટ ચાલુ કરી તો મહિલા ગાયબ થઈ ગઈ. સૂતા પહેલા એમણે બધા કપડાં અને સામાનને યોગ્ય જગ્યા પર ગોઠવ્યા હતાં. જે આ ઘટના પછી આખા રૂમમાં ચારેબાજુ વેરવિખેર થઈ ગયા હતા. આખો રૂમ અસ્ત-વ્યસ્ત થઈ ગયો હતો.

રામ ગોપાલ વર્મા :


નિર્દેશક રામ ગોપાલ વર્માને પોતાની ફિલ્મ ‘ભૂત’નાં શૂટિંગ સમયે હકીકતમાં એક ભૂતનો અનુભવ થયો. એક રાત્રે 3 વાગ્યા સુધી શૂટિંગ કર્યા બાદ જ્યારે તેઓ ઘરે પહોંચ્યા ત્યારે એમને એવું મહેસુસ થયું કે એમની ફિલ્મનું ભૂત મનજીત એને જોઈ રહ્યું છે. નિર્દેશકે આ બાબતને ભૂલવાની કોશિશ કરી અને સુઈ ગયા પરંતુ થોડીવાર પછી પગલાનો અવાજ શરૂ થઈ ગયો, જ્યારે એમણે જોયું, તો ત્યાં કોઈ નહોતું.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ ફિલ્મી અને રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!