લોકો પાસેથી માંગીને કપડાં પહેરે છે આ પૈસાદાર એક્ટ્રેસ, જાણો શું છે કારણ?

અભિનેત્રી હિના ખાનનું નામ ટીવીની સૌથી મશહૂર એક્ટ્રેસમાં સામેલ છે. હિના ખાનને આ ઓળખાણ સ્ટાર પ્લસ પરની સિરિયલ ‘યે રિશ્તા ક્યાં કહલતા હૈ’ દ્વારા મળી. આ સિરિયલ કર્યા બાદ તેણી ઘર-ઘરમાં અક્ષરાનાં નામથી જાણીતી થઈ ગઈ. એકધારા 8 વર્ષ સુધી આ સિરિયલમાં કામ કરીને તેણીએ ટીવી ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નામ સૌથી બેસ્ટ એક્ટ્રેસિસમાં નોંધાવ્યું છે.

હિના ખાન બિગ બોસ 11માં પણ ચમકી હતી. બિગ બોસના ઘરમાં તેણી સૌથી મશહૂર અને સ્ટ્રોંગ ઉમેદવાર હતી. એવું જ લાગતું હતું કે બિગ બોસ સિઝન 11 ની વિનર હિના ખાન બનશે, જોકે એવું થયું નહીં. જણાવી દઈએ કે બિગ બોસ 11 ની વિનર શિલ્પા શિંદે હતી, પણ બિગ બોસનાં ઘરમાં સાસુ-વહુની છબીથી દુર હિનાનો સ્ટાઈલિશ અને ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો હતો. લોકો તેણીને સ્ટાઈલ આઈકોન તરીકે જોવા લાગ્યા.

જોકે બિગ બોસનાં ઘરમાં કેદ થઈને રહેવું આટલું સહેલું નથી. ઘરની અંદર ક્યારેક-ક્યારેક સ્પર્ધકો કંઈક એવું કરે અથવા બોલે કે જે બહારની દુનિયામાં તોફાન મચાવી દે છે. એવા જ કેટલાક સ્ટેટમેન્ટ્સ હિના ખાને ઘરની અંદર આપ્યા, જેના લીધે ટીવી અને બૉલીવુડ ઈન્ડસ્ટ્રીનાં લોકો એની પાછળ પડી ગયા.

હકીકતમાં, એક એપિસોડમાં હિના ખાને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની હિરોઇન પર ટિપ્પણી કરી હતી. તેણીએ કહ્યું હતું કે, “હું જાણું છું કે સાઉથમાં લોકોને તંદુરસ્ત અને જાડી અભિનેત્રી પસંદ આવે છે. એટલે જ તેઓ પોતાની અભિનેત્રીઓને વજન વધારવાનું કહે છે. મને પણ સાઉથ ઈન્ડિયાની બે ફિલ્મો માટે ઓફર મળી હતી, પણ મેં નકારી કારણ કે તેઓ મારૂ વજન વધારવા માંગતા હતાં.” હિના ખાનની આ ટિપ્પણી પછી, સાઉથ ઈન્ડસ્ટ્રીની હિરોઈનોએ તેને જવાબ આપવાનું શરૂ કર્યું. આ ઉપરાંત, તેણે કેટલીક નાની સ્ક્રીનની અભિનેત્રીઓ પર પણ ટિપ્પણી કરી હતી, જેના પછી ટીવી ઈન્ડસ્ટ્રીના કલાકારોએ પોતપોતાની રીતે હિના ખાન પર ગુસ્સો ઠાલવ્યો હતો. તો વળી, કેટલાક કલાકારોએ ટ્વિટરનાં માધ્યમથી પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેણે અભિનેત્રી સાક્ષી તંવર, ગૌહર ખાન અને સંજીદા શેખ માટે કેટલીક અપ્રિય વાતો કહી હતી.


આ બધું ચાલી રહ્યું હતું ત્યારે જ એક ડિઝાઈનરે હિના ખાન પર ખૂબ જ ગંભીર આરોપ લગાવ્યો. એણે કહ્યું કે, હિના ખાન જે કપડાં બિગ બોસમાં પહેરી રહી છે એ બધાં જ સ્પોન્સર કરેલ કપડાં છે. જાણીતી ડિઝાઈનર નિરુષા નિખતે કહ્યું હતું કે, હિના ખાનની પી.આર. ટીમે એની પાસેથી પાછા આપવાની શરતે લગભગ 90 દિવસનાં કપડાં માંગ્યા હતાં. કપડાંમાં એમણે ઈન્ડિયનવેર, વેસ્ટર્નવેર અને સેન્ડલથી લઈને એસેસરીઝ સુધી માંગ્યું હતું. નિરુષા નિખતના જણાવ્યા મુજબ, એમણે હિના ખાનને કપડાં સ્પોન્સર કરવાની ના પાડી દીધી હતી. એટલે જ તેણી દર્શકોને આકર્ષિત કરવા માટે એકસાથે ઘણા બધા કપડાં સાથે લઈ ગઈ હતી. સબૂત માટે એમણે વાતચીતનો એક સ્ક્રીનશોટ પણ શેર કર્યો હતો.


હવે આ વાતમાં કેટલું સત્ય છે? એ વાતનો ખુલાસો તો ખુદ હિના ખાન કરે તો જ ખ્યાલ આવે. બાકી ટીવીની ટિક-ટિકમાં તો આવું બધું ચાલ્યા જ કરે….

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ ફિલ્મી પોસ્ટ પસંદ આવી હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!