કેબીસી માં આવેલી આ મામલતદાર ની કેમ આટલી બધી બદલીઓ થઇ – કારણ જાણવા વધુ વાંચો

હમણાંના સમયમાં મધ્યપ્રદેશમાં જે-તે ખાતાના સરકારી અધિકારીઓ/કર્મચારીઓની પાર વિનાની બદલીઓ થયેલી. સ્વાભાવિક રીતે અમુક સરકારી કર્મચારીઓ માટે બદલી પસંદ પડે એવી પણ હોય જો જોતી હોય તો અને અમુક વખત અણધારી જ કોઇ અગોચર ખૂણે બદલી થઇ જાય તો લાગ્યાં ભોગ એવું પણ થાય!

અહીં વાત કરવી છે અમિતા સિંહ તોમરની. આ બાઈની ૧૪ વર્ષની નોકરીમાં ૨૫ વાર બદલી થઈ! એમ જ કહી દો ને કે લગભગ એક વર્ષમાં બે વાર! થોડા દિવસ પહેલાં હમણાં એની ખબર વાયરલ થયેલી જ્યારે તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાની આપત્તિ જતાવતો ખત લખ્યો. અમિતાની બદલી ૮૦૦ કિલોમીટર દૂર થયેલી, જે વાત તેને માટે ચોંકાવનારી હતી. અમિતાએ આ બાબતે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને પણ ટ્વીટ કરીને ન્યાયની જુહાર માંગી છે.

કોઈ વખત લોકો બોલાવતા ‘KBC વાળા મેડમ’ના નામથી! –

અમિતાસિંહ જણાવે છે કે, મેં ગૃહ જીલ્લા ગ્વાલિયર અને શિવપુરી માટે આવેદન કરેલું. પણ મને ઘરેથી ૮૦૦ કિલોમીટર દૂર સીધી મોકલવામાં આવી! જાણીજોઈને મને એવી જગ્યાએ મોકલવામાં આવી, જ્યાં રેલ્વેની સુવિધા પણ નથી. તમને એવું થશે કે અમિતાસિંહ તોમરની આટલી ચર્ચા શા માટે? આવું તો ઘણાં અમલદારો સાથે થતું હોય છે.

જો તમે નિયમિત ટી.વી.ના ચાહક હો તો તમારી યાદશક્તિને સહેજ ખંખેરવા માટે અથવા અજાણ્યાં લોકો માટે વધારાની માહિતી માટે એટલું જાણી લો કે, અમિતાસિંહ તોમર ‘કૌન બનેગા કરોડપતિ’માં ૫ કરોડ રૂપિયા જીતવામાંથી સહેજ ચૂકી ગયેલ!

હાં, ૨૦૧૧માં અમિતાએ કેબીસીમાં ભાગ લીધેલો અને ૫૦ લાખ જેવી માતબર રકમ અને અમિતાભ બચ્ચનની તારીફની હકદાર બનેલી. એક સવાલનો જવાબ ખોટો આપીને તેણે કરોડપતિ બનવાનો મોકો ગુમાવેલો. અમિતા કહે છે કે, લોકો એમને ત્યારે કેબીસીવાળા મેડમના માનવાચક શબ્દથી બોલાવતાં.

વિવાદો હારે તો જૂનેરો સબંધ! –

આગળ અમિતા કહે છે, ‘પહેલાં મને કેબીસી વાળા મેડમ નામથી લોકો બોલાવતાં, હવે બદલીઓ વાળા મેડમના નામથી સંબોધે છે!’ અમિતાસિંહ મામલતદારના પદ પર છે. તેમના કહેવાનુસાર, જમીનદારોના ગેરકાનૂની કબજાઓ હટાવવાના કારણથી એની બદલી કરવામાં આવેલી. તે જણાવે છે કે, બ્યારામાં ગણેશમંદિરની જમીન પર ગેરકાયદેસર રીતે બે માળનું મકાન બંધાયેલું. હાઇકોર્ટના આદેશ પાલનથી પંદર દિવસ પહેલાં ત્યાંથી એ કબજો હટાવવામાં આવ્યો. તદ્દોપરાંત, એબી રોડ પર આવેલ ઉપાધ્યાય પરીવારના મકાન પણ તોડવામાં આવ્યાં. આ લોકોનો સબંધ ભાજપ સાથે હતો અને એણે મને બદલી માટે ધમકી આપી હતી. આ ઉપરાંત પણ એમ કહેવું પડે એવો પ્રસંગ છે કે, અમિતાસિંહનો વિવાદ હારે જૂનો નાતો છે.

વિદ્યાર્થીનીને થપ્પડ મારવાનો પણ થયેલો વિવાદ –

આમ તો અમિતાસિંહ પર શ્યોપુર જીલ્લામાં જમીનના દસ્તાવેજોમાં હેરાફેરી કરવાનો આરોપ પણ લાગી ચુક્યો છે. અમિતાએ એકવાર ફેસબુક પર લખેલું કે, મારો પ્રધાનમંત્રીને અનુરોધ છે કે તેઓ ‘રાજીવ ગાંધી સ્યૂસાઇડ યોજના’ પણ ચાલુ કરે! જેથી કરીને સેક્યુલર અને કોંગ્રેસી વિચારધારાના લોકો આત્મહત્યા કરી શકે!

આ જ નહી, અમિતા એકવાર એક તરુણીને થપ્પડ મારવાના વિવાદમાં પણ ઘેરાય ચૂકી છે. ખુલ્લામાં શૌચમુક્ત અભિયાનના તોરમાં કહો કે ગમે તેમ પણ તેણે ૧૦માં ધોરણની એક છાત્રાને ખુલ્લામાં શૌચ કરવા બદલ થપ્પડ મારેલી. જો કે, અમિતાના કહેવા પ્રમાણે આ ફરીયાદ ખોટી હતી. પોતાની વિવાદીત ફેસબુક પોસ્ટ વિશે અમિતાનું કહેવું છે કે, એ તો મેં મજાક કરેલી અને તે વિશે બાદમાં માફી પણ માંગેલી. એ પછી મારી બદલી પણ કરવામાં આવેલી.

અમિતાસિંહ તોમર ૨૦૦૩માં નાયબ મામલતદાર બનેલી. ૨૦૧૧માં એને બઢતી મળી અને તે મામલતદાર બની. અમિતાના પતિ ગ્વાલિયરમાં ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે. જ્યારે અમિતાની દિકરી મધ્ય પ્રદેશના દેવાસમાં ડોક્ટર તરીકે મહિલા સશક્તિકરણની અધિકારી છે, જેનું નામ અદિતીસિંહ છે.

Leave a Reply

error: Content is protected !!