આ છે વિશ્વનું પહેલું 5 સ્ટાર જેલ કે, જ્યાં બધી જ સગવડો ઉપલબ્ધ છે -સગવડો જોઇને ચોકી જસો

સમાજના વિકાસની સાથોસાથ અપરાધ પણ ફેલાયો છે. શ્રેષ્ઠ સમાજની કલ્પના માટે અપરાધને નિયંત્રણમાં રાખવો જરૂરી છે. સમયની સાથોસાથ અપરાધની વ્યાખ્યા પણ બદલાતી ગઈ. પ્રાચીનકાળથી જ અપરાધ કરનારને જુદી-જુદી સજા કરવાની જોગવાઈ હતી. હાલના સમયમાં અપરાધ કરનારને જેલમાં મોકલવામાં આવે છે. અલગ-અલગ અપરાધ માટે અલગ-અલગ સમય માટે જેલમાં ધકેલવાની જોગવાઈ છે.

કોઈપણ વ્યક્તિ જેલ જવા નથી માંગતો. કારણ કે જેલમાં વ્યક્તિએ ઘણી બધી યાતનાઓ સહન કરવાની હોય છે. આ જ કારણ છે કે અપરાધી પણ જેલ જતા ડરે છે અને જેલની સજાથી બચવા માટે ઘણા બધા અલગ-અલગ કીમિયા અપનાવે છે. જેલની હાલત કેવી હોય છે અને ત્યાંની સુવિધા અને વાતાવરણ વિશે તો સૌ કોઈ જાણે જ છે. પરંતુ આજે અમે તમને દુનિયાનાં એક એવા જેલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જ્યાં જવાથી કોઈ તકલીફ નહિ થાય. આ જેલમાં ગુન્હેગારને ફાઈવ સ્ટાર જેવી સુવિધાઓ મળે છે. એટલે જ આ જેલ દુનિયાનું પહેલું ફાઈવ સ્ટાર જેલ બની ગયું છે.

હકીકતમાં અમે જે ફાઈવ સ્ટાર જેલની વાત કરી રહ્યા છીએ, એ ઑસ્ટ્રીયામાં સ્થિત છે. આ જેલનું નામ ‘જસ્ટિસ સેંટર લિયોબેન’ રાખવામાં આવ્યું છે. આ જેલની ડિઝાઇન દુનિયાના પ્રસિદ્ધ આર્કિટેક્ટ જોસેફ હોહેંસિન્નએ તૈયાર કરી હતી. આ જેલને વર્ષ 2005માં ઑસ્ટ્રીયાનાં પહાડી વિસ્તાર લિયોબેનમાં શરૂ કરવામાં આવ્યું હતું. આ જેલની ક્ષમતા 205 કેદીઓને રાખવાની છે. આ જેલમાં રહેનાર દરેક કેદીને એ બધી જ સુખ-સુવિધાઓ આપવામાં આવે છે કે જે એક ફાઈવ સ્ટાર હોટેલમાં આપવામાં આવે છે.

 

આ જેલનાં કેદીઓ માટે જિમ, સ્પા અને ઘણી ઇનડોર ગેમની સુવિધા પણ ઉપલબ્ધ છે. આ જેલમાં એક સાથે 13 કેદીઓને ભેગા થવાની છૂટ આપવામાં આવે છે. તેઓ એકબીજા સાથે પોતાના સેલ પણ શેર કરી શકે છે. આ જેલના સેલ પણ બીજા જેલ કરતા બીલકુલ અલગ છે. દરેક સેલમાં એક પર્સનલ બાથરૂમ, રસોડું અને લિવિંગ રૂમ છે, જેમાં ટીવી પણ સામેલ હોય છે. દરેક સેલમાં એક વિન્ડો (બારી) પણ લગાવવામાં આવી છે જે બહાર બાલ્કનીમાં ખુલે છે. આ જેલમાં ગાર્ડન પણ છે કે જ્યાં સવાર-સાંજ કેદીઓ હરવા-ફરવા નીકળે છે.

જેલના આગળનાં ભાગમાં કોર્ટનું કામ થાય છે. જેલનો આ ભાગ સામાન્ય જનતા માટે પણ ખુલ્લો રાખવામાં આવ્યો છે. અહીંયાંથી જેલની અંદરનો નજારો પણ જોઈ શકાય છે. આ જેલના પરિસરમાં બે શિલાલેખ પણ છે. એક શિલાલેખ પર અમેરિકાની સ્વતંત્રતાનાં ઘોષણા પત્રમાંથી લેવામાં આવેલ વાક્ય ” દરેક માણસ આઝાદ પેદા થાય છે અને એ દરેક જણ સમાજની ગરિમા અને સુખી જીવન માટે હકદાર છે.” લખ્યું છે. જ્યારે બીજા શિલાલેખમાં લખવામાં આવ્યું છે કે, ” પ્રત્યેક વ્યક્તિ કે જે પોતાની સ્વતંત્રતાથી વંચિત છે એમની સાથે પણ એના મૂળભૂત ગૌરવ અને સન્માન સાથે માનવીય વ્યવહાર કરવો જોઈએ.”

‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!