માધવપુરના દરિયા કિનારે જયારે ભણેલ-ગણેલ લોકોએ અભણ જેવો વ્યવહાર કર્યો – વાંચીને શરમ આવશે

ડોક્ટર હન્ટ નામના એક બીચ પર રિસર્ચ કરતા સાઈન્ટીસ ના મત મુજબ માધવપુરનો દરિયાકિનારો એશિયાના સારામાં સારા ૬ માનો એક છે .હાલમાં આ બીચ ઉપર કચરાના ઢગલા ખડકાયા છે ,અને એના સૌંદર્યને જાણે કે કલંક લાગેલુ છે .

કારણે છે કે સરકાર શ્રી એ વિકાસના નામે આ સ્થળના વિકાસ માટે બીચ ફેસ્ટિવલ તથા અન્ય જાહેરાતો થી માધુપુર ને મીડિયામાં ચમકાવ્યું છે. કોઈપણ જાતની સ્વચ્છતાની વ્યવસ્થા કર્યા વિના લાખોની સંખ્યામાં પર્યટકો દિવાળી , ભાઇ બીજ તથા વેકેશનના સમય માં ઉમટી પડ્યા.

ગાડીઓ ના ઢગલા થયા. ટ્રાફિકથી જામ થઈ ગયો. ગાડીઓમાં આવેલા પ્રવાસીઓએ પુષ્કળ કચરો અને પ્લાસ્ટિકથી દરિયા કિનારા ગંદો કરી દીધો સરકાર શ્રી ના ઉદાસીન વલણ સામે ગામલોકોએ પોતાની રીતે આ સુંદર દરિયા કિનારાને જાળવી રાખવા અભિયાન શરૂ કર્યું છે.

અનેક સંસ્થાઓના કાર્યકરો વહેલી સવારે પોતાના કામ ધંધા ચાલુ કરતા પહેલા દરિયાકિનારે પહોંચી જાય છે અને આ સફાઈના કામમાં લાગી જાય છે . ગામની ઘણી સ્કૂલો આ કામમાં જોડાઈ ગઈ છે .દાખલા તરીકે વિમલ વિદ્યા મંદિર ના બાળકો આ કામમાં જોડાયેલા દેખાય છે.

જો સરકાર જાહેરનામું બહાર પાડી આ વિસ્તારને ગંદકીમુક્ત કરવા કમર નહિ કશે તો આ સુંદર દરિયા દરિયાકિનારો ભૂતકાળ બની જશે.

આ કામમાં સંકળાયેલ સંસ્થાઓ
1)સંજીવની nature ફોઉન્ડેશન
2)RSS
3)સર્પ સૌરક્ષણ મંડળ
4) સ્મશાન જાળવણી યુવા મંડળ
5) ઓશો આશ્રમ

તથા અનન્ય સેવાભાવી યુવાનો તથા ગામની શૈક્ષણિક સંસ્થાઓ

ભણેલા લોકો ફરવા આવ્યા , અભણ જેવો વ્યવહાર કરી ગયા , ને ગ્રામજનો ને નાના ભૂલકાઓએ દરિયાની લાજ રાખી સફાય કરી


અહેવાલ: ગોવિંદભાઈ વેકરીયા અને રેવતુભાઈ રાઈજાદા

Leave a Reply

error: Content is protected !!